સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુન્દરમ્/હંકારી જા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 1: Line 1:
<poem>
<poem>
મારી બંસીમાં બોલ બે વગાડી તું જા,
મારી બંસીમાં બોલ બે વગાડી તું જા,
મારી વીણાની વાણી જગાડી તું જા.
મારી વીણાની વાણી જગાડી તું જા.

Latest revision as of 12:33, 29 September 2022



મારી બંસીમાં બોલ બે વગાડી તું જા,
મારી વીણાની વાણી જગાડી તું જા.

ઝંઝાનાં ઝાંઝરને પહેરી પધાર પિયા,
કાનનાં કમાડ મારાં ઢંઢોળી જા;
પોઢેલી પાંપણના પડદા ઉપાડી જરા
સોનેરી સોણલું બતાડી તું જા.

સૂની સરિતાને તીર પહેરી પીતાંબરી,
દિલનો દડૂલો રમાડી તું જા;
ભૂખી શબરીનાં બોર બેએક આરોગી,
જનમભૂખીને જમાડી તું જા.

ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા,
સાગરની સેરે ઉતારી તું જા;
મનના માલિક, તારી મોજના હલેસે
ફાવે ત્યાં એને હંકારી તું જા.
[‘વસુધા’ પુસ્તક: ૧૯૩૯]