કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૨૮. બેહદની બારાખડી: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૮. બેહદની બારાખડી|}} <poem> આઘું આઘું ને તોય ઓરું, :::: ગગન મારે, આઘું આઘું ને તોય ઓરું. :: દૂર દૂર ને છોને દિશાઓને આવરે, :: આવડીક આંખોમાં આવ્યુંને આખરે! :: ઝીલ્યું ન જાય એ શું ઝૂકે છે, વાહ ર...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(3 intermediate revisions by the same user not shown) | |||
Line 6: | Line 6: | ||
આઘું આઘું ને તોય ઓરું, | આઘું આઘું ને તોય ઓરું, | ||
:::: ગગન મારે, આઘું આઘું ને તોય ઓરું. | :::: ગગન મારે, આઘું આઘું ને તોય ઓરું. | ||
:: દૂર દૂર ને છોને દિશાઓને આવરે, | :: દૂર દૂર ને છોને દિશાઓને આવરે, | ||
:: આવડીક આંખોમાં આવ્યુંને આખરે! | :: આવડીક આંખોમાં આવ્યુંને આખરે! | ||
Line 12: | Line 13: | ||
:::::: કિરણોની કૂરડી વ્હોરું.— | :::::: કિરણોની કૂરડી વ્હોરું.— | ||
:::: ગગન મારે, આઘું આઘું ને તોય ઓરું. | :::: ગગન મારે, આઘું આઘું ને તોય ઓરું. | ||
:: ઊગતે પહોર ચહું મીઠા મલકાટમાં; | :: ઊગતે પહોર ચહું મીઠા મલકાટમાં; | ||
:: બળતે બપોર સહું તીખા ઉકળાટમાં, | :: બળતે બપોર સહું તીખા ઉકળાટમાં, | ||
:: સાંજ પડે જોઈ રહું સૂના પમરાટમાં, | :: સાંજ પડે જોઈ રહું સૂના પમરાટમાં, | ||
કો’કવાર કાજળ સું કાળું છવાય | કો’કવાર કાજળ સું કાળું છવાય | ||
::: | ::::: અને કો’ક વાર ચંદન સું ગોરું.— | ||
:::: ગગન મારે, આઘું આઘું ને તોય ઓરું. | :::: ગગન મારે, આઘું આઘું ને તોય ઓરું. | ||
:: આ રે ગગન સાથે માંડું હું ગોઠડી, | :: આ રે ગગન સાથે માંડું હું ગોઠડી, | ||
:: બેહદની વાર વાર ઘૂંટું બારાખડી, | :: બેહદની વાર વાર ઘૂંટું બારાખડી, | ||
:: બોલી અબોલ કેવી હૈયાની ઊઘડી! | :: બોલી અબોલ કેવી હૈયાની ઊઘડી! | ||
શબદો વેરાય મારા શૂન્યમાં અગાધ | શબદો વેરાય મારા શૂન્યમાં અગાધ | ||
::: અને શૂન્યને શબદ હું મ્હોરું.— | ::::: અને શૂન્યને શબદ હું મ્હોરું.— | ||
:::: ગગન મારે, આઘું આઘું ને તોય ઓરું. | :::: ગગન મારે, આઘું આઘું ને તોય ઓરું. | ||
</poem> | </poem> | ||
૧૬-૭-૬૩ | ૧૬-૭-૬૩ | ||
{{Right|(સંજ્ઞા, પૃ. ૩૧)}} | {{Right|(સંજ્ઞા, પૃ. ૩૧)}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૨૭. ઊંડા પતાળની માછલી | |||
|next = ૨૯. ગમતાંનો કરીએ ગુલાલ | |||
}} |
Latest revision as of 11:49, 11 November 2022
૨૮. બેહદની બારાખડી
આઘું આઘું ને તોય ઓરું,
ગગન મારે, આઘું આઘું ને તોય ઓરું.
દૂર દૂર ને છોને દિશાઓને આવરે,
આવડીક આંખોમાં આવ્યુંને આખરે!
ઝીલ્યું ન જાય એ શું ઝૂકે છે, વાહ રે!
અધખૂલી બારીએ આ બેસીને રોજ એની
કિરણોની કૂરડી વ્હોરું.—
ગગન મારે, આઘું આઘું ને તોય ઓરું.
ઊગતે પહોર ચહું મીઠા મલકાટમાં;
બળતે બપોર સહું તીખા ઉકળાટમાં,
સાંજ પડે જોઈ રહું સૂના પમરાટમાં,
કો’કવાર કાજળ સું કાળું છવાય
અને કો’ક વાર ચંદન સું ગોરું.—
ગગન મારે, આઘું આઘું ને તોય ઓરું.
આ રે ગગન સાથે માંડું હું ગોઠડી,
બેહદની વાર વાર ઘૂંટું બારાખડી,
બોલી અબોલ કેવી હૈયાની ઊઘડી!
શબદો વેરાય મારા શૂન્યમાં અગાધ
અને શૂન્યને શબદ હું મ્હોરું.—
ગગન મારે, આઘું આઘું ને તોય ઓરું.
૧૬-૭-૬૩ (સંજ્ઞા, પૃ. ૩૧)