ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિદ્યાવિમલ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિદ્યાવિમલ'''</span> [ઈ.૧૫૭૮માં હયાત] : સંભવત: તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિની પરંપરામાં વિજ્યવિમલના શિષ્ય. વિજ્યદેવસૂરિ વિશેનાં ૬ અને ૮ કડીનાં ૨ ગીતો(મુ.)ના કર્ત...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = વિદ્યાવિજ્ય-૨ | ||
|next = | |next = વિદ્યાવિલાસ | ||
}} | }} |
Latest revision as of 04:30, 16 September 2022
વિદ્યાવિમલ [ઈ.૧૫૭૮માં હયાત] : સંભવત: તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિની પરંપરામાં વિજ્યવિમલના શિષ્ય. વિજ્યદેવસૂરિ વિશેનાં ૬ અને ૮ કડીનાં ૨ ગીતો(મુ.)ના કર્તા. વિજ્યવિમલે ‘ગચ્છાચારપયન્ના’ પર ટીકા (ર.ઈ.૧૫૭૮) રચેલી જેના શોધન-લેખનમાં આ કર્તાએ સહાય કરી હતી. ‘જૈન સત્યપ્રકાશ’માં ૨ કડીનું ‘નેમિનાથ-ગીત’(મુ.) ઉક્ત કર્તાનું હોવાનું દર્શાવાયું છે પણ તેના કર્તા વિજ્યવિમલ છે કે વિદ્યાવિમલ તે સ્પષ્ટ થતું નથી. કૃતિ : ૧. જૈન સત્યપ્રકાશ, ફેબ્રુઆરી ૧૯૪૧-‘કેટલાંક ઐતિહાસિક પદ્યો’, સં. કાંતિસાગરજી (+સં.); ૨. એજન, માર્ચ ૧૯૪૧-‘કેટલાંક ઐતિહાસિક પદ્યો’, સં. કાંતિસાગરજી. સંદર્ભ : જૈસાઇતિહાસ. [શ્ર.ત્રિ.]