અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નિરંજન ભગત/પારેવાં: Difference between revisions

(Created page with "<poem> ઝૂકી ઝૂકી આભથી સારા ઝીંકાતી આષાઢધારા, ઝીલે છે નેહથી એને ઘરનાં ને...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|પારેવાં|નિરંજન ભગત}}
<poem>
<poem>
ઝૂકી ઝૂકી આભથી સારા
ઝૂકી ઝૂકી આભથી સારા
Line 30: Line 32:
{{Right|(છંદોલય, પૃ. ૪૭)}}
{{Right|(છંદોલય, પૃ. ૪૭)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દીપક બારડોલીકર/હું એકલો નથી | હું એકલો નથી]]  | દિલ છે દરદ છે પ્યાસ છે હું એકલો નથી ]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નિરંજન ભગત/ઘડીક સંગ  | ઘડીક સંગ ]]  | કાળની કેડીએ ઘડીક સંગ, રે ભાઈ, આપણો ઘડીક સંગ ]]
}}

Latest revision as of 11:55, 21 October 2021

પારેવાં

નિરંજન ભગત

ઝૂકી ઝૂકી આભથી સારા
ઝીંકાતી આષાઢધારા,
ઝીલે છે નેહથી એને ઘરનાં નેવાં;
નીચે એક નીડમાં હાંફે નમણાં ને નિર્દોષ પારેવાં!
જ્યારે ઝૂકી આભથી સારા
ઝીંકાતી આષાઢધારા.

જલભીંજેલી શિથિલ પાંખો
શીત સમીરે કેટલું ધ્રૂજે,
જાણે કોઈ દીપક બૂઝે
એમ એ રાતા રંગની આંખો
પરે વળી વળી પોપચાં ઢળે,
ડોલતી એવી ડોકનોયે શો ગર્વ ગળે!
ક્યારેય એમની કશીય ના હલચલ,
એવું શું સાંકડું લાગે સ્થલ?
નાનેરું તોય સમાવે એવડું તો છે નીડ,
ભીંસે છે તોય શી એવી ભીડ?

પાંખ પસારી સ્હેલનારાંનું
આકાશે ટ્હેલનારાનું
મૂંઝાતું મન કેમે અહીં માનતું નથી!
આખાયે આભને લાવી મેલવું શેમાં?
નાનેરું નીડ છે એમાં?
એની આ વેદના શું એ જાણતું નથી?
એથી એના દુઃખને નથી ક્યાંય રે આરા!
ઝીંકાતી જોરથી જ્યારે આષાઢધારા
ઝૂકી ઝૂકી આભથી સારા!

(છંદોલય, પૃ. ૪૭)