કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૨૨. સૂરજમુખી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૨. સૂરજમુખી|}} <poem> રોજ પૃથ્વીનું નિહાળી મુખ અને ઝંખતો સૂરજ હતો; કેમ પૃથ્વીનું હૃદય પથ્થર બને? પ્રેમ ના થાતો છતો? જુગજુગોથી રોજ સૂરજ ઝંખતો, પૃથ્વી પણ ઝૂકી રહી; પ્રેમ બંનેને રહ્...")
 
No edit summary
 
Line 27: Line 27:
૨૫-૭-’૫૮
૨૫-૭-’૫૮
{{Right|(સૂરજમુખી, પૃ. ૬૬)}}
{{Right|(સૂરજમુખી, પૃ. ૬૬)}}
<br>
{{HeaderNav2
|previous = ૨૧. ફોરમ
|next = ૨૩. મધરાતે પવન
}}

Latest revision as of 11:33, 10 November 2022

૨૨. સૂરજમુખી


રોજ પૃથ્વીનું નિહાળી મુખ અને
ઝંખતો સૂરજ હતો;
કેમ પૃથ્વીનું હૃદય પથ્થર બને?
પ્રેમ ના થાતો છતો?

જુગજુગોથી રોજ સૂરજ ઝંખતો,
પૃથ્વી પણ ઝૂકી રહી;
પ્રેમ બંનેને રહ્યો'તો ડંખતો,
એવું કૈં ચૂકી રહી.

ત્યાં અચાનક પૃથ્વીના પેટાળથી
ભાવની ભરતી ચડી;
અંગ અંગે સ્વર્ણ સૂરજ-ઝાળથી
ફુલ્લ પ્રગટી પાંખડી.

નીરખી ભાવૈક આ અગ્નિરસે
કેટલો સૂરજ સુખી!
ને અહીં ઊંચે જુએ એકીટશે
સૃષ્ટિ આ સૂરજમુખી.

૨૫-૭-’૫૮ (સૂરજમુખી, પૃ. ૬૬)