અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/શેખાદમ આબુવાલા/ધરો ધીરજ: Difference between revisions

(Created page with "<poem> ધરો ધીરજ વધુ પડતો પ્રણય સારો નથી હોતો, અતિ વરસાદ કૈં ખેડૂતને પ્ય...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|ધરો ધીરજ|શેખાદમ આબુવાલા}}
<poem>
<poem>
ધરો ધીરજ વધુ પડતો પ્રણય સારો નથી હોતો,
ધરો ધીરજ વધુ પડતો પ્રણય સારો નથી હોતો,
Line 26: Line 28:
{{Right|(હવાની હવેલી, પૃ. ૯૦)}}
{{Right|(હવાની હવેલી, પૃ. ૯૦)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous =થાઉં તો સારું
|next =મુલાકાત કરશું
}}

Latest revision as of 07:54, 22 October 2021

ધરો ધીરજ

શેખાદમ આબુવાલા

ધરો ધીરજ વધુ પડતો પ્રણય સારો નથી હોતો,
અતિ વરસાદ કૈં ખેડૂતને પ્યારો નથી હોતો.

તમારા ગર્વની સામે અમારી નમ્રતા કેવી!
ગગનમાં સૂર્યની સામે કદી તારો નથી હોતો.

અગન એની અમર છે મૃત્યુથી પર પ્રેમ છે ઓ દિલ,
બળીને ભસ્મ થાનારો એ અંગારો નથી હોતો.

હવે ચાલ્યા કરો ચાલ્યા કરો બસ, એ જ રસ્તો છે,
ત્યજાયેલા પથિકનો કોઈ સથવારો નથી હોતો.

જરી સમજી વિચારી લે પછી હંકાર હોડીને,
મુહબ્બતના સમંદરને કદી આરો નથી હોતો.

ચમકતાં આંસુઓ જલતા જિગરનો સાથ મળવાનો,
ન ગભરા દિલ પ્રણયનો પંથ અંધારો નથી હોતો.

ઘણાં એવાંય તોફાનો ઊઠે છે મનની નગરીમાં,
કે જેનો કોઈ અણસારો કે વરતારો નથી હોતો.

ફકત દુ :ખ એ જ છે એનું તરસ છીપી નથી શકતી,
નહીંતર પ્રેમનો સાગર કદી ખારો નથી હોતો.

(હવાની હવેલી, પૃ. ૯૦)