કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૩૬. ચીતરેલું: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{Heading|૩૬. ચીતરેલું}} <poem> સાવ ઉઘાડું આભ ને સામે ઝરણાં જેવી કેડી, કોઈએ કોરા શ્વાસમાં જાણે મહેકની મીઠપ રેડી... {{Space}} પગલાંમાં પથરાઈ જતું હોય {{Space}}{{Space}} થાકનું લીલું વન, {{Space}} એમ તમારા પડછાયામાં {{Space}}{{Spa...") |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|૩૬. ચીતરેલું}} | {{Heading|૩૬. ચીતરેલું}} | ||
<poem> | <poem> | ||
Line 22: | Line 23: | ||
કોઈએ કોરા શ્વાસમાં જાણે મહેકની મીઠપ રેડી! | કોઈએ કોરા શ્વાસમાં જાણે મહેકની મીઠપ રેડી! | ||
</poem> | </poem> | ||
{{Right|(અંતરનું એકાંત, પૃ. ૧૪૬)}}<br> | {{Right|(અંતરનું એકાંત, પૃ. ૧૪૬)}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૩૫. અમે ઇચ્છ્યું એવું… | |||
|next = ૩૭. હજી | |||
}} |
Latest revision as of 05:35, 13 November 2022
૩૬. ચીતરેલું
સાવ ઉઘાડું આભ ને સામે ઝરણાં જેવી કેડી,
કોઈએ કોરા શ્વાસમાં જાણે મહેકની મીઠપ રેડી...
પગલાંમાં પથરાઈ જતું હોય
થાકનું લીલું વન,
એમ તમારા પડછાયામાં
પથરાતું હોય મન...
કોઈ તૂટેલા પાનને જાણે તરણું લેતું તેડી!
સાવ ઉઘાડું આભ ને સામે ઝરણાં જેવી કેડી...
ટેરવાંને પણ હોય અજાણ્યો
કોઈ લીલેરો ઢાળ,
સમણાને પણ હોય છે કાયમ
તૂટવાની જંજાળ,
આપણે ઊભાં હોય ઝરૂખે – ચીતરેલી હોય મેડી!
સાવ ઉઘાડું આભ ને સામે ઝરણાં જેવી કેડી...
કોઈએ કોરા શ્વાસમાં જાણે મહેકની મીઠપ રેડી!
(અંતરનું એકાંત, પૃ. ૧૪૬)