અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શાહ/શાંત કોલાહલ: Difference between revisions

(Created page with "<poem> રમી રહ્યાં કોમલ રશ્મિ સૂર્યનાં આ ગુલ્મને આંગણ પારિજાતની સુગંધમ...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|શાંત કોલાહલ|રાજેન્દ્ર શાહ}}
<poem>
<poem>
રમી રહ્યાં કોમલ રશ્મિ સૂર્યનાં
રમી રહ્યાં કોમલ રશ્મિ સૂર્યનાં
Line 18: Line 21:
કર્મને કોલાહલે તે લહું શાન્તિ ગોચર!
કર્મને કોલાહલે તે લહું શાન્તિ ગોચર!
</poem>
</poem>
{{HeaderNav2
|previous = ભૂલેશ્વરમાં એક રાત
|next =આવડ્યું એનો અરથ (વનવાસીનું ગીત: ૪)
}}

Latest revision as of 07:42, 21 October 2021


શાંત કોલાહલ

રાજેન્દ્ર શાહ

રમી રહ્યાં કોમલ રશ્મિ સૂર્યનાં
આ ગુલ્મને આંગણ
પારિજાતની સુગંધમીઠી ઝરી જ્યાં પ્રસન્નતા.
પણે ચણે ધૂલિથી ધાન્યના કણ
ટોળે મળી કાબર, ચાષ;
કલબલ તે કેટલી?
ચંચલ કૈં!
અકારણ ઊડી જતાં ડાળ વિશે
અને ફરી તુરંત ભેળાં વળી એ જ ધૂળમાં!
ને માર્ગથી ગૌચરની ભણી ધણ ધસંત
હંભારવમાં બધાય તે અવાજ ઝાંખા
ઘર, હાટ, ઘાટના.
આ વ્યોમનો ઝાકળ-દ્યૌત નિર્મલ
ડ્હોળાય આખો અવકાશ,
રૂપ શું પ્રકાશનું એથી વિશેષ ઉજ્જ્વલ!
સુષુપ્તિનો જે અનુબોધ
કર્મને કોલાહલે તે લહું શાન્તિ ગોચર!