કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૪. અને ધારો કે —: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Heading|૪. અને ધારો કે  —}} <poem> અને ધારો કે આ ક્ષણ પણ સરી જાય, તમને મૂકીને વેરાને સમયપથના; શૂન્ય ક્ષિતિજે ભૂંસાતું લાગે આ પરિચય તણી રમ્ય લિપિ-શું ધરાનું આભાસી મિલન, નભના રિક્ત હૃદયે; પડી યુગો...")

No edit summary

(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|૪. અને ધારો કે  —}}
{{Heading|૪. અને ધારો કે  —}}
<poem>
<poem>
Line 17: Line 18:
અધૂરા વિશ્રામે મળી, જતી રહેલી પળ મળે –
અધૂરા વિશ્રામે મળી, જતી રહેલી પળ મળે –
અને ધારો કે એ ક્ષણ પણ...
અને ધારો કે એ ક્ષણ પણ...

૧૯૭૦
૧૯૭૦
</poem>
</poem>
{{Right|(અંતરનું એકાંત, પૃ. ૩૯)}}

{{Right|(અંતરનું એકાંત, પૃ. ૩૯)}}

{{Heading|૫. ટીમણટાણે}}

<poem>
{{HeaderNav2
અમથું અમથું કોયલ કેરું મૌન ઊઘડે!
|previous = ૩. પરોઢ
કાન માંડતું નથી કોઈ ને તોય
|next = ૫. ટીમણટાણે
કોસને કંઠે ઝરતું

ખળ ખળ ખળ સંગીત,
– નીકમાં વ્હેતું આવે ગીત!

ચાસમાં તરવરતી માટીની તાજી ગંધ વડે
ભીંજાય નહીં મેંદીની ભીની ભાત
તોય ત્રોફેલ હોઠને ત્રાજવડેથી ફરકે એવો
લહલહતા ડૂંડે ખેતરનો હરખ ફૂટતો દેખું.

વાડે વળગેલા વેલાની
સૂકી સીંગોના ખખડાટ સમા
પગરવને પડઘે સીમ સળવળે નહીં
તોય ઝાકળિયું ઝૂકી નજર માંડતું રહે!

હુંય તે ટીમણટાણે
મહુડાનો છાંટો ઓઢી સંતાઈ જાઉં!
– કાંબીકલ્લાં ને ઝાંઝરનો રણકાર
નેળિયે નથી ઊડતો;
છીંડાના કાંટા પાલવડે નથી અડપલું કરતા!

૧૯૬૯
</poem>
{{Right|(અંતરનું એકાંત, પૃ. ૪૧)}}

Latest revision as of 04:53, 13 November 2022

૪. અને ધારો કે  —

અને ધારો કે આ ક્ષણ પણ સરી જાય, તમને
મૂકીને વેરાને સમયપથના; શૂન્ય ક્ષિતિજે
ભૂંસાતું લાગે આ પરિચય તણી રમ્ય લિપિ-શું
ધરાનું આભાસી મિલન, નભના રિક્ત હૃદયે;
પડી યુગો જેવી તડ સમયની બે પળ વચે
તમારા હૈયાની ધડકન બનીને રવરવે!

તમે થંભાવીને ઘડીક ધબકારા અનુભવો
તમારાથી આઘું મિલન પળનું, સાવ નિકટ;
રણોનું પોતીકું મૃગજળ સમેટાઈ વન થૈ
તમારી આંખોમાં કલરવ ભરી જાય; ઉરને
અડીને શ્વાસોની સરગમ મહીં પંચમસ્વરે
ટહુકે જીવ્યાની મધુર રટણાઓ...
ફરી કદી,
અધૂરા વિશ્રામે મળી, જતી રહેલી પળ મળે –
અને ધારો કે એ ક્ષણ પણ...

૧૯૭૦

(અંતરનું એકાંત, પૃ. ૩૯)