કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૧. કોમળ કોમળ: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{Heading|૧. કોમળ કોમળ}}<br> <poem> હળવા તે હાથે ઉપાડજો રે અમે કોમળ કોમળ, સાથરે ફૂલડાં ઢાળજો રે અમે કોમળ કોમળ... આયખાની આ કાંટ્યમાં રે અમે અડવાણે પગ, રૂંવે રૂંવે કાંટા ઊગિયા રે અમને રૂંધ્યા રગેરગ; ઊ...") |
No edit summary |
||
(3 intermediate revisions by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{Heading|૧. કોમળ કોમળ}} | {{SetTitle}} | ||
{{Heading|૧. કોમળ કોમળ}} | |||
<poem> | <poem> | ||
હળવા તે હાથે ઉપાડજો રે અમે કોમળ કોમળ, | હળવા તે હાથે ઉપાડજો રે અમે કોમળ કોમળ, | ||
Line 5: | Line 6: | ||
આયખાની આ કાંટ્યમાં રે | આયખાની આ કાંટ્યમાં રે | ||
{{Space}} અમે અડવાણે પગ, | |||
રૂંવે રૂંવે કાંટા ઊગિયા રે | રૂંવે રૂંવે કાંટા ઊગિયા રે | ||
{{Space}} અમને રૂંધ્યા રગેરગ; | |||
ઊના તે પાણીડે ઝારજો રે અંગ કોમળ કોમળ, | ઊના તે પાણીડે ઝારજો રે અંગ કોમળ કોમળ, | ||
ખેપનો થાક ઉતારજો રે અમે કોમળ કોમળ... | ખેપનો થાક ઉતારજો રે અમે કોમળ કોમળ... | ||
પે’ર્યા ઓઢ્યાના ઓરતા રે | પે’ર્યા ઓઢ્યાના ઓરતા રે | ||
{{Space}} છોગે છેલ ગુલાબી; | |||
આંખમાં રાત્યું આંજતાં રે | આંખમાં રાત્યું આંજતાં રે | ||
અમે — ઘેન ગુલાબી; | અમે — ઘેન ગુલાબી; | ||
Line 19: | Line 21: | ||
હાથ મૂકી મારે કાળજે રે | હાથ મૂકી મારે કાળજે રે | ||
{{Space}} પછી થોડુંક લળજો: | |||
– ભવ ભવ આવાં આકરાં રે | – ભવ ભવ આવાં આકરાં રે | ||
{{Space}} અમને જીવતર મળજો! | |||
– ભવ ભવ આવાં આકરાં રે | – ભવ ભવ આવાં આકરાં રે | ||
{{Space}} અમને જોબન ફળજો! | |||
કેવા જીવ્યાના અભરખા રે હતા કોમળ કોમળ, | કેવા જીવ્યાના અભરખા રે હતા કોમળ કોમળ, | ||
ફૂલના પોઢણ સાથરા રે કેવા કોમળ કોમળ! | ફૂલના પોઢણ સાથરા રે કેવા કોમળ કોમળ! | ||
<br> | |||
૧૯૭૦ | ૧૯૭૦ | ||
</poem> | </poem> | ||
{{Right|(અંતરનું એકાંત, ૨૦૧૭, પૃ. ૩૫)}}<br> | {{Right|(અંતરનું એકાંત, ૨૦૧૭, પૃ. ૩૫)}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|next = ૨. કાલ સવારે | |||
}} |
Latest revision as of 04:49, 13 November 2022
૧. કોમળ કોમળ
હળવા તે હાથે ઉપાડજો રે અમે કોમળ કોમળ,
સાથરે ફૂલડાં ઢાળજો રે અમે કોમળ કોમળ...
આયખાની આ કાંટ્યમાં રે
અમે અડવાણે પગ,
રૂંવે રૂંવે કાંટા ઊગિયા રે
અમને રૂંધ્યા રગેરગ;
ઊના તે પાણીડે ઝારજો રે અંગ કોમળ કોમળ,
ખેપનો થાક ઉતારજો રે અમે કોમળ કોમળ...
પે’ર્યા ઓઢ્યાના ઓરતા રે
છોગે છેલ ગુલાબી;
આંખમાં રાત્યું આંજતાં રે
અમે — ઘેન ગુલાબી;
કેડિયે કોયલ ગૂંથજો રે અમે કોમળ કોમળ,
ફૂમતે મોર ગે’કાવજો રે અમે કોમળ કોમળ...
હાથ મૂકી મારે કાળજે રે
પછી થોડુંક લળજો:
– ભવ ભવ આવાં આકરાં રે
અમને જીવતર મળજો!
– ભવ ભવ આવાં આકરાં રે
અમને જોબન ફળજો!
કેવા જીવ્યાના અભરખા રે હતા કોમળ કોમળ,
ફૂલના પોઢણ સાથરા રે કેવા કોમળ કોમળ!
૧૯૭૦
(અંતરનું એકાંત, ૨૦૧૭, પૃ. ૩૫)