અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મકરન્દ દવે/હવેલી પાછળ નમતો ચાંદ: Difference between revisions
HardikSoni (talk | contribs) (Created page with "<poem> હવેલીની પાછળ નમ્યો ચાંદ કેરો પરેશાન, ગમગીન, પીળો ચહેરો. ઝરણ પર વહ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|હવેલી પાછળ નમતો ચાંદ| મકરન્દ દવે}} | |||
<poem> | <poem> | ||
હવેલીની પાછળ નમ્યો ચાંદ કેરો | હવેલીની પાછળ નમ્યો ચાંદ કેરો | ||
Line 45: | Line 47: | ||
{{Right|૨-૩-’૫૩}} | {{Right|૨-૩-’૫૩}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મકરન્દ દવે/વળતા આજ્યો | વળતા આજ્યો]] | માધવ, વળતા આજ્યો હો!]] | |||
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મકરન્દ દવે/સપનાં સપનાં | સપનાં સપનાં]] | રે! ખાલી સપનાં સપનાં : ]] | |||
}} |
Latest revision as of 11:23, 21 October 2021
મકરન્દ દવે
હવેલીની પાછળ નમ્યો ચાંદ કેરો
પરેશાન, ગમગીન, પીળો ચહેરો.
ઝરણ પર વહેતી
એ રંગીન રમણા!
ખીલ્યાં પોયણાં સંગ
સોહાગ-સમણાં!
અને લોચનોની શમી આજ કેવી
મદીલી છતાં મૂક લજ્જાળુ લહેરો!
હવેલીની પાછળ નમ્યો ચાંદ કેરો
પરેશાન, ગમગીન, પીળો ચહેરો.
વિષાદી જો વાદળમાં
એ મુખ લપાતું,
અમારું ત્યાં કેવું
કલેજું કપાતું!
હવે તો પડ્યો રાહુથી પણ ભયાનક,
શું પૃથ્વી પરેનો આ પડછાયો ઘેરો?
હવેલીની પાછળ નમ્યો ચાંદ કેરો
પરેશાન, ગમગીન, પીળો ચહેરો.
હશે ઇન્દ્રપુરની
નવોઢા એ નારી?
હશે લાડલી
દેવ કેરી દુલારી?
પિતા! પૂછતી આજ આંખો નિમાણી :
તમારાં રતન રોળવા શું ઉઝેરો?
હવેલીની પાછળ નમ્યો ચાંદ કેરો
પરેશાન, ગમગીન, પીળો ચહેરો.
અજાણ્યા ઝરૂખે
સલૂણી, સુહાની
ભર્યા જોબને આ
ઢળી જિંદગાની:
અરે, મુક્ત આકાશી પંખીને પીંખે
શિકારીનો પાષાણી પંજો નમેરો!
હવેલીની પાછળ નમ્યો ચાંદ કેરો
પરેશાન, ગમગીન, પીળો ચહેરો.
૨-૩-’૫૩