વસુધા/નમું: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|નમું|}} <poem> નમું તને, પથ્થરને? નહીં, નહીં, શ્રદ્ધા તણા આસનને નમું નમું: જ્યાં માનવીનાં શિશુ અંતરોની શ્રદ્ધાભરી પાવન અર્ચના ઠરી, કે મુક્ત તલ્લીન પ્રભુપ્રમત્તની આંખો જહીં પ્રે...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 3: | Line 3: | ||
<poem> | <poem> | ||
નમું તને, પથ્થરને? | નમું તને, પથ્થરને? નહિ, નહિ, | ||
શ્રદ્ધાતણા આસનને નમું નમું: | |||
જ્યાં માનવીનાં શિશુ અંતરોની | જ્યાં માનવીનાં શિશુ અંતરોની | ||
શ્રદ્ધાભરી પાવન અર્ચના ઠરી, | શ્રદ્ધાભરી પાવન અર્ચના ઠરી, | ||
કે મુક્ત તલ્લીન પ્રભુપ્રમત્તની | કે મુક્ત તલ્લીન પ્રભુપ્રમત્તની | ||
આંખો જહીં પ્રેમળતા | આંખો જહીં પ્રેમળતા ઝરીઝરી. | ||
તું માનવીના મનમાં વસ્યો અને | તું માનવીના મનમાં વસ્યો અને | ||
તને ય આ માનવ માનવે કર્યો; | |||
મનુષ્યની માનવતાની જીત આ | મનુષ્યની માનવતાની જીત આ | ||
થયેલ ભાળી અહીં, તેહને નમું. | થયેલ ભાળી અહીં, તેહને નમું. ૧૦ | ||
તું કાષ્ઠમાં, પથ્થર, વૃક્ષ | તું કાષ્ઠમાં, પથ્થર, વૃક્ષ સર્વમાં, | ||
શ્રદ્ધા ઠરી જ્યાં જઈ ત્યાં, બધે જ તું. | શ્રદ્ધા ઠરી જ્યાં જઈ ત્યાં, બધે જ તું. | ||
તને નમું, | તને નમું, પથ્થરને ય હું નમું, | ||
શ્રદ્ધા તણું આસન જ્યાં નમું તહીં. | શ્રદ્ધા તણું આસન જ્યાં નમું તહીં. | ||
Line 27: | Line 27: | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = હંકારી જા | |previous = હંકારી જા | ||
|next = | |next = વિરાટની પગલી | ||
}} | }} |
Latest revision as of 01:38, 24 May 2023
નમું
નમું તને, પથ્થરને? નહિ, નહિ,
શ્રદ્ધાતણા આસનને નમું નમું:
જ્યાં માનવીનાં શિશુ અંતરોની
શ્રદ્ધાભરી પાવન અર્ચના ઠરી,
કે મુક્ત તલ્લીન પ્રભુપ્રમત્તની
આંખો જહીં પ્રેમળતા ઝરીઝરી.
તું માનવીના મનમાં વસ્યો અને
તને ય આ માનવ માનવે કર્યો;
મનુષ્યની માનવતાની જીત આ
થયેલ ભાળી અહીં, તેહને નમું. ૧૦
તું કાષ્ઠમાં, પથ્થર, વૃક્ષ સર્વમાં,
શ્રદ્ધા ઠરી જ્યાં જઈ ત્યાં, બધે જ તું.
તને નમું, પથ્થરને ય હું નમું,
શ્રદ્ધા તણું આસન જ્યાં નમું તહીં.
૨૭ જુલાઈ, ૧૯૩૯