અનેકએક/એક વખતે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{center|'''એક વખતે'''}} <poem> એક વખતે કાળો સૂર્ય ઊગ્યો રાત ત્રે-વડ થઈ તારાઓ આથમ્યા જ નહિ પંખીઓએ કાળોતરું ક્રંદન કર્યું પશુઓએ કાળીભખ્ખ હિંસા આદરી પવન કકળાટ કરતો દિશાની શોધમાં ભટકતો રહ્યો દરિયા...")
 
No edit summary
 
Line 28: Line 28:
{{HeaderNav2
{{HeaderNav2
|previous = વાગીશ્વરીને
|previous = વાગીશ્વરીને
|next = પથ્થર
|next = બે
}}
}}

Latest revision as of 06:39, 26 March 2023

એક વખતે


એક વખતે
કાળો સૂર્ય ઊગ્યો
રાત ત્રે-વડ થઈ
તારાઓ આથમ્યા જ નહિ
પંખીઓએ કાળોતરું ક્રંદન કર્યું
પશુઓએ કાળીભખ્ખ હિંસા આદરી
પવન કકળાટ કરતો
દિશાની શોધમાં ભટકતો રહ્યો
દરિયા કાળમીંઢ અંધારામાં ડૂબી ગયા
વનસ્પતિ અંગારવાયુથી કજળી ઊઠી
ન જાગ્યા તે મનુષ્યોએ
પૂર્ણ ચન્દ્રનાં અકળ સ્વપ્નો જોયાં
જાગી ગયા
તેમણે કાળ-મુખ એકીટશે જોઈ લીધું
એ વખતે
કાગળ પર છંટકાયા કાળા છાંટા
ક, ખ, ... ળ થયા

એ વખતે
સૃષ્ટિ ઊગરી ગઈ