વસુધા/અહીં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|અહીં|}} <poem> શશીની જ્યોસ્નાની મબલખ મચી છે શું રમણા! ઃ-દિશાઓને આછા સ્મિતથી સજતી ફુલ્લવદના અહીં સૂનાં માંડે ચરણ અમ કારાગૃહ વિષે દિવાલે ને દ્વારે ધવલગિરિનું હાસ લઈને છવાઈ બેઠી એ...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
 
(One intermediate revision by one other user not shown)
Line 3: Line 3:


<poem>
<poem>
શશીની જ્યોસ્નાની મબલખ મચી છે શું રમણા!
શશીની જ્યોત્સ્નાની મબલખ મચી છે શું રમણા!
-દિશાઓને આછા સ્મિતથી સજતી ફુલ્લવદના
:-દિશાઓને આછા સ્મિતથી સજતી ફુલ્લવદના
અહીં સૂનાં માંડે ચરણ અમ કારાગૃહ વિષે
અહીં સૂનાં માંડે ચરણ અમ કારાગૃહ વિષે
દિવાલે ને દ્વારે ધવલગિરિનું હાસ લઈને
દિવાલે ને દ્વારે ધવલગિરિનું હાસ લઈને
Line 13: Line 13:


અહીં શોભે હાવાં દિલદિલતણું મુક્ત ભમવાં,
અહીં શોભે હાવાં દિલદિલતણું મુક્ત ભમવાં,
લટાર લેવાવી કરકર ભીડી, જીવનતણી ૧૦
લટારો લેવાવી કરકર ભીડી, જીવનતણી ૧૦
ઉકેલી પીવી સૌ સુખદુખકથા, ને ઉછળતા
ઉકેલી પીવી સૌ સુખદુખકથા, ને ઉછળતા
સ્વરે ગાતાંગાતાં ગગનભરી દેવું ઉર રસે.
સ્વરે ગાતાંગાતાં ગગનભરી દેવું ઉર રસે.

Latest revision as of 01:55, 18 June 2023

અહીં

શશીની જ્યોત્સ્નાની મબલખ મચી છે શું રમણા!
-દિશાઓને આછા સ્મિતથી સજતી ફુલ્લવદના
અહીં સૂનાં માંડે ચરણ અમ કારાગૃહ વિષે
દિવાલે ને દ્વારે ધવલગિરિનું હાસ લઈને
છવાઈ બેઠી એ પગથીપગથીએ ઉપવને,
અને પર્ણપર્ણે કુસુમકુસુમે ગેલ કરતી
લપાતી ડોકાયે ઘન તરુણી છાયમહીંથી.
અહો, આછા તેજે બઢતી સુરખી યે તિમિરની!

અહીં શોભે હાવાં દિલદિલતણું મુક્ત ભમવાં,
લટારો લેવાવી કરકર ભીડી, જીવનતણી ૧૦
ઉકેલી પીવી સૌ સુખદુખકથા, ને ઉછળતા
સ્વરે ગાતાંગાતાં ગગનભરી દેવું ઉર રસે.

નહીં, અહીં ભમે છ પોલિસ જ એક ખાખી મહીં,
અને રટત કેટલા જન કર્યા છ કેદી અહીં!