કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૧. કોમળ કોમળ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|૧. કોમળ કોમળ}}
{{Heading|૧. કોમળ કોમળ}}
<poem>
<poem>
Line 27: Line 28:
કેવા જીવ્યાના અભરખા રે હતા કોમળ કોમળ,
કેવા જીવ્યાના અભરખા રે હતા કોમળ કોમળ,
ફૂલના પોઢણ સાથરા રે કેવા કોમળ કોમળ!
ફૂલના પોઢણ સાથરા રે કેવા કોમળ કોમળ!
 
<br>
૧૯૭૦
૧૯૭૦
</poem>
</poem>
{{Right|(અંતરનું એકાંત, ૨૦૧૭, પૃ. ૩૫)}}<br>
{{Right|(અંતરનું એકાંત, ૨૦૧૭, પૃ. ૩૫)}}
<br>
{{HeaderNav2
|next = ૨. કાલ સવારે
}}

Latest revision as of 04:49, 13 November 2022

૧. કોમળ કોમળ

હળવા તે હાથે ઉપાડજો રે અમે કોમળ કોમળ,
સાથરે ફૂલડાં ઢાળજો રે અમે કોમળ કોમળ...

આયખાની આ કાંટ્યમાં રે
          અમે અડવાણે પગ,
રૂંવે રૂંવે કાંટા ઊગિયા રે
          અમને રૂંધ્યા રગેરગ;

ઊના તે પાણીડે ઝારજો રે અંગ કોમળ કોમળ,
ખેપનો થાક ઉતારજો રે અમે કોમળ કોમળ...

પે’ર્યા ઓઢ્યાના ઓરતા રે
          છોગે છેલ ગુલાબી;
આંખમાં રાત્યું આંજતાં રે
અમે — ઘેન ગુલાબી;
કેડિયે કોયલ ગૂંથજો રે અમે કોમળ કોમળ,
ફૂમતે મોર ગે’કાવજો રે અમે કોમળ કોમળ...

હાથ મૂકી મારે કાળજે રે
          પછી થોડુંક લળજો:
– ભવ ભવ આવાં આકરાં રે
          અમને જીવતર મળજો!
– ભવ ભવ આવાં આકરાં રે
          અમને જોબન ફળજો!
કેવા જીવ્યાના અભરખા રે હતા કોમળ કોમળ,
ફૂલના પોઢણ સાથરા રે કેવા કોમળ કોમળ!


૧૯૭૦

(અંતરનું એકાંત, ૨૦૧૭, પૃ. ૩૫)