ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/જઠરાગ્નિ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 27: | Line 27: | ||
</poem> | </poem> | ||
< | <br> | ||
{{HeaderNav | {{HeaderNav | ||
|previous = [[ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/મંગલ શબ્દ|મંગલ શબ્દ]] | |previous = [[ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/મંગલ શબ્દ|મંગલ શબ્દ]] | ||
|next = [[ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/ઝંખના|ઝંખના]] | |next = [[ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/ઝંખના|ઝંખના]] | ||
}} | }} |
Latest revision as of 06:21, 5 January 2023
જઠરાગ્નિ
ઉમાશંકર જોશી
રચો, રચો અંબરચુંબી મંદિરો,
ઊંચા ચણો મ્હેલ, ચણો મિનારા!
મઢો સ્ફટિકે, લટકાવો ઝુમ્મરો,
રંગે ઉડાવો જળના ફુવારા!
રચો, રચો ચંદનવાટિકાઓ,
ઊંડા તણાવો નવરંગ ઘુમ્મટો
ને કૈંક ક્રીડાંગણ, ચંદ્રશાળા
રચો ભલે!
અંતર-રૂંધતી શિલા
એ કેમ ભાવિ બહુ કાળ સાંખશે?
દરિદ્રની એ ઉપહાસલીલા
સંકેલવા, કોટિક જીભ ફેલતો
ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે;
ખંડેરની ભસ્મકણી ન લાધશે!
એપ્રિલ ૧૯૩૨
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૪૫)