અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રિયકાન્ત મણિયાર/ઝાડ કાંઈ દોડ્યું છે!: Difference between revisions

(Created page with "<poem> કેટલી કેટલી ડાળના રસ્તા કેટલાં કેટલાં પાનનાં પગલાં {{space}}{{space}}ઝાડ...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|ઝાડ કાંઈ દોડ્યું છે!| પ્રિયકાન્ત મણિયાર}}
<poem>
<poem>
કેટલી કેટલી ડાળના રસ્તા
કેટલી કેટલી ડાળના રસ્તા
Line 41: Line 43:
{{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૧૫૯-૧૬૦)}}
{{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૧૫૯-૧૬૦)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = બળદ
|next = શિકાગો
}}

Latest revision as of 12:40, 21 October 2021

ઝાડ કાંઈ દોડ્યું છે!

પ્રિયકાન્ત મણિયાર

કેટલી કેટલી ડાળના રસ્તા
કેટલાં કેટલાં પાનનાં પગલાં
                  ઝાડ કાંઈ દોડ્યું છે!

આભથી ઢોળાય સૂરજ રાતો
ઠારવા એને લઈને છાંયો
છાંયડે છાંયડે ઠારવા એને
                  ઝાડ કાંઈ દોડ્યું છે!

વરસે અપાર અષાઢ-શ્રાવણ
ખોબલે ખોબલે જલને કારણ
                  ઝાડ કાંઈ દોડ્યું છે!

ઓરસ ચોરસ શિશિર ઠરે
એક પછી એક પાંદડાં ખરે
         ઝીલવા એને
                  ઝાડ કાંઈ દોડ્યું છે!

ધરતી આખી
પ્રગટે નહીં ચહેરો સકલ રૂપ
ફૂલનું પ્રગટ કરવા મધુર મુખ
         લઈને વસંત વાટમાં એકલ
                  ઝાડ કાંઈ દોડ્યું છે!

ઉદર ઊંડી જઠર-જ્વાલા
તોષવા એને રસના પ્યાલા
         લચતા પેલા ફલના રૂપે
                  ઝાડ કાંઈ દોડ્યું છે!

નભની માંહી સમાઈ નહીં પાંખ
ડૂબતું કોઈ શોધતું જાણે દ્વીપ
         લઈને લઘુક નીડ ત્યાં સામું
                  ઝાડ કાંઈ દોડ્યું છે!

ધ્રૂજતું સકલ ધ્રૂજતી ધીરજ
વકરેલા કોઈ વાયરાનો ઉત્પાત
         મૂળિયાંની ત્યાં મુઠ્ઠીઓ વાળી
         ધરતી ભીતર ઝાડ કાંઈ દોડ્યું છે!

(આ નભ ઝૂક્યું, પૃ. ૧૫૯-૧૬૦)