કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૪૨. અદીઠો સંગાથ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 25: | Line 25: | ||
૨૮-૧૨-’૬૭ | ૨૮-૧૨-’૬૭ | ||
{{Right|(સંગતિ, પૃ. ૧૧૦)}} | {{Right|(સંગતિ, પૃ. ૧૧૦)}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૪૧. ધાનનું ખેતર | |||
|next = ૪૩. કાંઈ શું વળે? | |||
}} |
Latest revision as of 12:00, 11 November 2022
૪૨. અદીઠો સંગાથ
પગલું માંડું હું અવકાશમાં,
જોઉં નીચે હરિવરનો હાથ,
અજંપાની સદા સૂની શેરીએ
ગાતો આવે અદીઠો સંગાથ. —
જાગીને જોઉં તો કોઈ નથી એકલું.
ભયની કાયાને ભુજા નથી,
નથી વળી સંશયને પાંખ,
ભરોસે ચાલ્યા જે અનભે રંગમાં,
ફૂટી એને રૂંવે રૂંવે આંખ. —
જાગીને જોઉં તો કોઈ નથી એકલું.
ઊંઘતાને માથે ઓળો મોતનો,
ઊંઘતાને પાયે જગની જેલ,
આઘાતે ભાંગે છે કોઈ અહીં ભોગળો,
ને આંસુડે વાવે છે અમરવેલ. —
જાગીને જોઉં તો કોઈ નથી એકલું.
૨૮-૧૨-’૬૭ (સંગતિ, પૃ. ૧૧૦)