ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુંદરજી-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સુંદરજી-૨'''</span> [ઈ.૧૭૪૦માં હયાત] : મૂળ અમદાવાદી વડનગરા અભ્યંતર જ્ઞાતિના નાગર અને વડોદરાના વતની. પિતાનું નામ વિષ્ણુદેવ. કુળપરંપરામાંથી મળેલો વિદ્યાવ્યાસંગનો વા...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = સુંદરજી_ગણિ-૧
|next =  
|next = સુંદરબાઈ
}}
}}

Latest revision as of 12:31, 22 September 2022


સુંદરજી-૨ [ઈ.૧૭૪૦માં હયાત] : મૂળ અમદાવાદી વડનગરા અભ્યંતર જ્ઞાતિના નાગર અને વડોદરાના વતની. પિતાનું નામ વિષ્ણુદેવ. કુળપરંપરામાંથી મળેલો વિદ્યાવ્યાસંગનો વારસો, એટલે સંસ્કૃતના સારા જ્ઞાતા. ૩૮ મીઠાં (કડવાં)માં રચાયેલી ‘સિંહાસન-બત્રીસી’ (ર.ઈ.૧૭૪૦/સં.૧૭૯૬, આસો વદ ૮, ગુરુવાર) એ એમની એકમાત્ર કૃતિ ઉપલબ્ધ થાય છે. પ્રાસઅનુપ્રાસ, અર્થના અલંકારોવાળી પ્રૌઢ શૈલીથી કાવ્ય ધ્યાન ખેંચે છે. સંદર્ભ : ૧. કવિચરિત : ૩;  ૨. ગૂહાયાદી; ૩. ડિકૅટલૉગબીજે.[ચ.શે.]