યાત્રા/તને જોવી: Difference between revisions

No edit summary
(formatting corrected.)
 
(One intermediate revision by the same user not shown)
Line 2: Line 2:
{{Heading|તને જોવી|}}
{{Heading|તને જોવી|}}


<poem>
{{block center| <poem>
તને જોવી જોવી : નયન ભરતી ભવ્ય ઘન શી,
તને જોવી જોવી : નયન ભરતી ભવ્ય ઘન શી,
દિશાઓને નીલે ફલક, પરમા કો સ્ફુરણ શી,
દિશાઓને નીલે ફલક, પરમા કો સ્ફુરણ શી,
Line 8: Line 8:
ઝુકે શીળી છાયા, જલ જલ કશાં નિર્મલ ઝરે!
ઝુકે શીળી છાયા, જલ જલ કશાં નિર્મલ ઝરે!


તને જોવી જોવીઃ અચલ ચલ આંખેની પલકે,
તને જોવી જોવી : અચલ ચલ આંખોની પલકે,
ઉઠંતા અદ્રિ શા હદયજલની મત્ત છલકે,
ઉઠંતા અદ્રિ શા હૃદયજલની મત્ત છલકે,
ધસી જાવું તારા પ્રતિ, શિશુ- ઝરાના કલરવે,
ધસી જાવું તારા પ્રતિ, શિશુ-ઝરાના કલરવે,
મહા અંભોધિ શા બૃહદ તવ ઔદાર્ય વિભવે.
મહા અંભોધિ શા બૃહદ તવ ઔદાર્ય વિભવે.


તને જોવી જોવીઃ સ્ફુટિત કરવી કોમલ કુંળી
તને જોવી જોવી : સ્ફુટિત કરવી કોમલ કુંળી
અમારી ઈપ્સાની જવલિત કરવી તેજસ-કળી,
અમારી ઈપ્સાની જ્વલિત કરવી તેજસ-કળી,
સ્ખલંતા પાયામાં નવલ બલ આધાન કરવું,
સ્ખલંતા પાયોમાં નવલ બલ આધાન કરવું,
ડઘાયા હૈયાને અમૃત જલ કો પાવું નરવું.
ડઘાયા હૈયાને અમૃત જલ કો પાવું નરવું.


તને જોવીઃ જાણે શિશુલ ચરણે છોડી કમવું,
તને જોવી : જાણે શિશુલ ચરણે છોડી ક્રમવું,
ચડી જ્યોતિષ્ - પાંખે પરમતમને વ્યોમ ભમવું.
ચડી જ્યોતિષ્ - પાંખે પરમતમને વ્યોમ ભમવું.
</poem>


{{Right|એપ્રિલ, ૧૯૪૩}}
<small>{{Right|એપ્રિલ, ૧૯૪૩}}</small>
<br>
</poem>}}<br>
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Latest revision as of 03:30, 20 May 2023

તને જોવી

તને જોવી જોવી : નયન ભરતી ભવ્ય ઘન શી,
દિશાઓને નીલે ફલક, પરમા કો સ્ફુરણ શી,
અદીઠા અબ્ધિનાં જલ નિવહતી, શી અમ પરે
ઝુકે શીળી છાયા, જલ જલ કશાં નિર્મલ ઝરે!

તને જોવી જોવી : અચલ ચલ આંખોની પલકે,
ઉઠંતા અદ્રિ શા હૃદયજલની મત્ત છલકે,
ધસી જાવું તારા પ્રતિ, શિશુ-ઝરાના કલરવે,
મહા અંભોધિ શા બૃહદ તવ ઔદાર્ય વિભવે.

તને જોવી જોવી : સ્ફુટિત કરવી કોમલ કુંળી
અમારી ઈપ્સાની જ્વલિત કરવી તેજસ-કળી,
સ્ખલંતા પાયોમાં નવલ બલ આધાન કરવું,
ડઘાયા હૈયાને અમૃત જલ કો પાવું નરવું.

તને જોવી : જાણે શિશુલ ચરણે છોડી ક્રમવું,
ચડી જ્યોતિષ્ - પાંખે પરમતમને વ્યોમ ભમવું.

એપ્રિલ, ૧૯૪૩