અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`ઓજસ' પાલનપુરી/ચાંદની ફેલાઈ ગઈ: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> મારી હસ્તી મારી પાછળ એ રીતે વીસરાઈ ગઈ; આંગળી જળમાંથી નીકળી ને જગ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|ચાંદની ફેલાઈ ગઈ|`ઓજસ' પાલનપુરી}} | |||
<poem> | <poem> | ||
મારી હસ્તી મારી પાછળ એ રીતે વીસરાઈ ગઈ; | મારી હસ્તી મારી પાછળ એ રીતે વીસરાઈ ગઈ; | ||
Line 21: | Line 23: | ||
આંખ સૌની `એને' ઓળખવામાં ઠોકર ખાઈ ગઈ. | આંખ સૌની `એને' ઓળખવામાં ઠોકર ખાઈ ગઈ. | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વિનોદ અધ્વર્યુ/રાજગરો | રાજગરો]] | ઘઉંના ખેતરમાં ઊગ્યો રાજગરો, ]] | |||
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/શિવ પંડ્યા/કવિતાએ કાનમાં કહ્યું | કવિતાએ કાનમાં કહ્યું ]] | આમ ને આમ આંધળી ભીંતો ઉપર હાથ ફેરવતાં... ]] | |||
}} |
Latest revision as of 12:59, 21 October 2021
ચાંદની ફેલાઈ ગઈ
`ઓજસ' પાલનપુરી
મારી હસ્તી મારી પાછળ એ રીતે વીસરાઈ ગઈ;
આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ.
આગમન એનું સુણીને ઊર્મિઓ હરખાઈ ગઈ;
ચાંદ ઊગ્યો પણ નહીં ને ચાંદની ફેલાઈ ગઈ.
દર્દમાં ઠંડક, દિલાસામાં જલન, અશ્રુમાં સ્મિત,
પ્રેમનો ઉત્કર્ષ થાતાં ભાવના બદલાઈ ગઈ.
આત્મા પરમાત્માને, દેહ માટીને દીધો,
જે મતા જેની હતી એને બધી સોંપાઈ ગઈ.
ભેટવા એને હતો હું એટલો વ્યાકુળ કે
ખુદ કજા મારો ધસારો જોઈને ગભરાઈ ગઈ.
વાસ્તવમાં વિરહ પણ છે એક મૃત્યુનો પ્રકાર,
એ મરણના મુખ મહીં પણ જિંદગી જિવાઈ ગઈ.
મુજને `ઓજસ'ના સ્વરૂપે આ જગત જોતું રહ્યું,
આંખ સૌની `એને' ઓળખવામાં ઠોકર ખાઈ ગઈ.