અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મકરન્દ દવે/અનહદ સાથે નેહ: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> મારો અનહદ સાથે નેહ! {{space}}મુને મળ્યું ગગનમાં ગેહ. ખરી પડે તો ફૂલ ન ચ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|અનહદ સાથે નેહ| મકરન્દ દવે}} | |||
<poem> | <poem> | ||
મારો અનહદ સાથે નેહ! | મારો અનહદ સાથે નેહ! | ||
Line 28: | Line 30: | ||
{{Right|(સૂરજમુખી, ૧૯૬૧, પૃ. ૧૩૧)}} | {{Right|(સૂરજમુખી, ૧૯૬૧, પૃ. ૧૩૧)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = ફોરમ | |||
|next = ગમતાંનો કરીએ ગુલાલ | |||
}} |
Latest revision as of 11:33, 21 October 2021
અનહદ સાથે નેહ
મકરન્દ દવે
મારો અનહદ સાથે નેહ!
મુને મળ્યું ગગનમાં ગેહ.
ખરી પડે તો ફૂલ ન ચૂંટું,
મરી મટે તો મીત;
મનસા મારી સદા સુહાગણ
પાતી અમરત પ્રીત :
અનંત જુગમાં નહીં અમારે
એક ઘડીનો વ્રેહ!
મુને મળ્યું ગગનમાં ગેહ.
ચારે સીમ પડી’તી સૂની
માથે તીખો તાપ;
મેઘરવા મુને હરિ મળ્યા ત્યાં
અઢળક આપોઆપ!
મીટ્યુંમાં વરસ્યો મોતીડે
મધરો મધરો મેહ!
મુને મળ્યું ગગનમાં ગેહ.
સતનાં મેલી રંગ સોગઠાં
ખેલું નિત ચોપાટ,
જીવણને જીતી લીધા મેં
જનમ જનમને ઘાટ;
ભેદ ન જાણે ભોળી દુનિયા
ખોટી ખડકે ચેહ!
મુને મળ્યું ગગનમાં ગેહ.
(સૂરજમુખી, ૧૯૬૧, પૃ. ૧૩૧)