શાંત કોલાહલ/૧ લલિત: Difference between revisions
Jump to navigation
Jump to search
રાગિણી
૧ લલિત
No edit summary |
(પ્રૂફ) |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 12: | Line 12: | ||
તારા પ્રસન્ન ઉરનો ટહુકંત છંદ | તારા પ્રસન્ન ઉરનો ટહુકંત છંદ | ||
ઝીલી રહેલ દ્રુમકોકિલ, | ઝીલી રહેલ દ્રુમકોકિલ, દિગ્દિગંતે | ||
એની કશી ધ્વનિત જાગ્રતિ !- ફૂલગંધે | એની કશી ધ્વનિત જાગ્રતિ !- ફૂલગંધે | ||
પોઢેલ વાયુ અવ તો લહરે રમંત ! | પોઢેલ વાયુ અવ તો લહરે રમંત ! | ||
તેં એવું અંજન કશું નયને ધર્યું કે | તેં એવું અંજન કશું નયને ધર્યું કે | ||
જે | જે ન્યાળું તે સકલ સુંદર વ્હાલસોયું ! | ||
ને પ્રાણનેય પણ સ્પંદન ! તાલપ્રોયું | ને પ્રાણનેય પણ સ્પંદન ! તાલપ્રોયું | ||
અસ્તિત્વ મારું લહું નૃત્યતણા હિલોળે ! | અસ્તિત્વ મારું લહું નૃત્યતણા હિલોળે ! | ||
Line 24: | Line 24: | ||
સંમોહને, લલિત હે ! અનુરાગશીલ. | સંમોહને, લલિત હે ! અનુરાગશીલ. | ||
</poem>}} | </poem>}} | ||
{{HeaderNav2 | |||
|previous = | |||
|next = ૨ તોડી | |||
}} |
Latest revision as of 01:24, 1 April 2023
રે ધન્ય, આ નયન ધન્ય તને લહીને !
તું ઓસને સલિલ નિર્મલ કંજલક્ષ્મી,
તું ભાસ્વતી ગગનની અરુણા યશસ્વી,
મારે નિકેતન તને લહી ધન્ય, ધન્ય !
તારા પ્રસન્ન ઉરનો ટહુકંત છંદ
ઝીલી રહેલ દ્રુમકોકિલ, દિગ્દિગંતે
એની કશી ધ્વનિત જાગ્રતિ !- ફૂલગંધે
પોઢેલ વાયુ અવ તો લહરે રમંત !
તેં એવું અંજન કશું નયને ધર્યું કે
જે ન્યાળું તે સકલ સુંદર વ્હાલસોયું !
ને પ્રાણનેય પણ સ્પંદન ! તાલપ્રોયું
અસ્તિત્વ મારું લહું નૃત્યતણા હિલોળે !
તારા મૃણાલવદને ઝૂક્યું વ્યોમ નીલ
સંમોહને, લલિત હે ! અનુરાગશીલ.