કાવ્યમંગલા/સ્વપ્નભંગ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
(પ્રૂફ)
 
Line 12: Line 12:
::: મને ઊણી આંચ ન લાગે રે,
::: મને ઊણી આંચ ન લાગે રે,
::: ચોકીદાર અખંડ જાગે રે.
::: ચોકીદાર અખંડ જાગે રે.
વાયરા રોક્યા, તેજને રોક્યાં, રોક્યાં પામર લોક,
ઘરમાં મૂક્યા વીજળી પંખા, ગીતનાં વાજાં થોક,
            વાયરા રોક્યા, તેજને રોક્યાં, રોક્યાં પામર લોક,
ઘરમાં મૂક્યા વીજળી પંખા, ગીતનાં વાજાં થોક, ૧૦
::: મારે રહ્યું કામ ન કોનું રે,
::: મારે રહ્યું કામ ન કોનું રે,
::: નહિ દીન મુખનું જોણું રે.
::: નહિ દીન મુખનું જોણું રે.
Line 25: Line 26:
ચૂપ કર્યા દરવાન દીવાન, કો ઊંઘ તોડે ન લગાર,
ચૂપ કર્યા દરવાન દીવાન, કો ઊંઘ તોડે ન લગાર,
::: ઘરેરાટ ઘોરવા લાગ્યો રે,
::: ઘરેરાટ ઘોરવા લાગ્યો રે,
::: ઈજારો ઊંઘનો માગ્યો રે.
::: ઇજારો ઊંઘનો માગ્યો રે.   ૨૦

આજ અચાનક આંખડી ખૂલે; બહાર મચ્યો ઘોંઘાટ,
આજ અચાનક આંખડી ખૂલે; બહાર મચ્યો ઘોંઘાટ,
Line 33: Line 34:

મહેલ આ મારો જેલ બન્યો શું, ખંડ બન્યા વનવાટ,
મહેલ આ મારો જેલ બન્યો શું, ખંડ બન્યા વનવાટ,
સેજનાં ફૂલ ક્હોવાયાં સોડે, ઘુમાય દીપકવાટ,
સેજનાં ફૂલ ક્‌હોવાયાં સોડે, ધુમાય દીપકવાટ,
::: પથારી ખાવા ધાતી રે,
::: પથારી ખાવા ધાતી રે,
::: મને ક્યાંય કળ ન થાતી રે.
::: મને ક્યાંય કળ ન થાતી રે.

બારણે જાવા ઊઠી દોડું, ભીંત શિરે ભટકાય,
બારણે જાવા ઊઠી દોડું, ભીંત શિરે ભટકાય,
આ શું? પથ્થર કેરી દીવાલો પોલી કેમ સુણાય?
આ શું? પથ્થર કેરી દીવાલો પોલી કેમ સુણાય? ૩૦
::: અરે, થયાં બારણાં બોદાં રે,
::: અરે, થયાં બારણાં બોદાં રે,
::: તડોમાં નાચતાં ફોદાં રે.
::: તડોમાં નાચતાં ફોદાં રે.
Line 44: Line 45:
ખોલું ન ખોલું? બીકણ મારું મનડું આજ મૂંઝાય,
ખોલું ન ખોલું? બીકણ મારું મનડું આજ મૂંઝાય,
તડકામાંથી હું દેખું તાકી ઊજળી લીલી છાંય,
તડકામાંથી હું દેખું તાકી ઊજળી લીલી છાંય,
::: હવે ના દિલ ર’હે બાંધ્યું રે,
::: હવે ના દિલ ર્‌હે બાંધ્યું રે,
::: ભલે ઘર જાય છો ભાંગ્યું રે.
::: ભલે ઘર જાય છો ભાંગ્યું રે.

Line 50: Line 51:
તેજનાં પૂર ચઢે મુજ આંખે, વાયરા ઠેલે દ્વાર,
તેજનાં પૂર ચઢે મુજ આંખે, વાયરા ઠેલે દ્વાર,
::: ઝબાકે આંખ મીંચાતી રે,
::: ઝબાકે આંખ મીંચાતી રે,
::: ઉસાસે ઊઠતી છાતી રે.
::: ઉસાસે ઊઠતી છાતી રે. ૪૦
બારણાં ખોલી બહાર હું આવું, પાછળ શો ખખડાટ?
બારણાં ખોલી બહાર હું આવું, પાછળ શો ખખડાટ?
Line 63: Line 64:

રંગ બેરંગી ઉષાનાં ઓઢણ, આજ હવે ઓઢીશ,
રંગ બેરંગી ઉષાનાં ઓઢણ, આજ હવે ઓઢીશ,
તેજતણા અંબાર હું પીતો વાદળમાં પોઢીશ,
તેજતણા અંબાર હું પીતો વાદળમાં પોઢીશ, ૫૦
::: સલામો તારલા દેશે રે,
::: સલામો તારલા દેશે રે,
::: સમીરણ વીંઝણા લેશે રે.
::: સમીરણ વીંઝણા લેશે રે.

Latest revision as of 01:58, 23 November 2023

સ્વપ્નભંગ

રંગ બેરંગી ઉષાનાં ઓઢણ, આભના તેજઅંબાર,
શીતળ લીલી છાંય વનોની, કોયલના ટહુકાર,
સુણું તુજ ભોમકા એવી રે,
હવે મને નીંદર કેવી રે?

મહેલ આ મારો મેઘવિસામો, અંદર ઝાકઝમાળ,
ખંડમાં ખંડ ને મેડીએ મેડી, વજ્જરબંધ કમાડ,
મને ઊણી આંચ ન લાગે રે,
ચોકીદાર અખંડ જાગે રે.

            વાયરા રોક્યા, તેજને રોક્યાં, રોક્યાં પામર લોક,
ઘરમાં મૂક્યા વીજળી પંખા, ગીતનાં વાજાં થોક, ૧૦
મારે રહ્યું કામ ન કોનું રે,
નહિ દીન મુખનું જોણું રે.

રંગ ને રાગ મચાવ્યા અંદર, મોહમદિરાનું પાન,
ભોગનાં ભોજન પેટમાં ભાર્યા, કાનમાં કામુક ગાન,
ચડ્યો મદસિંહ ઉછાળે રે,
હવે જગ છો જખ મારે રે.

નીંદરની ફૂલસેજમાં પોઢ્યો, કામળ ઓઢી અઢાર,
ચૂપ કર્યા દરવાન દીવાન, કો ઊંઘ તોડે ન લગાર,
ઘરેરાટ ઘોરવા લાગ્યો રે,
ઇજારો ઊંઘનો માગ્યો રે. ૨૦

આજ અચાનક આંખડી ખૂલે; બહાર મચ્યો ઘોંઘાટ,
લોપ થયા દરવાન દીવાન, સૌ સ્થિર હિંડોળાખાટ,
ઘરે ઘનઘોર અંધારું રે,
દ્વારે દ્વાર લાગિયું તાળું રે.

મહેલ આ મારો જેલ બન્યો શું, ખંડ બન્યા વનવાટ,
સેજનાં ફૂલ ક્‌હોવાયાં સોડે, ધુમાય દીપકવાટ,
પથારી ખાવા ધાતી રે,
મને ક્યાંય કળ ન થાતી રે.

બારણે જાવા ઊઠી દોડું, ભીંત શિરે ભટકાય,
આ શું? પથ્થર કેરી દીવાલો પોલી કેમ સુણાય? ૩૦
અરે, થયાં બારણાં બોદાં રે,
તડોમાં નાચતાં ફોદાં રે.

ખોલું ન ખોલું? બીકણ મારું મનડું આજ મૂંઝાય,
તડકામાંથી હું દેખું તાકી ઊજળી લીલી છાંય,
હવે ના દિલ ર્‌હે બાંધ્યું રે,
ભલે ઘર જાય છો ભાંગ્યું રે.

હામ કરી હું આંચકો મારું, ભોગળ ખોલું બાર,
તેજનાં પૂર ચઢે મુજ આંખે, વાયરા ઠેલે દ્વાર,
ઝબાકે આંખ મીંચાતી રે,
ઉસાસે ઊઠતી છાતી રે. ૪૦

બારણાં ખોલી બહાર હું આવું, પાછળ શો ખખડાટ?
પ્રાણ વિહોણો મહેલ આ મારો તૂટી પડે કકડાટ,
ગરોળી ને ઘૂડ ત્યાં ઘૂમે રે,
ખંડેરનાં માળખાં લૂમે રે,

મહેલ ભલે એ ભાંગ્યો, એનો શોક મને ન લગીર,
સૂરજ કેરી તડકી મીડી, શીતળ વાય સમીર,
ભીંતોના ભાર અહીં નાં રે,
બંધાવા ઠામ અહીં ના રે.

રંગ બેરંગી ઉષાનાં ઓઢણ, આજ હવે ઓઢીશ,
તેજતણા અંબાર હું પીતો વાદળમાં પોઢીશ, ૫૦
સલામો તારલા દેશે રે,
સમીરણ વીંઝણા લેશે રે.

વીજળી આવી કરશે દીવા, મેઘલા મલ્હાર ગાશે,
સ્વર્ગંગાના પાણી પીતાં જીવડો તાજો થાશે,
મારી ત્યાં આગ હોલાશે રે,
જરાશીક આંખ મીંચાશે રે.

(૧૦ ડીસેમ્બર, ૧૯૩૧)