અનેકએક/ખંડિત સત્યો: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{center|'''ખંડિત સત્યો'''}} <poem> ૧ સીધી જાણી તે રેખા સીધી નહોતી અગણિત બિંદુઓમાં ખંડિત ને વંકાતી હતી ૨ ક્યારેક સમાંતર રેખાઓ કદી મળતી નહિ હવે મળે હળેભળે છે ૩ સરવાળે ત્રિકોણ બે કાટખૂણે સપાટી ગ...") |
(→) |
||
Line 3: | Line 3: | ||
<poem> | <poem> | ||
૧ | '''૧''' | ||
સીધી જાણી તે રેખા | સીધી જાણી તે રેખા | ||
Line 12: | Line 12: | ||
૨ | '''૨''' | ||
ક્યારેક | ક્યારેક | ||
Line 22: | Line 22: | ||
૩ | '''૩''' | ||
સરવાળે | સરવાળે | ||
Line 32: | Line 32: | ||
૪ | '''૪''' | ||
શક્તિનું | શક્તિનું | ||
Line 42: | Line 42: | ||
૫ | '''૫''' | ||
પ્રકાશગતિ કરતાં ઝડપી બિંબ | પ્રકાશગતિ કરતાં ઝડપી બિંબ | ||
Line 50: | Line 50: | ||
૬ | '''૬''' | ||
પદાર્થ | પદાર્થ | ||
Line 58: | Line 58: | ||
શક્યતાઓના તરંગસમૂહમાં | શક્યતાઓના તરંગસમૂહમાં | ||
તરંગોના | તરંગોના | ||
નિયમરહિત | નિયમરહિત આંતર્સંબંધોમાં | ||
૭ | '''૭''' | ||
એક સૂર્યમાળા એક આકાશ | એક સૂર્યમાળા એક આકાશ | ||
Line 73: | Line 73: | ||
૮ | '''૮''' | ||
ખંડિતતા | ખંડિતતા |
Latest revision as of 01:52, 27 March 2023
ખંડિત સત્યો
૧
સીધી જાણી તે રેખા
સીધી નહોતી
અગણિત બિંદુઓમાં ખંડિત
ને
વંકાતી હતી
૨
ક્યારેક
સમાંતર રેખાઓ
કદી મળતી નહિ
હવે
મળે
હળેભળે છે
૩
સરવાળે
ત્રિકોણ બે કાટખૂણે
સપાટી
ગોળાકાર થતાં જ
બેઉ કાંઠા
છલકાઈ ઊઠે છે
૪
શક્તિનું
રૂપાંતર થતું...
નિર્માણ-નાશ શક્ય નહોતા
પરમાણુ
ભીતરથી સળવળી ઊઠે કે
વિસ્ફોટ થાય
૫
પ્રકાશગતિ કરતાં ઝડપી બિંબ
સમયને
ઊંધે માથે
પટકે છે
૬
પદાર્થ
વિભાજિત થયો કણમાં
તત્ત્વમાં
અણુ પરમાણુ વીજાણુમાં
શક્યતાઓના તરંગસમૂહમાં
તરંગોના
નિયમરહિત આંતર્સંબંધોમાં
૭
એક સૂર્યમાળા એક આકાશ
એક બ્રહ્માંડ
સંતુલિત આકર્ષણોમાં બદ્ધ
અનેક સૂર્યમાળા અનેક આકાશ
અનેક બ્રહ્માંડ
એકમેકથી આઘા ને આઘા
વહ્યે જતાં
મુક્ત
૮
ખંડિતતા
સત્ય છે
સત્યની વિલક્ષણતાની
બીજી બાજુ છે
ના
એક બાજુ જ છે
ખંડિતતા
સત્યની રમત છે