ગુજરાતી ગઝલસંપદા/મણિલાલ નભુભાઈ દ્વિવેદી: Difference between revisions
(Created page with "{{SetTitle}} {{Heading| મણિલાલ નભુભાઈ દ્વિવેદી |}} <poem> કહીં લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે; ખફા ખંજર સનમનામાં, રહમ ઉંડી લપાઈ છે.<br> જુદાઈ ઝિંદગીભરની કરી રોરો બધી કાઢી; રહી ગઈ વસ્લની આશા, અગર ગરદન કપાઈ છ...") |
No edit summary |
||
Line 24: | Line 24: | ||
ન ડૂલ્યા તે મૂવા એવી કલામો સખ્ત ગાઈ છે. | ન ડૂલ્યા તે મૂવા એવી કલામો સખ્ત ગાઈ છે. | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = બાલાશંકર કંથારિયા | |||
|next = મોમિન | |||
}} |
Latest revision as of 15:32, 11 January 2023
કહીં લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે;
ખફા ખંજર સનમનામાં, રહમ ઉંડી લપાઈ છે.
જુદાઈ ઝિંદગીભરની કરી રોરો બધી કાઢી;
રહી ગઈ વસ્લની આશા, અગર ગરદન કપાઈ છે.
ઘડી ના વસ્લની આવી, સનમ પણ છેતરી ચાલી;
હજારો રાત વાતોમાં, ગુમાવી એ કમાઈ છે.
ઝખમ દુનિયા ઝબાનોના, મુસીબત ખોફનાં ખંજર;
કતલમાં એ કદમબોશી ઉપર કયામત ખુદાઈ છે.
શમા પર જાય પરવાના, મરે શીરી ઉપર ફરહાદ;
અગમ ગમની ખરાબીમાં મઝેદારી લૂંટાઈ છે.
ફના કરવું – ફના થાવું, ફનામાં શેહ સમાઈ છે;
મરીને જીવવાનો મંત્ર, દિલબરની દુહાઈ છે.
ઝહરનું જામ લે શોધી, તુરત પી લે ખુશીથી તું;
સનમના હાથની છેલ્લી હકીકતની રફાઈ છે.
સદા દિલના તડપવામાં સનમની રાહ રોશન છે;
તડપ તે તૂટતાં અંદર ખડી માશૂક સાંઈ છે.
ચમનમાં આવીને ઊભો, ગુલો પર આફરીં થઈ તું;
ગુલોના ખારથી બચતાં બદનગુલને નવાઈ છે.
હજારો ઓલિયા મુરશિદ ગયા માશૂકમાં ડૂલી;
ન ડૂલ્યા તે મૂવા એવી કલામો સખ્ત ગાઈ છે.