કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૬. આશ્લેષમાં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Heading| ૬. આશ્લેષમાં}} <poem> આ ગૌર ગાત્ર, નયને કશી શ્યામ બંકિમ શોભે લકીર, લટ બે સરતી કપોલે; આ કંપતા અધરની હળુ લ્હેર કેરું સર્જાય મંગલ પ્રયાગ પ્રસન્નતાભર્યું. આ રેશમી પલવટે તવ ઢાંક્યું હૈયું મ...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading| ૬. આશ્લેષમાં}}
{{Heading| ૬. આશ્લેષમાં}}
<poem>
<poem>
Line 14: Line 15:
ક્યાંયે કશું સ્થગિત ના, ગતિમાન સર્વ.
ક્યાંયે કશું સ્થગિત ના, ગતિમાન સર્વ.
મારા પ્રલંબિત કરે નવ માત્ર કાયા:
મારા પ્રલંબિત કરે નવ માત્ર કાયા:
આશ્લેષમાં સકળ સૃષ્ટિની લીધ માયા.
આશ્લેષમાં સકળ સૃષ્ટિની લીધ માયા.<br>
૧૯૫૮
૧૯૫૮
</poem>
</poem>
{{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૫૭)}}
{{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૫૭)}}
<br>
{{HeaderNav2
|previous = ૫. પ્રેમનો મર્મ
|next = ૭. નૅણ ના ઉલાળો
}}

Latest revision as of 02:08, 13 November 2022

૬. આશ્લેષમાં

આ ગૌર ગાત્ર, નયને કશી શ્યામ બંકિમ
શોભે લકીર, લટ બે સરતી કપોલે;
આ કંપતા અધરની હળુ લ્હેર કેરું
સર્જાય મંગલ પ્રયાગ પ્રસન્નતાભર્યું.
આ રેશમી પલવટે તવ ઢાંક્યું હૈયું
માતૃત્વથી સભર કંચનવર્ણ કુંભ,
એનું ન સ્પંદન મને અણજાણ, હે પ્રિય!
પૂર્ણત્વ એનું વિલસે દૃગમાં ચિરંતન.
ચૈતન્ય આ પ્રગટ, ના અપિધાન કોઈ
આ રોમરોમ મહીં ગુંજતી મંદ્ર રાગિણી,
સંચાર લેશ નવ ક્યાંય લહાય, તે છતાં
ક્યાંયે કશું સ્થગિત ના, ગતિમાન સર્વ.
મારા પ્રલંબિત કરે નવ માત્ર કાયા:
આશ્લેષમાં સકળ સૃષ્ટિની લીધ માયા.

૧૯૫૮

(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૫૭)