ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/‘સંક્ષિપ્ત ગુજરાતી કાદંબરી કથાનક’ :: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''‘સંક્ષિપ્ત ગુજરાતી કાદંબરી કથાનક’'''</span> : અકબરના સમકાલીન ને ભાનુચંદ્રના શિષ્ય સિદ્ધિચંદ્રગણિની આ ગદ્યકૃતિ(મુ.) ગુજરાતીની વિશિષ્ટ રચના છે. બાણની સંસ્કૃત ‘કાદ...")
 
No edit summary
 
Line 8: Line 8:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = સહદેવ-૧
|next =  
|next = સંગ્રામસિંહ-૧
}}
}}

Latest revision as of 11:59, 21 September 2022


‘સંક્ષિપ્ત ગુજરાતી કાદંબરી કથાનક’ : અકબરના સમકાલીન ને ભાનુચંદ્રના શિષ્ય સિદ્ધિચંદ્રગણિની આ ગદ્યકૃતિ(મુ.) ગુજરાતીની વિશિષ્ટ રચના છે. બાણની સંસ્કૃત ‘કાદંબરી’ની મુખ્ય કથા શું છે એ સામાન્ય જન સમજી શકે એ હેતુથી એમણે આ સંક્ષેપ ગદ્યાનુવાદ કર્યો છે. એ રીતે એને ‘બાલકાદંબરી’ તરીકે ઓળખાવી શકાય. કૃતિ એની સરળ ને પ્રવાહી ભાષાથી તો ધ્યાન ખેંચે છે, પરંતુ તે સમયના ગુજરાતી ગદ્યને જાણવા માટે પણ મહત્ત્વની છે. [જ.ગા.]