ખારાં ઝરણ/શહેરશેરીનેશ્વાન: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|શહેર, શેરી ને શ્વાન|}} <poem> <center>શહેર</center> આ દરિદ્રી જણ નથી, આ શહેર છે, ફાટલું પ્હેરણ નથી, આ શહેર છે. સાવ અધ્ધર, શ્વાસની આદત પડે, ગીધ ચકરામણ નથી, આ શહેર છે. ચાલવામાં માત્ર પડછાયા હતા, એથી...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(6 intermediate revisions by the same user not shown) | |||
Line 3: | Line 3: | ||
<poem> | <poem> | ||
<center>શહેર</center> | <center>ત્રણ મુસલસલ ગઝલ</center> | ||
<center>'''શહેર'''</center> | |||
આ દરિદ્રી જણ નથી, આ શહેર છે, | આ દરિદ્રી જણ નથી, આ શહેર છે, | ||
ફાટલું પ્હેરણ નથી, આ શહેર છે. | ફાટલું પ્હેરણ નથી, આ શહેર છે. | ||
Line 19: | Line 20: | ||
જાય એ વળગણ નથી, આ શહેર છે. | જાય એ વળગણ નથી, આ શહેર છે. | ||
<center>શેરી</center> | <center>'''શેરી'''</center> | ||
શહેરની શેરી હતી; | શહેરની શેરી હતી; | ||
સ્તબ્ધતા પહેરી હતી, | સ્તબ્ધતા પહેરી હતી, | ||
Line 35: | Line 36: | ||
દેહની દેરી હતી. | દેહની દેરી હતી. | ||
<center>શ્વાન</center> | <center>'''શ્વાન'''</center> | ||
શહેરની શેરીમાં સૂતો શ્વાન છે, | શહેરની શેરીમાં સૂતો શ્વાન છે, | ||
Line 51: | Line 52: | ||
છેક છેલ્લી ક્ષણ હશે ‘ઈર્શાદ’ની, | છેક છેલ્લી ક્ષણ હશે ‘ઈર્શાદ’ની, | ||
શ્વાન જેવો શ્વાન અંતર્ધાન છે. | શ્વાન જેવો શ્વાન અંતર્ધાન છે. | ||
<center>૨૫-૩-૨૦૦૯</center> | |||
</ | |||
</poem> | </poem> |
Latest revision as of 10:35, 13 October 2022
આ દરિદ્રી જણ નથી, આ શહેર છે,
ફાટલું પ્હેરણ નથી, આ શહેર છે.
સાવ અધ્ધર, શ્વાસની આદત પડે,
ગીધ ચકરામણ નથી, આ શહેર છે.
ચાલવામાં માત્ર પડછાયા હતા,
એથી તો રજકણ નથી; આ શહેર છે.
કાળના સંતાપ શમવાના નથી,
આ ધધખતી ક્ષણ નથી; આ શહેર છે.
ડાકલા વાગ્યા કરે છે રાતદિન,
જાય એ વળગણ નથી, આ શહેર છે.
શહેરની શેરી હતી;
સ્તબ્ધતા પહેરી હતી,
ઊંટ બીજું શું કરે?
રેત ખંખેરી હતી;
સાપની છે કાંચળી,
પણ, ઘણી ઝેરી હતી.
બંધ ઘરની બારીઓ;
દ્રશ્યની વેરી હતી,
તૂટતા એકાંતમાં,
દેહની દેરી હતી.
શહેરની શેરીમાં સૂતો શ્વાન છે,
આંખ ફરકે તોય એનું ધ્યાન છે.
કોઈ ઘરનો સહેજ પડછાયો ખસે,
તો તરત સરવા થનારા કાન છે.
એ પગેરું દાબીને જાણી જશે,
આપના વસવાટનું ક્યાં સ્થાન છે?
ખૂબ લાંબા રાગથી રડતો હતો,
આવતા મૃત્યુનું જાણે જ્ઞાન છે.
છેક છેલ્લી ક્ષણ હશે ‘ઈર્શાદ’ની,
શ્વાન જેવો શ્વાન અંતર્ધાન છે.