અનેકએક/જળપથ્થર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{center|'''જળપથ્થર'''}} <poem> '''જળપથ્થર''' જળ પ્રવહમાન છે પ્રવાહી છે પથ્થર ઘનીભૂત ઘન સાકાર જળ તળપાતાળે આકાશે વનસ્પતિમાં વાયુમાં વિવિધ રૂપેરંગે વિહરે છે ગુરુત્વના આકર્ષણમાં પથ્થર અવિચલ રહે છે...")
 
()
 
Line 19: Line 19:
પથ્થર  
પથ્થર  
અવિચલ રહે છે
અવિચલ રહે છે


'''સમુદ્ર'''
'''સમુદ્ર'''
Line 29: Line 30:
ખડકના અણુઅણુ
ખડકના અણુઅણુ
વહ્યા કરે
વહ્યા કરે
ઘટ
 
 
'''ઘટ'''


ઘટમાં  
ઘટમાં  
Line 35: Line 38:
તરંગિત જળ
તરંગિત જળ
રણકી ઊઠે.  
રણકી ઊઠે.  


'''ડુંગરો'''
'''ડુંગરો'''
Line 47: Line 51:
ધુમ્મસ નર્યું ધુમ્મસ
ધુમ્મસ નર્યું ધુમ્મસ
વિસ્તરી રહ્યું...
વિસ્તરી રહ્યું...


'''નદી'''
'''નદી'''

Latest revision as of 16:08, 26 March 2023

જળપથ્થર


જળપથ્થર

જળ
પ્રવહમાન છે
પ્રવાહી છે
પથ્થર
ઘનીભૂત ઘન
સાકાર
જળ
તળપાતાળે આકાશે
વનસ્પતિમાં વાયુમાં
વિવિધ રૂપેરંગે
વિહરે છે
ગુરુત્વના આકર્ષણમાં
પથ્થર
અવિચલ રહે છે


સમુદ્ર

આખો સમુદ્ર
ખડકને
વીંટળાઈ વળે
વીંટળાતો રહે
બુંદેબુંદનો ઘુઘવાટ
ખડકના અણુઅણુ
વહ્યા કરે


ઘટ

ઘટમાં
કંકર પડે.
તરંગિત જળ
રણકી ઊઠે.


ડુંગરો

ધોધમાર વરસાદે
આકાશ
ડુંગરો પર વરસી પડ્યું
તળઘેરાવો
ઉત્તુંગ ટોચો
ઊંડી ખીણો
ડૂબી ગયાં
ધુમ્મસ નર્યું ધુમ્મસ
વિસ્તરી રહ્યું...


નદી

નદી કહે છે
વાણી
પરા પશ્યન્તી મધ્યમા વૈખરી
વહે છે
અવાક્ પથ્થરો
કાંઠે પડ્યા
તળિયે ડૂબ્યા
વહેણે વહ્યા
જોતા રહે છે
જોતા જ રહે છે