વસુધા/કમલદલમાં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|કમલદલમાં|}} <poem> પ્રભાતે જે રીતે કમલદલમાં ઝાકળ તણું ઝિલાયેલું બિન્દુ નવલ રસ શભા અરપતું રહે તેને, જે ના અમિત પથરાયાં જલ નીચે શકે દેઈ, તેવી મુજ દિલદલે બિન્દરચના બની તારી ગૈ છે, તર...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
 
Line 4: Line 4:
<poem>
<poem>
પ્રભાતે જે રીતે કમલદલમાં ઝાકળ તણું
પ્રભાતે જે રીતે કમલદલમાં ઝાકળ તણું
ઝિલાયેલું બિન્દુ નવલ રસ શભા અરપતું
ઝિલાયેલું બિન્દુ નવલ રસ શોભા અરપતું
રહે તેને, જે ના અમિત પથરાયાં જલ નીચે
રહે તેને, જે ના અમિત પથરાયાં જલ નીચે
શકે દેઈ, તેવી મુજ દિલદલે બિન્દરચના
શકે દેઈ, તેવી મુજ દિલદલે બિન્દરચના
બની તારી ગૈ છે, તરલ સપનાન્તોતણું ઉષા!
બની તારી ગૈ છે, તરલ સપનાન્તોતણી ઉષા!


અહો, એ બિન્દુને કમલદલ પોતાનું કરવા
અહો, એ બિન્દુને કમલદલ પોતાનું કરવા
Line 15: Line 15:


સખી! આથી મારે વધુ ઉચરવાનું નહિ કશું, ૧૦
સખી! આથી મારે વધુ ઉચરવાનું નહિ કશું, ૧૦
ઉડે છે તુંથી જે અગરુ સમ કે સૌરભ સુખી
ઉડે છે તુંથી જે અગરુ સમ કો સૌરભ સુખી
મને વીંટી લેતી મુરછિત કરે છે સુખદુઃખી,
મને વીંટી લેતી મુરછિત કરે છે સુખદુઃખી,


બધાં ઓસો – સ્વપ્નો સુકવત કડે સૂરજ ઉગે
બધાં ઓસો – સ્વપ્નો સુકવત કડો સૂરજ ઉગે
સુધીમાં ત્યાં ધારી લઉં દિલદલે. આવ, સુભગે!
સુધીમાં ત્યાં ધારી લઉં દિલદલે. આવ, સુભગે!
</poem>
</poem>

Latest revision as of 14:24, 24 May 2023

કમલદલમાં

પ્રભાતે જે રીતે કમલદલમાં ઝાકળ તણું
ઝિલાયેલું બિન્દુ નવલ રસ શોભા અરપતું
રહે તેને, જે ના અમિત પથરાયાં જલ નીચે
શકે દેઈ, તેવી મુજ દિલદલે બિન્દરચના
બની તારી ગૈ છે, તરલ સપનાન્તોતણી ઉષા!

અહો, એ બિન્દુને કમલદલ પોતાનું કરવા
મથે, ને તે બિન્દુ પણ કમલમાંહે ગરકવા
ચહે, ને તે બંને નિકટતમ અન્યોન્યની વસે
છતાં એ જુદાં તે રહી નિત તણાં જાય જ જુદાં.

સખી! આથી મારે વધુ ઉચરવાનું નહિ કશું, ૧૦
ઉડે છે તુંથી જે અગરુ સમ કો સૌરભ સુખી
મને વીંટી લેતી મુરછિત કરે છે સુખદુઃખી,

બધાં ઓસો – સ્વપ્નો સુકવત કડો સૂરજ ઉગે
સુધીમાં ત્યાં ધારી લઉં દિલદલે. આવ, સુભગે!