સોરઠી બહારવટિયા ભાગ-2/હામીની પસંદગી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|હામીની પસંદગી|}} <poem> ચાવ્યો ચવાણો નહિ, ભાંગ્યો નો ભંગાય, મામદના મુખમાંય, થીઓ કાંકરો કવટાઉત! </poem> {{Poem2Open}} [અન્નના કોળિયામાં જેમ કાંકરો આવી ગયો હોય, એ જેમ ચવાય કે ભંગાય નહિ, અને બહાર ક...")
 
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
[અન્નના કોળિયામાં જેમ કાંકરો આવી ગયો હોય, એ જેમ ચવાય કે ભંગાય નહિ, અને બહાર કાઢવો પડે તેમ કવાટજીનો પુત્ર જેસોજી પણ મામદશા પાદશાહના મુખમાં કાંકરા જેવો થઈ પડ્યો. એના ગરાસનો કોળિયો પાદશાહના મોંમાંથી પાછો નીકળ્યા વિના ઇલાજ નથી.]
'''[અન્નના કોળિયામાં જેમ કાંકરો આવી ગયો હોય, એ જેમ ચવાય કે ભંગાય નહિ, અને બહાર કાઢવો પડે તેમ કવાટજીનો પુત્ર જેસોજી પણ મામદશા પાદશાહના મુખમાં કાંકરા જેવો થઈ પડ્યો. એના ગરાસનો કોળિયો પાદશાહના મોંમાંથી પાછો નીકળ્યા વિના ઇલાજ નથી.]'''
આવતી કાલે સવારે પાદશાહની કચારીમાં બહારવટિયાનું બહારવટું પાર પાડવાનો અવસર છે.
આવતી કાલે સવારે પાદશાહની કચારીમાં બહારવટિયાનું બહારવટું પાર પાડવાનો અવસર છે.
આજ પહેલા પો’રની રાતે બેય ભાઈઓ વેશપલટો કરીને પગપાળા નગરની વાતો સાંભળતા નીકળ્યા છે. ગઢની અંદરની રાંગે રાંગે ચાલ્યા જાય છે. માણસોનો પગરવ ત્યાં થોડો જ છે. એમાં એકાએક વેજોજી બોલી ઊઠ્યો : “જોયું, મોટા ભાઈ! શે’રના માણસને શરમ ન મળે!”
આજ પહેલા પો’રની રાતે બેય ભાઈઓ વેશપલટો કરીને પગપાળા નગરની વાતો સાંભળતા નીકળ્યા છે. ગઢની અંદરની રાંગે રાંગે ચાલ્યા જાય છે. માણસોનો પગરવ ત્યાં થોડો જ છે. એમાં એકાએક વેજોજી બોલી ઊઠ્યો : “જોયું, મોટા ભાઈ! શે’રના માણસને શરમ ન મળે!”

Latest revision as of 11:34, 20 October 2022

હામીની પસંદગી


ચાવ્યો ચવાણો નહિ, ભાંગ્યો નો ભંગાય,
મામદના મુખમાંય, થીઓ કાંકરો કવટાઉત!

[અન્નના કોળિયામાં જેમ કાંકરો આવી ગયો હોય, એ જેમ ચવાય કે ભંગાય નહિ, અને બહાર કાઢવો પડે તેમ કવાટજીનો પુત્ર જેસોજી પણ મામદશા પાદશાહના મુખમાં કાંકરા જેવો થઈ પડ્યો. એના ગરાસનો કોળિયો પાદશાહના મોંમાંથી પાછો નીકળ્યા વિના ઇલાજ નથી.] આવતી કાલે સવારે પાદશાહની કચારીમાં બહારવટિયાનું બહારવટું પાર પાડવાનો અવસર છે. આજ પહેલા પો’રની રાતે બેય ભાઈઓ વેશપલટો કરીને પગપાળા નગરની વાતો સાંભળતા નીકળ્યા છે. ગઢની અંદરની રાંગે રાંગે ચાલ્યા જાય છે. માણસોનો પગરવ ત્યાં થોડો જ છે. એમાં એકાએક વેજોજી બોલી ઊઠ્યો : “જોયું, મોટા ભાઈ! શે’રના માણસને શરમ ન મળે!” “હોય, ભાઈ! બાઈયું તો બિચારી અટાણે જ કળશીએ જવા નીકળી શકે. અને અબળાની જાત! આ રોગું અહરાણ ગાજે એમાં કેટલે આઘે જાય!” “પણ પુરુષ ભાળીને ઊભીયુંયે ન થાય?” “’ચૂપ ચૂપ! સાંભળ! આપણી વાતો થાય છે.” બન્ને જણાએ અંધારે ખૂણે પીઠ દઈ ઊભા રહીને કાન માંડ્યાં. હંસલા મોતી વીણે એમ વેણે વેણ વીણી લીધું. ગઢની રાંગે દિશાએ બેઠેલી વાણિયાણીઓ અરસપરસ આવી વાતો કરતી હતી : “હાશ, દાદાને પરતાપે કાલ્ય બા’રવટિયાનું પાર પડી જાશે!” “હા, બાઈ! ડાકોરને દેવે પાદશાહને સારી મત્ય સુઝાડી. બાર વરસથી રોજ સાંજે દી છતાં દુકાનો વાસવી પડતી!” “પણ પીટ્યો પાદશાહ દગો કરીને પકડી તો નહિ લે ને?” “ના રે! આપણું મા’જન બહારવટિયાનું જામીન થયું છે ને!” “અરે, બાઈ! મા’જનેય શું કરે! ધણીનો કોઈ ધણી છે! મા’જન પાસે ક્યાં ફોજ છે? પાદશાહ તો પકડીને પૂરી દ્યે બહારવટિયાને.” “પૂર્યાં પૂર્યાં! અમારા લાલચંદ શા ને પદમશી ઝવેરી જોયા છે? દગો થયા ભેળી તો આખા અમદાવાદમાં હડતાળ પડાવે, હડતાળ. ત્રણ દી સુધી હીરા, મોતી ને રેશમનાં હાટ જ ઊઘડે નહિ.” “હા, હો! ઈ ખરું. મા’જન હડતાળ પડાવે તો તો ત્રણ દી સુધી રાજને બકાલું, તેલ કે લોટ ક્યાંય લાખ રૂપિયા દેતાંય મળે નહિ. બેગમુંને ફૂલના હારગજરાય ન મળે ને!” “તો તો પાદશાહ બાપુ આવીને મા’જન આગળ હાથ જ જોડે હો, બો’ન! હડતાળ કાંઈ જેવી તેવી વાત છે?” વાતો સાંભળીને બહારવટિયા શ્વાસ લઈ ગયા. “મોટા ભાઈ!” વેજો બોલ્યો, “આ મહાજન આપણા જામીન! પાદશાહ દગો કરશે તો આપણા હામી હડતાળ પાડશે! હાટડાં વાસીને પાછલે બારણેથી વેપાર કરશે! વાહ હામી! પણ એમાં નવાઈ નથી. જેની બેન-દીકરીયું આમ બેમરજાદ બનીને પોટલીએ બેસે, એના બાપબેટાથી બીજું શું બની શકે? હડતાળું પાડશે! હાલો, ભાઈ પાછા! હેમખેમ બહાર નીકળી જાયેં. આંહીં જો ડોકાં ઊડશે તો મા’જન હડતાળ પાડશે!” “ભાઈ! બાપા! સથર્યો રહે. આકળો થા મા. તેલ જો, તેલની ધાર જો! જોવા આવ્યા છીએ તો પૂરું જોઈને પાછા વળીએ.” અંધારાની ઓથે ઓથે બહારવટિયા આગળ ચાલ્યા. ઘૂમતાં ઘૂમતાં, એક બીજો લત્તો આવ્યો. મકાનોનાં બારીબારણાં આડા ચક લટકતા દીઠા. નજીવા નગરમાં પ્રેત ફરતાં હોય તેવી સફેદ બુરખામાં ઢંકાયેલી, પગમાં ચટપટ બોલતા સપાટવાળી કોઈ અબોલ ઓરત ક્યાંઈક વરતાતી હતી. “ભાઈ, પઠાણવાડો લાગે છે.” ત્યાં તો આઘેરેક ગઢની રાંગને અંધારે ઝીણો કલબલાટ ઊઠ્યો : “કોઈ મરદ આતા હૈ.” “હાય હાય! અપના મું દેખેગા!” “અબ કહાં જાય!” “યે કાંટાંમેં.” “યે કૂવેમેં.” બહારવટિયા નજીક પહોંચ્યા-ન પહોંચ્યા ત્યાં તો કૂવામાં ધબકારા સંભળાયા, અને પાંચ દસ બાઈઓને ઊંધે મોંએ કાંટાના જાળામાં પડતી દીઠી. સડેડાટ પગ ઉપાડતા બે ભાઈ દૂર નીકળી ગયા. જેસો બોલ્યો, “ભાઈ વેજા! આ બીબડીયું ભાળી? એનાં મલાજો ને કુળલાજ જોયાં?” “હા ભાઈ, આના પેટમાં પાકેલાઓ જો હામી થાય, તો હડતાળું ન પાડે પણ માથાં આપે. અસલ પઠાણોનું લોહી તે આનું નામ. મલીદા સાટુ વટલેલાઓની વાત હું નથી કરતો.” “ત્યારે પાદશાહની ફોજમાં પણ અસલ લોહીના પઠાણો રહે છે ખરા. બધાય બાંડાઓ નથી લાગતા.”