રાણો પ્રતાપ/ત્રીજો પ્રવેશ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પહેલો પ્રવેશ|'''ત્રીજો પ્રવેશ'''}} {{Space}}સ્થળ : બાદશાહના રાજકવિ પૃથ્વીરાજનું ઘર. સમય : પ્રભાત. {{center block|title=| {{Space}}[પ્રભાત. પૃથ્વીરાજ અને બાદશાહના બીજા ઉમરાવો — મારવાડ, અંબર, ગ્વાલિયર અને...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(2 intermediate revisions by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading|ત્રીજો પ્રવેશ|'''અંક પહેલો'''}} | ||
{{Space}}સ્થળ : બાદશાહના રાજકવિ પૃથ્વીરાજનું ઘર. સમય : પ્રભાત. | {{Space}}સ્થળ : બાદશાહના રાજકવિ પૃથ્વીરાજનું ઘર. સમય : પ્રભાત. | ||
{{ | |||
{{Space}}[પ્રભાત. પૃથ્વીરાજ અને બાદશાહના બીજા ઉમરાવો — મારવાડ, અંબર, ગ્વાલિયર અને ચંદેરીના રાજાઓ તકિયા — પર પડ્યા છે.] | {{Space}}{{Space}}{{Space}}[પ્રભાત. પૃથ્વીરાજ અને બાદશાહના બીજા ઉમરાવો — મારવાડ, અંબર, <br> | ||
{{Space}}{{Space}}{{Space}}ગ્વાલિયર અને ચંદેરીના રાજાઓ તકિયા — પર પડ્યા છે.] | |||
}} | }} | ||
Line 101: | Line 102: | ||
|ચાલો. | |ચાલો. | ||
}} | }} | ||
[એ પણ ઊઠે છે.] | {{Right|[એ પણ ઊઠે છે.]}} | ||
{{Ps | {{Ps | ||
|અંબરરાજ : | |અંબરરાજ : | ||
Line 114: | Line 115: | ||
|અરે, એ તો રીતસર બેવકૂફી જ છે. | |અરે, એ તો રીતસર બેવકૂફી જ છે. | ||
}} | }} | ||
[બધા જાય છે.] | {{Right|[બધા જાય છે.]}} | ||
{{Ps | {{Ps | ||
|પૃથ્વી : | |પૃથ્વી : | ||
|આ બધામાં મારવાડરાજ બહુ સમજણો લાગે છે. કવિતાની કદર તો એને એકને જ છે. હવે એક નવી કવિતા રચવી પડશે. વિષય રાખશું ‘વિદાયચુંબન.’ કયા રાગમાં ઉતારશું? કવિતા લખવામાં રાગ નક્કી કરવો એ બહુ કઠણ કામ છે. રાગ ઉપર તો કવિતાની અરધી ખૂબીનો આધાર છે. | |આ બધામાં મારવાડરાજ બહુ સમજણો લાગે છે. કવિતાની કદર તો એને એકને જ છે. હવે એક નવી કવિતા રચવી પડશે. વિષય રાખશું ‘વિદાયચુંબન.’ કયા રાગમાં ઉતારશું? કવિતા લખવામાં રાગ નક્કી કરવો એ બહુ કઠણ કામ છે. રાગ ઉપર તો કવિતાની અરધી ખૂબીનો આધાર છે. | ||
}} | }} | ||
[પૃથ્વીરાજની પત્ની જોશીબાઈ આવે છે.] | {{Right|[પૃથ્વીરાજની પત્ની જોશીબાઈ આવે છે.]}} | ||
{{Ps | {{Ps | ||
|પૃથ્વી : | |પૃથ્વી : | ||
Line 204: | Line 205: | ||
|જોશી, કૃપા કરીને તું રણવાસમાં ચાલી જા. તારી વાક્ચાતુરી બહુ વધવા માંડી છે. હવે એ વાતોની વરાળ મારાં માથામાં સમાતી નથી. માથું ફાટફાટ થાય છે. પહેલાં તો તું બોલી છે તેટલું મને હજમ કરી લેવા દે; પછી નવું બોલજે. જાઓ, સિધાવો! | |જોશી, કૃપા કરીને તું રણવાસમાં ચાલી જા. તારી વાક્ચાતુરી બહુ વધવા માંડી છે. હવે એ વાતોની વરાળ મારાં માથામાં સમાતી નથી. માથું ફાટફાટ થાય છે. પહેલાં તો તું બોલી છે તેટલું મને હજમ કરી લેવા દે; પછી નવું બોલજે. જાઓ, સિધાવો! | ||
}} | }} | ||
[જોશી ચુપચાપ ચાલી જાય છે.] | {{Right|[જોશી ચુપચાપ ચાલી જાય છે.]}} | ||
{{Ps | {{Ps | ||
|પૃથ્વી : | |પૃથ્વી : | ||
|સત્યાનાશ! મારે તો હાર કબૂલ કરવી પડી. શી રીતે એને જીતવી? મારું તો બધુંય પરખાઈ ગયું. એક તો બાયડીની ચતુર જાત, એમાં વળી જોશી જેવી ભણેલગણેલ સ્ત્રી : એ શી રીતે જિતાય? આટલા ખાતર જ હું બાયડીની જાતને વિશેષ ભણાવવા-ગણાવવાની વિરુદ્ધ છું ને! મારી આબરૂના તો કાંકરા જ થઈ ગયા. | |સત્યાનાશ! મારે તો હાર કબૂલ કરવી પડી. શી રીતે એને જીતવી? મારું તો બધુંય પરખાઈ ગયું. એક તો બાયડીની ચતુર જાત, એમાં વળી જોશી જેવી ભણેલગણેલ સ્ત્રી : એ શી રીતે જિતાય? આટલા ખાતર જ હું બાયડીની જાતને વિશેષ ભણાવવા-ગણાવવાની વિરુદ્ધ છું ને! મારી આબરૂના તો કાંકરા જ થઈ ગયા. | ||
}} | }} |
Latest revision as of 10:19, 8 October 2022
ત્રીજો પ્રવેશ
અંક પહેલો
સ્થળ : બાદશાહના રાજકવિ પૃથ્વીરાજનું ઘર. સમય : પ્રભાત.
[પ્રભાત. પૃથ્વીરાજ અને બાદશાહના બીજા ઉમરાવો — મારવાડ, અંબર,
ગ્વાલિયર અને ચંદેરીના રાજાઓ તકિયા — પર પડ્યા છે.]
}}
મારવાડરાજ : | કાં પૃથ્વી! દોસ્ત, વાંચ તારી એ કવિતા. અંબર, પૃથ્વીએ ભારે ફાંકડી કવિતા જોડી છે ભારે ફાંકડી. |
અંબરરાજ : | અરે ભાઈ! માથું શા માટે પકવો છો? કવિતા-ફવિતા ઘેર ગઈ; એના કરતાં કચેરીની બે-ચાર વિનોદ-વાર્તા થવા દોને, દોસ્તો! |
મારવાડરાજ : | અરે, સાંભળો તો ખરા! કવિતાનું જેવું ફાંકડું નામ, તેવા જ ફાંકડા એના ભાવ; અને ભાઈ, એવો જ ફાંકડો છંદ. |
ચંદેરીરાજ : | શું નામ? |
પૃથ્વીરાજ : | ‘પ્રથમ ચુંબન.’ |
ચંદેરીરાજ : | ખાસ્સું! નામ તો ઠીક રસભર્યું હાથ આવી ગયું છે. બહુ સારું, ચલાવો! |
અંબરરાજ : | અરે પણ ‘પ્રથમ ચુંબન’ ઉપર તે કવિતા કરી શકાય કદી? |
પૃથ્વીરાજ : | કેમ નહિ? |
મારવાડરાજ : | પણ અત્યારે કવિતા જ સાંભળો ને? આટલી દલીલો કરો છો તેટલી વારમાં તો કવિતા બોલાઈ રહી હોત. |
અંબરરાજ : | હવે યાર, મૂકોને પડતી તમારી કવિતા. બોલ, પૃથ્વી, કચેરીના શા નવીન છે? |
પૃથ્વીરાજ : | બીજા તો શા નવીન? નવીનમાં તો રાણા પ્રતાપસિંહનું યુદ્ધ. |
અંબરરાજ : | પ્રતાપસિંહ અકબરની સાથે યુદ્ધ કરે એ સંભવિત જ નથી. સંભવિત હોય તો અમે જ યુદ્ધ ન લડત? |
ગ્વાલિયરરાજ : | હાસ્તો. સંભવ હોત તો અમે કાંઈ લડ્યા વિના રહેત? |
ચંદેરીરાજ : | બરાબર છે? |
મારવાડરાજ : | [પૃથ્વીરાજની કવિતા વાંચે છે] ‘नव विकसितकुसुमितवनपल्लवे’ — વાહ! વાહ! પૃથ્વી! ફાંકડી કવિતા, જીત્તો રે’, દોસડા! |
અંબરરાજ : | હવે દેખ્યો પ્રતાપને! છે તો ફક્ત એક મેવાડનો રાણોને? |
ગ્વાલિયરરાજ : | એક ભૂખડી રાજ્ય! એનો એ રાજા! |
ચંદેરીરાજ : | અને રાજાયે ભારે! એનો મુખ્ય કિલ્લો ચિતોડ તો મોગલોને હાથ પડ્યો છે! |
મારવાડરાજ : | ભાઈને જરા બહાદુરી બતાવવાનો તૉર ચડ્યા છે. બીજું શું? |
પૃથ્વી : | હા, હમણાં પ્રતાપસિંહે જરા વધુ મિજાજ કરવા માંડેલ છે. હાલમાં એણે ફરી પાછાં મોગલ-સૈન્યને હલ્લો કરી કાપી નાખ્યાં. |
અંબરરાજ : | મગજમાં ખૂબ ખુમારી ભરી છે. હમણાં જ એ ખુમારીના ચૂરા થઈ જવાના. |
ચંદેરીરાજ : | ચાલો, ઊઠો, વળી પાછા હમણાં જ કચેરીમાં હાજર થવું જોશે. [ઊઠે છે.] |
મારવાડરાજ : | ચાલો. |
[એ પણ ઊઠે છે.]
અંબરરાજ : | હું તો કહું છું કે આ બધી પ્રતાપની રીતસરની હઠીલાઈ જ છે. |
મારવાડરાજ : | હું કહું છું કે એ એની રીતસર ગાંડાઈ જ છે. |
ચંદેરીરાજ : | અરે, એ તો રીતસર બેવકૂફી જ છે. |
[બધા જાય છે.]
પૃથ્વી : | આ બધામાં મારવાડરાજ બહુ સમજણો લાગે છે. કવિતાની કદર તો એને એકને જ છે. હવે એક નવી કવિતા રચવી પડશે. વિષય રાખશું ‘વિદાયચુંબન.’ કયા રાગમાં ઉતારશું? કવિતા લખવામાં રાગ નક્કી કરવો એ બહુ કઠણ કામ છે. રાગ ઉપર તો કવિતાની અરધી ખૂબીનો આધાર છે. |
[પૃથ્વીરાજની પત્ની જોશીબાઈ આવે છે.]
પૃથ્વી : | અરે, અરે, જોશી! તારાથી બહાર અવાય? |
જોશી : | આજ શું તમે દરબારમાં જવાના છો? |
પૃથ્વી : | ત્યારે નહિ? આજ તો બાદશાહનો જન્મદિવસ છે, અને મારો મોભો પણ કાંઈ જેવોતેવો નથી. હું કોણ? ગમે તેમ તોય મહારાજાધિરાજ ભારત-શહેનશાહ પાદશાહ અકબરનો સભાકવિ. અબુલ ફઝલની પહેલી ખુરસી, અને બંદાની પડે છે બીજી. ખબર છે? |
જોશી : | હાય રે! એમાં પણ અભિમાન? શરમાઈને મોં નીચું ઢાળવું જોઈએ એમાં પણ મગરૂબી? |
પૃથ્વી : | તારો કરુણ રસ તો છલકાઈ પડ્યો, હો જોશી! સમ્રાટ અકબર કેટલો મોટો છે તે તું જાણે છે? आसमुद्रक्षितीशानां — સમજી? આખો ભરતખંડ એના ચરણ તળે પડ્યો છે. |
જોશી : | ફિટકાર હોજો! એવું બોલતાં ભોંઠા ન પડ્યા? એવું બોલતાં બોલતાં શરમથી ને તિરસ્કારથી જીભ કચરાઈ ન ગઈ? આટલી બધી અધોગતિ? ના, ઠાકોર! આખું આર્યાવર્ત હજુ અકબરના ચરણતળે નથી આવ્યું. હજી તો આર્યાવર્તમાં પ્રતાપ બેઠો છે. હજી એક એવો નર જીવે છે કે જે ગુલામીના વિલાસની સામેય ન જુએ, અને પાદશાહના આદરમાનને ઠોકરે મારે. |
પૃથ્વી : | ખરી વાત, જોશી! કવિતા લખવામાં આ ભાવ બહુ સુંદર લાગે. એને તો ઉપમા પણ આપી શકાય. દાખલા તરીકે, જાણે મહાસાગરના પ્રચંડ જલપ્રલયની અંદર, બસ, ગામેગામ અને નગરેનગર બધાં બોળાઈ ગયાં છે; વચ્ચે અડગ ખડું છે એક દૂર દૂરનું પર્વત-શિખર! ખરું કહું તો મેં તો મહાસાગર પણ નથી જોયો, અને જલપ્રલય પણ નથી જોયો, હો! તારા સોગંદ! |
જોશી : | રાજમહેલ છોડીને સ્વેચ્છાથી પર્ણકૂટીમાં જઈ વસવું, ખાખરાનાં પાનમાં ખાવું, તરણાંની પથારીએ સૂવું ચિતોડગઢ જ્યાં સુધી ન જીતાય ત્યાં સુધી પોતાની મરજીથી લીધેલું આવું આકરું વ્રત! એ કેવું મહાન! કેવું ઊંચું! કેવું મહિમાવંતું! |
પૃથ્વી : | કવિત્વની દૃષ્ટિએ જો જોઈએ, તો ખરેખર એ ભારી સુંદર ભાવ ગણાય. અને મેં જે ઉપમા દીધી એની સાથે તો બરાબર મેળ મળી જાય. બાકી, સંસારની દૃષ્ટિએ તો એ બધું સમજ્યા જેવું! |
જોશી : | કેમ? શી મુશ્કેલી લાગી? |
પૃથ્વી : | ગરીબીમાં વૈભવની વાત જ ક્યાં કરવી! ઉપરાંત, જરૂર જોઈતી ચીજોનાં પણ સાંસાં પડે; શિયાળામાં કડકડતી ટાઢ વાય, ભૂખ્યા થઈએ ને અનાજ ન મળે એટલે પેટમાં ગલૂડાં બોલે! વળી સંસાર છે, માણસને કોઈક દિવસ કાંઈક ખરચ કરવાનુંયે મન થાય, તો ખિસ્સાં ખાલી! એમાં વળી બાળબચ્ચાંની વેજા વળગે, દિવસરાત એ બધાં ટેં ટેં કર્યા કરે! આથી વધુ મુશ્કેલી તે શી હોય? |
જોશી : | એ ઠાકોર! જેણે અંતરની વેદનાથી વ્રત લીધાં હોય, એને ગરીબી આટલી આકરી ન લાગે. એવી ગરીબીમાં તો એને એવી મહત્તા ને એવી સુંદરતા દેખાય કે જે સુંદરતા કોઈ રાજાના રાજમુગટમાંયે ન મળે, પાદશાહોની પાદશાહીમાં પણ ન સાંપડે! મન જેનાં મોટાં હોય એને ગરીબીની બીક ન લાગે, નાથ! એને તો ગરીબી વહાલી લાગે; એ તો ગરીબીમાં માથું નીચું ન ઢાળે, ઊંચું ઉઠાવે; એનાં તેજ ગરીબીમાં ઝાંખાં ન પડે; એ તો અધિકાં ઝળહળી ઊઠે. |
પૃથ્વી : | જો, જોશી, કવિતાના પ્રદેશની બહાર ગરીબી કોઈને સુંદર લાગી હોય એવો ભાગ્યશાળી તો મેં હજુ સુધી કોઈ જોયો નથી. |
જોશી : | ત્યારે બુદ્ધ ભગવાન રાજપાટ મેલીને સંન્યાસી થઈ ચાલ્યા ગયા, એ શી રીતે? |
પૃથ્વી : | ચોખ્ખી બેવકૂફીની રીતે! પોતાને ઘરબાર ન હોય અને માણસ રસ્તે ઊભો ઊભો વરસાદમાં પલળતો હોય, એ તો જાણે કે સમજી શકાય. પણ ઘરબાર હોવા છતાંયે જ કોઈ એમ જ ભીંજાતો હોય, તો જાણવું કે એનું મગજ બગડી ગયું છે, એને કોઈ વૈદની કાળી જરૂર છે. |
જોશી : | એવી બેવકૂફીને જ જગતમાં ધન્ય છે, સ્વામી! મહાન બનવામાં તો ત્યાગ જોઈએ. |
પૃથ્વી : | મહાન બનવું હોય તો ત્યાગ કરવો જોઈએ. પણ મારે એવા મહાન બનવું જ નથી ને! |
જોશી : | ઠાકોર! મહાન બનવું એ તમારા જેવા વિલાસીનું કામ જ નથી. એ મને ખબર છે. |
પૃથ્વી : | સાંભળ, જોશી! પહેલી વાત તો એ કે સ્ત્રી-જાતિ આવી સંસ્કારી ભાષામાં વાત કરે એનો અર્થ ‘વાત વંઠી’. ઉપરાંત, જો સ્ત્રી ઊઠીને આવી રીતે ન્યાયશાસ્ત્રીની માફક દલીલો ચલાવવા બેસે, તો અમારે પુરુષોએ દેશ છોડીને નાસવું જ પડે. |
જોશી : | મૂઠી અનાજ ખાઈને ઊંઘ્યા કરવું, એ તો કૂતરાં-બિલાડાં પણ કરે છે; પણ કોઈ પરાયાને કાજે જો ત્યાગ ન કરાય, પોતાની જનેતાનું સન્માન સાચવવા તમારાથી એક આંગળીયે ઊંચી ન થાય, તો પછી તમારી અને બીજાં પ્રાણીની વચ્ચે તફાવત શો? |
પૃથ્વી : | જોશી, કૃપા કરીને તું રણવાસમાં ચાલી જા. તારી વાક્ચાતુરી બહુ વધવા માંડી છે. હવે એ વાતોની વરાળ મારાં માથામાં સમાતી નથી. માથું ફાટફાટ થાય છે. પહેલાં તો તું બોલી છે તેટલું મને હજમ કરી લેવા દે; પછી નવું બોલજે. જાઓ, સિધાવો! |
[જોશી ચુપચાપ ચાલી જાય છે.]
પૃથ્વી : | સત્યાનાશ! મારે તો હાર કબૂલ કરવી પડી. શી રીતે એને જીતવી? મારું તો બધુંય પરખાઈ ગયું. એક તો બાયડીની ચતુર જાત, એમાં વળી જોશી જેવી ભણેલગણેલ સ્ત્રી : એ શી રીતે જિતાય? આટલા ખાતર જ હું બાયડીની જાતને વિશેષ ભણાવવા-ગણાવવાની વિરુદ્ધ છું ને! મારી આબરૂના તો કાંકરા જ થઈ ગયા. |