ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/‘રૂસ્તમનો સલોકો’: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''‘રૂસ્તમનો સલોકો’ '''</span> : સલોકો એટલે સ્તુતિકાવ્ય. સ્તુતિ કોઈના શૌર્યની હોય એ કારણે એને ‘પવાડો’ નામ પણ મળ્યું છે. ‘અભરામ કુલીનો સલોકો’ અને ‘રૂસ્તમનો પવાડો’ નામથ...")
 
No edit summary
 
Line 8: Line 8:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = રૂસ્તમ-રુસ્તમ
|next =  
|next = ‘રેવંતગિરિ-રાસ’
}}
}}

Latest revision as of 06:57, 10 September 2022


‘રૂસ્તમનો સલોકો’  : સલોકો એટલે સ્તુતિકાવ્ય. સ્તુતિ કોઈના શૌર્યની હોય એ કારણે એને ‘પવાડો’ નામ પણ મળ્યું છે. ‘અભરામ કુલીનો સલોકો’ અને ‘રૂસ્તમનો પવાડો’ નામથી પણ ઓળખાવાયેલી શામળની આ ૧૮૦ કડીની રચના (ર.ઈ.૧૭૨૫; મુ.)નો વિષય સુજાતખાન, રૂસ્તમ અને અભરાંમ કુલી એ ત્રણ ભાઈઓની વીરતાનો છે. રાજકીય અરાજકતા જેવી ગુજરાતની સ્થિતિનો ખ્યાલ આપતા આ ઐતિહાસિક કથાકાવ્યમાંનું યુદ્ધવર્ણન ધ્યાન ખેંચે એવું કહેવાય. ‘સાંભલી વાત્યે’ પોતે આ ‘સલોકો બાંધો’ હોવાનું ‘સાંમલજી બ્રાહ્મણ શ્રીઘોડ જાત્યે’ કહે છે.[અ.રા.]