અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયન્ત પાઠક/ઘેર પાછો ફરું છું: Difference between revisions
HardikSoni (talk | contribs) (Created page with "<poem> ચાલું છું તો પડતી પગલી ધૂળમાં ન્હાનલી શી, બોલું છું તો પડત પડઘા બ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|ઘેર પાછો ફરું છું|જયન્ત પાઠક}} | |||
<poem> | <poem> | ||
ચાલું છું તો પડતી પગલી ધૂળમાં ન્હાનલી શી, | ચાલું છું તો પડતી પગલી ધૂળમાં ન્હાનલી શી, | ||
Line 17: | Line 19: | ||
{{Right|(બે અક્ષર આનન્દના, ૧૯૯૨, પૃ. ૩૮)}} | {{Right|(બે અક્ષર આનન્દના, ૧૯૯૨, પૃ. ૩૮)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = અંધારા અજવાળાં | |||
|next =વૃદ્ધ દંપતી | |||
}} |
Latest revision as of 10:53, 21 October 2021
ઘેર પાછો ફરું છું
જયન્ત પાઠક
ચાલું છું તો પડતી પગલી ધૂળમાં ન્હાનલી શી,
બોલું છું તો પડત પડઘા બોલીના કાલી કાલી;
ચારે બાજુ નજર કરું છું : આંખમાં છાય લાલી
પ્હેલીવ્હેલી અચરજ તણી ઊઘડેલી ઉષાની!
લલ્કારું છું ગીત, ભીતરથી એક ઝીણી સિસોટી
વાગે, જાગે અલસ વનને છાંય સૂતી પરીઓ;
લંબાવું છું કર : લઘુક થૈ ચાટતા ભીની માટી
ચાલુ સડ્કે : દીસતી ધૂળમાં ઊપડેલી ખરીઓ!
આ તે કેવો અનુભવ! બધું બે જણાતું અહીં આ
ભોમે; જૂનું નવું અતીત ને આજનું એકસાથે!
થોડો જાણે સમય પથમાં ચાલી પાછો ફરે છે;
એકાવસ્થા થકી અવરમાં આવજાઓ કરે છે!
લાગે સાથે સમયની હુંયે આવજાઓ કરું છું :
ચાલું થોડે દૂર લગી, વળી ઘેર પાછો ફરું છું.
(બે અક્ષર આનન્દના, ૧૯૯૨, પૃ. ૩૮)