કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૧૪. આ અંધકાર શો મહેકે છે: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૪. આ અંધકાર શો મહેકે છે|}} <poem> આ અંધકાર શો મહેકે છે! {{Space}} આ મત્ત મોર ઘનશોર કરી {{Space}}{{Space}} શો આજ અષાઢી ગહેકે છે! {{Space}}{{Space}} આ અંધકાર શો મહેકે છે! {{Space}} આ કામણ કાજળનાં વરસે, {{Space}} ના નયન શકે નીરખ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 30: | Line 30: | ||
૧-૭-’૫૧ | ૧-૭-’૫૧ | ||
{{Right|(ગોરજ, પૃ. ૧૧૯-૧૨૦)}} | {{Right|(ગોરજ, પૃ. ૧૧૯-૧૨૦)}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૧૩. ધૂળિયે મારગ | |||
|next = ૧૫. નિકટ હરિનો દેશ | |||
}} |
Latest revision as of 11:10, 10 November 2022
આ અંધકાર શો મહેકે છે!
આ મત્ત મોર ઘનશોર કરી
શો આજ અષાઢી ગહેકે છે!
આ અંધકાર શો મહેકે છે!
આ કામણ કાજળનાં વરસે,
ના નયન શકે નીરખી હરષે,
ના અંગ શકે પુલકી સ્પરશે;
પણ આતમની રજનીગંધા
ઉત્ફુલ્લ અલક્ષ્યે બહેકે છે!
આ અંધકાર શો મહેકે છે!
આ ભીની હેત ભરી હલકે,
શી મીઠી મંદ હવા મલકે!
છાની છોળે અંતર છલકે;
આ ગહન તિમિરની લહેરો પર
કોઈનાં લોચન લહેકે છે!
આ અંધકાર શો મહેકે છે!
આ શ્યામ સઘન ઉલ્લાસ ધરી
કો’ જાતું જાદુઈ હાસ કરી;
શી રાત બિછાત સુવાસ ભરી!
હું અંધ ભલે ને દેખું ના —
એ મીત મને તો દેખે છે!
આ અંધકાર શો મહેકે છે!
૧-૭-’૫૧ (ગોરજ, પૃ. ૧૧૯-૧૨૦)