યાત્રા/પૂર્ણ મયંક: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પૂર્ણ મયંક|}} <poem> શાં એ નેત્રો! હૃદયભવને રમ્ય જાણે ગવાક્ષો, આવી બેસે ભવનપતિ ત્યાં દીપી કેવાં રહેતાં, કિંવા જાણે સરરમણીનાં રાગરંગ્યાં કટાક્ષો, પંકે જાયાં દ્રય કમલ શાં રૂપની શ્...")
 
(formatting completed)
 
(One intermediate revision by the same user not shown)
Line 2: Line 2:
{{Heading|પૂર્ણ મયંક|}}
{{Heading|પૂર્ણ મયંક|}}

<poem>
{{block center|  <poem>
શાં એ નેત્રો! હૃદયભવને રમ્ય જાણે ગવાક્ષો,
શાં એ નેત્રો ! હૃદયભવને રમ્ય જાણે ગવાક્ષો,
આવી બેસે ભવનપતિ ત્યાં દીપી કેવાં રહેતાં,
આવી બેસે ભવનપતિ ત્યાં દીપી કેવાં રહેતાં,
કિંવા જાણે સરરમણીનાં રાગરંગ્યાં કટાક્ષો,
કિંવા જાણે સરરમણીનાં રાગરંગ્યાં કટાક્ષો,
પંકે જાયાં દ્રય કમલ શાં રૂપની શ્રી વહેતાં!
પંકે જાયાં દ્વય કમલ શાં રૂપની શ્રી વહેતાં!

રે મુગ્ધાત્મા ભવનવસતા, ઝંખતે શું ગવાક્ષે,
રે મુગ્ધાત્મા ભવનવસતા, ઝંખતો શું ગવાક્ષે,
મૂંગા મૌને દ્વય નયનથી ઉચ્ચરે શુ નિસાસે?
મૂંગા મૌને દ્વય નયનથી ઉચ્ચરે શુ નિસાસે?
તારે ગોખે વિહગ થઈને બે ઘડી આવી બેસું?
તારે ગોખે વિહગ થઈને બે ઘડી આવી બેસું?
Line 14: Line 14:

ના ના, બંધુ, ભવન તણી એ રમ્ય તો યે જ બારી,
ના ના, બંધુ, ભવન તણી એ રમ્ય તો યે જ બારી,
પદ્મો કેરી સુરભિ મધુરી તે ય એ બાંધનારી;
પદ્મો કેરી સુરભિ મધુરી તો ય એ બાંધનારી;
તું ઝંખે જો સભર રસ, કો રમ્ય લીલા રસાળ,
તું ઝંખે જો સભર રસ, કો રમ્ય લીલા રસાળ,
આત્માની કો અમૃત ઝરણી જ્યાં નહીં કોઈ પાળઃ
આત્માની કો અમૃત ઝરણી જ્યાં નહીં કોઈ પાળઃ
Line 20: Line 20:
મૂકી નાનું ભવન ક્ષિતિને ચાલ વિસ્તીર્ણ અંક,
મૂકી નાનું ભવન ક્ષિતિને ચાલ વિસ્તીર્ણ અંક,
દીપ જ્યોતિ લઘુક મટીને પૂર્ણ થૈએ મયંક.
દીપ જ્યોતિ લઘુક મટીને પૂર્ણ થૈએ મયંક.
{{Right|એપ્રિલ, ૧૯૪૩}}
 
</poem>
<small>{{Right|એપ્રિલ, ૧૯૪૩}}</small>
</poem>}}

<br>
<br>

Latest revision as of 14:10, 19 May 2023

પૂર્ણ મયંક

શાં એ નેત્રો ! હૃદયભવને રમ્ય જાણે ગવાક્ષો,
આવી બેસે ભવનપતિ ત્યાં દીપી કેવાં રહેતાં,
કિંવા જાણે સરરમણીનાં રાગરંગ્યાં કટાક્ષો,
પંકે જાયાં દ્વય કમલ શાં રૂપની શ્રી વહેતાં!

રે મુગ્ધાત્મા ભવનવસતા, ઝંખતો શું ગવાક્ષે,
મૂંગા મૌને દ્વય નયનથી ઉચ્ચરે શુ નિસાસે?
તારે ગોખે વિહગ થઈને બે ઘડી આવી બેસું?
તારે પદ્મ ભ્રમર થઈ વા નિત્ય માટે પ્રવેશું?

એપ્રિલ, ૧૯૪૩