ચાંદનીના હંસ/૫૨ ઉન્માદ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઉન્માદ|}} <poem> કંકાલ ડાળ ડાળ ને વિકરાળ ચંદ્રરેલ. ધમની શિરાઓ ફેડીને ઊછળી પડે છે વ્હેલ. બે આંખ તળે સળગતાં મૂળિયાં મસાણ પુલ, ખોદી તો જડ્યાં યોનિમાં સિંદુરિયાં ત્રિશૂલ. એ દૂર દૂર દ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 27: | Line 27: | ||
૧૦-૧૨-’૭૭ | ૧૦-૧૨-’૭૭ | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૫૧ ઝંઝા | |||
|next = ૫૩ દેશવટાનું ગીત | |||
}} |
Latest revision as of 12:11, 16 February 2023
ઉન્માદ
કંકાલ ડાળ ડાળ ને વિકરાળ ચંદ્રરેલ.
ધમની શિરાઓ ફેડીને ઊછળી પડે છે વ્હેલ.
બે આંખ તળે સળગતાં મૂળિયાં મસાણ પુલ,
ખોદી તો જડ્યાં યોનિમાં સિંદુરિયાં ત્રિશૂલ.
એ દૂર દૂર દૂર બહુ જ દૂર છે વંઠેલ.
ધમની શિરાઓ ફેડીને ઊછળી પડે છે વ્હેલ.
પૂંઠે છે શ્વાન પીપળે ને આભમાં ઘોડા.
એ ધધગતા અગ્નિમઢ્યા વંટોળિયા ઘોડા.
ઝાઝા એ ઊડે આભમાં ને ભોંયપે થોડા.
એ આંખડી શા આભલે મારે છે હથોડા.
પ્રકટે છે ઝાળ સ્વર્ણની જ્યાં જ્યાં પડે ડોળા.
ઊછળે છે છોળ છોળ ને એ છોળમાં પ્હોળા.
એ ધધગતા અગ્નિઘડ્યા વંટોળિયા ઘોડા.
જળમાં જઈ ઊંડે ઊંડે ચળકી રહ્યું છે તેલ.
કંકાલ ડાળ ડાળ ને વિકરાળ ચંદ્રરેલ.
૧૦-૧૨-’૭૭