અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બાલમુકુન્દ દવે/સમદર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> સમદર સભર સભર લહરાય! {{space}}બુંદ બુંદની સૂરત નિરાલી, કોઈ રોવે, કોઈ ગાય...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|સમદર | બાલમુકુન્દ દવે}}
<poem>
<poem>
સમદર સભર સભર લહરાય!
સમદર સભર સભર લહરાય!
Line 23: Line 26:
{{Right|(પરિક્રમા, પૃ. ૧૨)}}
{{Right|(પરિક્રમા, પૃ. ૧૨)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વેણીભાઈ પુરોહિત/સુખડ અને બાવળ | સુખડ અને બાવળ]]  | સુખનાં સુખડ જલે રે મારા મનવા ! ]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બાલમુકુન્દ દવે/પરકમ્માવાસી | પરકમ્માવાસી]]  | આવી ચડ્યાં અમે દૂરનાં વાસી  ]]
}}

Latest revision as of 09:11, 21 October 2021


સમદર

બાલમુકુન્દ દવે

સમદર સભર સભર લહરાય!
         બુંદ બુંદની સૂરત નિરાલી,
કોઈ રોવે, કોઈ ગાય :
સમદર સભર સભર લહરાય!

કોઈ રમે તેજની લકીર,
કોઈ ભમે ઓલિયો ફકીર,
લહર લહરની આવનજાવન
ભવ ભરનીંગળ થાય :

સમદર સભર સભર લહરાય!
કોઈ બુંદે પોઢ્યું ગગન,
કોઈ બુંદે ઓઢી અગન,
કોઈ મગન મસ્ત મતવાલું મરમી
         મંદ મંદ મલકાય :
સમદર સભર સભર લહરાય!

બુંદ બુંદની સૂરત નિરાલી,
કોઈ રોવે, કોઈ ગાય :
સમદર સભર સભર લહરાય!

(પરિક્રમા, પૃ. ૧૨)