કાવ્યમંગલા/વાદળી: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વાદળી|}} <poem> ::::સોનેરી વાદળી, :::: રૂપેરી વાદળી, :: ઉતરી રે કહાન મારે તળાવ સન્ધ્યાપ્રભાતના રંગ ભરી પાંખે, સૂરજનાં આંજણાં આંજીને આંખે, સાગરને હૈયે આળોટી એ વાદળી, ::::અમ્રતના ગર્ભ ધરી :...") |
mNo edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 14: | Line 14: | ||
સૂકાં તળાવ, મારાં સૂકાં સરોવરો, | સૂકાં તળાવ, મારાં સૂકાં સરોવરો, | ||
સૂકાં કમળદળ, સૂકો આ વાયરો, | સૂકાં કમળદળ, સૂકો આ વાયરો, ૧૦ | ||
સૂનાં આકાશ મૂકી નાઠી’તી વાદળી, | સૂનાં આકાશ મૂકી નાઠી’તી વાદળી, | ||
:::: ધરતીનો ફેર ફરી | :::: ધરતીનો ફેર ફરી | ||
Line 31: | Line 31: | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = હસતી કે રડતી? | |previous = હસતી કે રડતી? | ||
|next = સ્વ. શંકર | |next = સ્વ. શંકર દત્તાત્રેય પાઠકને | ||
}} | }} |
Latest revision as of 01:43, 23 November 2023
વાદળી
સોનેરી વાદળી,
રૂપેરી વાદળી,
ઉતરી રે કહાન મારે તળાવ
સન્ધ્યાપ્રભાતના રંગ ભરી પાંખે,
સૂરજનાં આંજણાં આંજીને આંખે,
સાગરને હૈયે આળોટી એ વાદળી,
અમ્રતના ગર્ભ ધરી
ઉતરી રે કહાન મારે તળાવ.
સૂકાં તળાવ, મારાં સૂકાં સરોવરો,
સૂકાં કમળદળ, સૂકો આ વાયરો, ૧૦
સૂનાં આકાશ મૂકી નાઠી’તી વાદળી,
ધરતીનો ફેર ફરી
ઉતરી રે કહાન મારે તળાવ.
નાનું તળાવ મારું પાણીડાં છલકે,
ભીનો પવન, કમળ આછેરાં મલકે,
દુનિયાનાં આંસુડાં લોતી એ વાદળી
મલકંતી પ્રેમભરી
ઉતરી રે કહાન મારે તળાવ.
(૧૦ મે, ૧૯૩૧)