અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયન્ત પાઠક/રણ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> સૂર્યપાંખથી ખરખર રેત ખરે ઊંચી ડોકે ઊંટ આભનો {{space}}{{space}}{{space}}તડકો ચરે....")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|રણ|જયન્ત પાઠક}}
<poem>
<poem>
સૂર્યપાંખથી ખરખર રેત ખરે
સૂર્યપાંખથી ખરખર રેત ખરે
Line 22: Line 24:
{{Right|(ક્ષણોમાં જીવું છું, પૃ. ૧૫૮)}}
{{Right|(ક્ષણોમાં જીવું છું, પૃ. ૧૫૮)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = ખપે ન ખોટી ચીજ
|next = ચિતારો
}}

Latest revision as of 10:49, 21 October 2021

રણ

જયન્ત પાઠક

સૂર્યપાંખથી ખરખર રેત ખરે
ઊંચી ડોકે ઊંટ આભનો
                           તડકો ચરે.

પગલાંમાં પડછાયા તફડે
પેટભરેલું પાણી ખખડે
બળી ગયેલા કાગળ જેવું બરડ
પવનની ચપટીમાં ચોળાઈ
મેશ થૈ આભ
                           આંખથી દદડે.

         રણદ્વીપોનાં લીલાં છોગાં
                  મૃગજળ ઉપર તરે.

ક્યાં છે હરણ?
ક્યાં છે પેલું બદામરંગી મરણ?
ઊંચીનીચી ઊંટગતિનાં મોજાં ઉપર મોજાં
ઊછળે
ઢળે.

(ક્ષણોમાં જીવું છું, પૃ. ૧૫૮)