અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શાહ/શરત (વનવાસીનું ગીત: ૧૩): Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> પાતળી કેડી કેરકાંટાળી {{space}}અંટેવાળે આવતાં એખણ એરું, સાવજ કેરી ખા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|શરત (વનવાસીનું ગીત: ૧૩)|રાજેન્દ્ર શાહ}} | |||
<poem> | <poem> | ||
પાતળી કેડી કેરકાંટાળી | પાતળી કેડી કેરકાંટાળી | ||
Line 24: | Line 27: | ||
{{Right|(સંકલિત કવિતા, પૃ. ૩૧૫-૩૧૬)}} | {{Right|(સંકલિત કવિતા, પૃ. ૩૧૫-૩૧૬)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = કેવડિયાનો કાંટો (વનવાસીનું ગીત: ૯) | |||
|next = ઝલમલ ઝલમલ નજદીલ-લહરી | |||
}} |
Latest revision as of 07:43, 21 October 2021
શરત (વનવાસીનું ગીત: ૧૩)
રાજેન્દ્ર શાહ
પાતળી કેડી કેરકાંટાળી
અંટેવાળે આવતાં એખણ એરું,
સાવજ કેરી ખાલની મને આલ મજાની મોજડી
એન હોંશથી રે કંઈ પ્હેરું.
ગોફણના એક ઘાવથી ઉતાર
નભનો તેજલ તારો,
ભાલની મારી બિંદીએ મેલી
અંજવાળું જનમારો;
ઝરણાંનાં ઝાંઝરને તાલે રમતાં ર્હેતાં
ચડવો મારે એક અવિચલ મેરુ.
ઊગતી આ પરભાતનો રાતો
રંગ ને ઘૂમર ભૂરું,
એકબીજાને તાંતણે વણી આણ
પ્હોળે પટ પૂરું;
આટલું મારું વૅણ રૂડી જે રીતથી રાખે
એ જ તે મારા આયખાનો ભડ ભેરુ,
આટલી મારી પત રાખે તે પર
ઓવારી જાઉં રે જીવન, પારવનું વ્હાલ વેરું.
(સંકલિત કવિતા, પૃ. ૩૧૫-૩૧૬)