અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બકુલ રાવલ/માય ના ઉમંગ: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> આખુંય આભ મારી આંખોમાં ઊતર્યું {{space}}ને અવનિ તો અંગ અંગ મહેકી મનના...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|માય ના ઉમંગ|બકુલ રાવલ}} | |||
<poem> | <poem> | ||
આખુંય આભ મારી આંખોમાં ઊતર્યું | આખુંય આભ મારી આંખોમાં ઊતર્યું | ||
Line 21: | Line 23: | ||
{{Right|(મૌનના પડઘા, ૧૯૯૦, પૃ. ૪૦)}} | {{Right|(મૌનના પડઘા, ૧૯૯૦, પૃ. ૪૦)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હસમુખ પાઠક/બતાવ, મને | બતાવ, મને ]] | નભથી અવકાશને હું કેમ જુદું પાડું? ]] | |||
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉશના (દેવેન્દ્ર પાલેજા)/કાફિયો | કાફિયો]] | કોણે જલાવી આંગળી પ્રગટાવિયો આ કાફિયો? ]] | |||
}} |
Latest revision as of 09:09, 22 October 2021
માય ના ઉમંગ
બકુલ રાવલ
આખુંય આભ મારી આંખોમાં ઊતર્યું
ને અવનિ તો અંગ અંગ મહેકી
મનના મરગલાનો માય ના ઉમંગ
મારી લાગણીઓ જાય આજ લહેકી
પાંપણમાં ડોકાયા તારલિયા એમ ખૂલી
સૂરજ ચંદરની બારી
સંધ્યાના રંગ મારી કીકીમાં ઝૂક્યા
ને રાતડીએ માયા વિસ્તારી
સપનાંની દુનિયાયે જાગી અંગડાઈ લઈ એવી કે
મારી ચેતનાઓ જાય આજ બહેકી
ફૂલડાંની ફોરમ ને માટીની સોડમથી
અંતરને ઠેસ એવી લાગી
ગોપીની મટુકી-શી કાયામાં આજ
જાણે કાનુડાની કાંકરી વાગી.
વનરા તે વનમાં બોલ્યા વિના જ મારી
અંતરની સૃષ્ટિ ગઈ ચહેકી.
(મૌનના પડઘા, ૧૯૯૦, પૃ. ૪૦)