વસુધા/શશી ભૂલ્યો: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 16: | Line 16: | ||
‘આપ ઐશ્વર્યના સ્રષ્ટા.’ ‘તું મારી રિદ્ધિરક્ષિણી.’ | ‘આપ ઐશ્વર્યના સ્રષ્ટા.’ ‘તું મારી રિદ્ધિરક્ષિણી.’ | ||
‘આપથી પ્રાણની વર્ષા.’ ‘તું પૃથ્વી પ્રાણધારિણી | ‘આપથી પ્રાણની વર્ષા.’ ‘તું પૃથ્વી પ્રાણધારિણી.’ ૧૦ | ||
:અને એવાએવા કંઈ લવલવાટે ગઈ નિશા | |||
:સુતેલાં પ્રેમીની, પ્રણયભરતી ત્યાં ઉછળતી, | |||
:મહા મીઠી મોંઘી જગતસરણી બીજ ગ્રહતી: | |||
:અદેખો જોતો એ વિધુર શશી ભૂલ્યો પણ દિશા. | |||
</poem> | </poem> | ||
Latest revision as of 01:55, 24 May 2023
શશી ભૂલ્યો
‘આપના ઉરની હૂંફ.’ ‘મીઠી શીતળતા તવ.’
‘આપના બાહુના બન્ધ.’ ‘તું માળા ફૂલની ઉરે.'
‘આપનું હાસ્ય બેફાટ.’ ‘તે તારાં નેત્રનાચણાં.’
‘આપની મેઘ શી કાયા.’ ‘તું વિદ્યુત સ્વર્ણરંગિણી’
‘આપની ગિરિ શી ઓથ.’ ‘નદી તું મુજ અંકની.’
‘આપના તેજ-અંબાર.’ ‘તું મારી પુણ્યપદ્મિની.’
‘આપના સ્નેહનો ધોધ.’ ‘તું મારાં ફીણની છટા.’
‘આપ તો માતરિશ્વા શા.’ ‘તું સુગન્ધ ધરાતણી.’
‘આપ ઐશ્વર્યના સ્રષ્ટા.’ ‘તું મારી રિદ્ધિરક્ષિણી.’
‘આપથી પ્રાણની વર્ષા.’ ‘તું પૃથ્વી પ્રાણધારિણી.’ ૧૦
અને એવાએવા કંઈ લવલવાટે ગઈ નિશા
સુતેલાં પ્રેમીની, પ્રણયભરતી ત્યાં ઉછળતી,
મહા મીઠી મોંઘી જગતસરણી બીજ ગ્રહતી:
અદેખો જોતો એ વિધુર શશી ભૂલ્યો પણ દિશા.