શાંત કોલાહલ/સ્વપ્ન: Difference between revisions
(Created page with " <center>'''સ્વપ્ન'''</center> <poem> જે સ્વપ્ન જોયું, અહીં જાગૃતિ સંગ એનું સંધાન પામું, પ્રિય હે, રમણીય કેવું ! હું એકલો કહીં મહાનદને કિનાર ઊભો વિલોકી રહું દૂરની અદ્રિકુંજ : કોઈ અગમ્ય લહું કર્ષણ દુર્...") |
(formatting corrected.) |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 3: | Line 3: | ||
<center>'''સ્વપ્ન'''</center> | <center>'''સ્વપ્ન'''</center> | ||
<poem> | {{block center|<poem> | ||
જે સ્વપ્ન જોયું, અહીં જાગૃતિ સંગ એનું | જે સ્વપ્ન જોયું, અહીં જાગૃતિ સંગ એનું | ||
સંધાન પામું, પ્રિય હે, રમણીય કેવું ! | સંધાન પામું, પ્રિય હે, રમણીય કેવું ! | ||
Line 49: | Line 49: | ||
ક્યાંયે ન કોઈ દિસતું, રવહીન શાન્તિ | ક્યાંયે ન કોઈ દિસતું, રવહીન શાન્તિ | ||
વ્યાપી બધે, પણ હવા મહિં ભાર ભૂર. | વ્યાપી બધે, પણ હવા મહિં ભાર ભૂર. | ||
ના | ના દૃષ્ટિની શ્રવણનીય ન લેશ ભ્રાન્તિ, | ||
રે કોઈ ગોપન રહી રમતું અદૂર ! | રે કોઈ ગોપન રહી રમતું અદૂર ! | ||
Line 59: | Line 59: | ||
ક્યાં અદ્રિકુંજ તણી સુંદરતા અને ક્યાં | ક્યાં અદ્રિકુંજ તણી સુંદરતા અને ક્યાં | ||
એકાન્ત નિર્જન અહીં અવ રક્ત શ્યામ ! | એકાન્ત નિર્જન અહીં અવ રક્ત શ્યામ ! | ||
ચોમેર-કાશ | ચોમેર-કાશ તરુ અંતરિયાળ-થી હ્યાં | ||
મંડાય ભૂખી શત આંખ અદીઠ આમ. | મંડાય ભૂખી શત આંખ અદીઠ આમ. | ||
Line 68: | Line 68: | ||
મેં ભાલમાહિં કીધ લેપન ભસ્મ કેરું : | મેં ભાલમાહિં કીધ લેપન ભસ્મ કેરું : | ||
ને પ્રેત- અસ્થિ-અવશેષ પડેલ સર્વ | ને પ્રેત - અસ્થિ - અવશેષ પડેલ સર્વ | ||
એને ધરી દઈ વહેણનીમાંહિ, હેરું | એને ધરી દઈ વહેણનીમાંહિ, હેરું | ||
તો વાયુમંડલ કશું હળવું પ્રફુલ્લ ! | તો વાયુમંડલ કશું હળવું પ્રફુલ્લ ! | ||
Line 79: | Line 79: | ||
એના જવે અચલ મૌન બન્યું વિલોલ : | એના જવે અચલ મૌન બન્યું વિલોલ : | ||
ઉલ્લાસપૂર્ણ ટહુકે ઊડતાં વિહંગ : | ઉલ્લાસપૂર્ણ ટહુકે ઊડતાં વિહંગ : | ||
ના કોઈ પૂર્વ-પરિભાવન-યાદ તો ય | |||
હાવાં અહીંનું | હાવાં અહીંનું સહુ તે લહું અંતરંગ ! | ||
બ્હોળો | બ્હોળો કંઈક તટ પૂર્ણ થતાં જ ગાઢ | ||
આવ્યું અરણ્ય તરુગુંફથી | આવ્યું અરણ્ય તરુગુંફથી દૃષ્ટિરમ્ય. | ||
આછી સુગંધ સહ કો પ્રસરંત ગાન | આછી સુગંધ સહ કો પ્રસરંત ગાન | ||
જેની ન કર્ણશ્રુતિ, જે પણ | જેની ન કર્ણશ્રુતિ, જે પણ વૃત્તિગમ્ય. | ||
એમાં પ્રવેશતણી ન્યાળી ન કોઈ કેડી | એમાં પ્રવેશતણી ન્યાળી ન કોઈ કેડી | ||
Line 91: | Line 91: | ||
એવી અડોઅડ વનસ્પતિ વિસ્તરેલી | એવી અડોઅડ વનસ્પતિ વિસ્તરેલી | ||
જે છેદી ભેદી કરીને જ ધરાય પાય. | જે છેદી ભેદી કરીને જ ધરાય પાય. | ||
મેં ચાર, છાતી ઊંચી, એડી નીચે દબાવી, | મેં ચાર, છાતી ઊંચી, એડી નીચે દબાવી, | ||
Line 103: | Line 102: | ||
એકાગ્ર, તત્પર ક્ષણે ભરવા જ ફાળ ! | એકાગ્ર, તત્પર ક્ષણે ભરવા જ ફાળ ! | ||
શાં નેત્ર નીલ | શાં નેત્ર નીલ દ્યુતિથી ચમકે બધાંનાં | ||
જે તીક્ષ્ણ તીર સમ વેધક(દર્શનીય) : | જે તીક્ષ્ણ તીર સમ વેધક(દર્શનીય) : | ||
ને બાજુમાં જ ફલ પક્વ લહું મઝાનાં | ને બાજુમાં જ ફલ પક્વ લહું મઝાનાં | ||
Line 111: | Line 110: | ||
કર્બૂર વાહસ પ્રલંબ પ્રચંડકાય. | કર્બૂર વાહસ પ્રલંબ પ્રચંડકાય. | ||
નિશ્ચેષ્ટ ને વળી કહીં કંઈ પત્રછાયો, | નિશ્ચેષ્ટ ને વળી કહીં કંઈ પત્રછાયો, | ||
સૂતેલ શો, | સૂતેલ શો, દૃગ છતાં ઊઘડે મીંચાય ! | ||
આંહી બધે જ અવરોધન કિંતુ પેલો | આંહી બધે જ અવરોધન કિંતુ પેલો | ||
Line 121: | Line 120: | ||
આવે હવા પર સહેલતું આ દિશામાં. | આવે હવા પર સહેલતું આ દિશામાં. | ||
ક્યારેક સાદ- કલનાદ કરંત, જોઈ | ક્યારેક સાદ- કલનાદ કરંત, જોઈ | ||
જાણે મને | જાણે મને ઇજન દેતું પ્રસન્નતામાં. | ||
ઝૂકી નજીક, ત્રણ ચક્ર | ઝૂકી નજીક, ત્રણ ચક્ર લઈ વિશાળ, | ||
રે શાન્ત | રે શાન્ત દૃષ્ટિ-ઋજુ બોલ-તણા ઇશારે | ||
દેખાડતું ન પથ હોય શું એમ જાય. | દેખાડતું ન પથ હોય શું એમ જાય. | ||
પાછું ફરી; હું સરું દોરવણી પ્રમાણે. | પાછું ફરી; હું સરું દોરવણી પ્રમાણે. | ||
Line 134: | Line 133: | ||
એ શ્યામ શૈલ તણી ભેખડ ખીણ માંહે | એ શ્યામ શૈલ તણી ભેખડ ખીણ માંહે | ||
કૈં પદ્મરાગ, કહી તો વળી ઇન્દ્રનીલ | |||
જેવા વિભિન્ન બહુ વર્ણની ઝાંય સોહે, | જેવા વિભિન્ન બહુ વર્ણની ઝાંય સોહે, | ||
ત્યાં કો ગુહાલય તણા લહું રત્નકીલ. | ત્યાં કો ગુહાલય તણા લહું રત્નકીલ. | ||
ને એ જ તે સ્થલથી | ને એ જ તે સ્થલથી ઉદ્ભવતું સૂરીલું | ||
વીણાની સંગ મધુ કંઠનું રમ્ય ગાન; | વીણાની સંગ મધુ કંઠનું રમ્ય ગાન; | ||
એની પરંપરિત લ્હેરની છોળ ઝીલું | એની પરંપરિત લ્હેરની છોળ ઝીલું | ||
Line 148: | Line 147: | ||
રે ઘોર ઘોષથી ધ્રૂજંત દિગન્તરાલ. | રે ઘોર ઘોષથી ધ્રૂજંત દિગન્તરાલ. | ||
જેવો સહેજ કરું દંડથી યુક્ત હસ્ત | |||
ઊંચો, ત્યહીં | ઊંચો, ત્યહીં ઊભય શાન્ત વિનમ્ર ભાવે | ||
પાળેલ હોય પશુ તેમ લપાય; સ્વસ્થ | પાળેલ હોય પશુ તેમ લપાય; સ્વસ્થ | ||
સોપાનશ્રેણી ચડી જાઉં ગુહાની માંહે. | સોપાનશ્રેણી ચડી જાઉં ગુહાની માંહે. | ||
Line 159: | Line 158: | ||
ખોળાનું બીન નિજ બાજુ વિશે ધરીને | ખોળાનું બીન નિજ બાજુ વિશે ધરીને | ||
પર્યંકથી ઊતરી સસ્મિત આવકાર | |||
દેતી, સમીપ મુજ આવતી, અન્ય એને | દેતી, સમીપ મુજ આવતી, અન્ય એને | ||
નીલાંચલા અનુસરી રહી અષ્ટ નાર. | નીલાંચલા અનુસરી રહી અષ્ટ નાર. | ||
પ્રત્યેક વાદ્ય અવ મૌન મહીં તથાપિ | |||
માધુર્યથી સભર ઝંકૃતિ સંભળાય ! | માધુર્યથી સભર ઝંકૃતિ સંભળાય ! | ||
ત્યાં સુંદરી અનુનયે શી વશિત્વવાળી | ત્યાં સુંદરી અનુનયે શી વશિત્વવાળી | ||
સૌહાર્દઇંગિતથી ભીતર દોરી જાય ! | |||
આતિથ્ય કેવલ નહીં, પરિચાર ભિન્ન | આતિથ્ય કેવલ નહીં, પરિચાર ભિન્ન | ||
Line 175: | Line 174: | ||
એણે ઊંડા ઉમળકાથી અનામિકાની | એણે ઊંડા ઉમળકાથી અનામિકાની | ||
મુદ્રા મને દીધ સુશોભિત પંચરત્ને : | મુદ્રા મને દીધ સુશોભિત પંચરત્ને : | ||
ને | ને કર્ણગોષ્ટિ સમ મંદ વદંત વાણી | ||
એના રહસ્યની | એના રહસ્યની કંઈક સલજ્જ થૈને. | ||
‘જેણે કરાંગુલિ વિષે ધરી મુદ્રિકા આ | ‘જેણે કરાંગુલિ વિષે ધરી મુદ્રિકા આ | ||
Line 186: | Line 185: | ||
ઊભી ત્રિભંગમહિં સુંદર ત્યાં જ એના | ઊભી ત્રિભંગમહિં સુંદર ત્યાં જ એના | ||
કૂણા મૃણાલકરને ગ્રહીને અમૂલ | કૂણા મૃણાલકરને ગ્રહીને અમૂલ | ||
વીંટી પરોવી દીધ મેં લહી નંદહેલા ! | વીંટી પરોવી દીધ મેં; લહી નંદહેલા ! | ||
સંસ્પર્શના બલ થકી ધરીને મને જ્યાં | સંસ્પર્શના બલ થકી ધરીને મને જ્યાં | ||
ધીરે પદે | ધીરે પદે લઈ જતી નિજ ગર્ભ ગેહે | ||
રે ધન્ય એ પલ, હું જાગી નિહાળું છું ત્યાં | રે ધન્ય એ પલ, હું જાગી નિહાળું છું ત્યાં | ||
તો આપણે જ અભિલગ્ન રહેલ નેહે ! | તો આપણે જ અભિલગ્ન રહેલ નેહે ! | ||
Line 195: | Line 194: | ||
આ સ્વપ્નનો સુખદ આસવ તેં જ પાયો, | આ સ્વપ્નનો સુખદ આસવ તેં જ પાયો, | ||
તારા સુકોમલ કરે કર આ ગ્રહાયો. | તારા સુકોમલ કરે કર આ ગ્રહાયો. | ||
</poem> | </poem>}} | ||
{{HeaderNav2 | {{HeaderNav2 |
Latest revision as of 23:08, 15 April 2023
જે સ્વપ્ન જોયું, અહીં જાગૃતિ સંગ એનું
સંધાન પામું, પ્રિય હે, રમણીય કેવું !
હું એકલો કહીં મહાનદને કિનાર
ઊભો વિલોકી રહું દૂરની અદ્રિકુંજ :
કોઈ અગમ્ય લહું કર્ષણ દુર્નિવાર,
આલાપ સાદ સુણું સંતત મંદમંદ.
ત્યાં નીરખું નિકટ આવી રહેલ નાવ
વેગે, પ્રફુલ્લસઢ, તોરણ ને પતાકા
કેરે અલંકરણ, વૈભવને પ્રભાવ,
રે કિંતુ માનવની કોઈ મળે ન રેખા !
કો પૂર્વ નિર્ણયથી સન્મુખ આવી ઝૂકી,
સંકેતથી રહી નિમંત્રણ દેતી, હૃદ્ય;
આંનદની સહજ ઊર્મિની પ્રેરણાથી
ત્યાં હું ય તૂતકની ઉપર જાઉં સદ્ય.
શી ત્યાં અદર્શ હિલચાલ થતી લહાય !
ઘેરો હવાની મહીં કો જયઘોષ ગાજે !
મોરો ફરે ત્વરિત ને દ્રુત વેગ ધાય
છૂટેલ તીર સમ કેવળ લક્ષ્ય કાજે !
હિલ્લોળતા જલતરંગની કંદરાથી
સંગીત કોઈ વહતું મધુમૂર્ચ્છનામાં :
વિદ્યાધરીની મૃદુ અંગુલિના સુહાગી
સ્પર્શે સકંપ બીન ઝંકૃત સંમુદામાં?!
એનું રહસ્ય ધરવા લહું નિર્નિમેષ
ત્યાં, વારિ ક્યાંય નહિ, ઓઘપ્રકાશ કેરો :
ને વીચિ વીચિ પર હીરકની વિશેષ
રંગીન ઝાંય મહીં યે પણ સૂર પેલો !
માધુર્યમાંહિ મન લીન બન્યું સહેજે :
ને શૂન્યની સ્થિતિ, ન જ્યાં ધ્વનિનું ય ભાન.
ત્યારે જ લાધી ફરી જાગ્રતિ, નવ્ય દેશે
હોડી થઈ સ્થિર, જ્યહીં વિરમેલ ગાન.
એ શૈલભૂમિ પર પાય ધરું અને જ્યાં
પાછો વળી લહું, ન ક્યાંય જણાય નાવ !
હું કૈંક વિસ્મયથી દૂર વિલોકતો ત્યાં
કો અટ્ટહાસ્ય ઊઠતું ભયને વિભાવ.
ક્યાંયે ન કોઈ દિસતું, રવહીન શાન્તિ
વ્યાપી બધે, પણ હવા મહિં ભાર ભૂર.
ના દૃષ્ટિની શ્રવણનીય ન લેશ ભ્રાન્તિ,
રે કોઈ ગોપન રહી રમતું અદૂર !
શેવાળનીલ તટભેખડ ઠેકી થોડે
આગે જતાં નીરખું માનવ અસ્થિમુંડ
વેરાયલાં અહીંતહીં બહુ જેની સોડે
કો અભ્રશ્વેત વળી ન્યાળું હું ભસ્મપુંજ !
ક્યાં અદ્રિકુંજ તણી સુંદરતા અને ક્યાં
એકાન્ત નિર્જન અહીં અવ રક્ત શ્યામ !
ચોમેર-કાશ તરુ અંતરિયાળ-થી હ્યાં
મંડાય ભૂખી શત આંખ અદીઠ આમ.
આછેરી કંપલહરી વહી રોમ રોમ,
એને પ્રભાવ નવશક્તિથી સ્ફૂર્તિવંત :
મારે જ તેમ સહુ ઉજ્જવલ ભૂમિ વ્યોમ
ને હાથમાં નિયતિનો લહું ભાગ્યદંડ !
મેં ભાલમાહિં કીધ લેપન ભસ્મ કેરું :
ને પ્રેત - અસ્થિ - અવશેષ પડેલ સર્વ
એને ધરી દઈ વહેણનીમાંહિ, હેરું
તો વાયુમંડલ કશું હળવું પ્રફુલ્લ !
હું મંદ મંદ ગિરિકાનનની દિશામાં
ચાલું ત્યહીં નકુલ કો’ ખડપુંજમાંથી
ડોકાઈ, બીજી ગમ વેલ છવાઈ તેમાં
જાતો અનાકુલ પદે રમતો ત્વરાથી.
એના જવે અચલ મૌન બન્યું વિલોલ :
ઉલ્લાસપૂર્ણ ટહુકે ઊડતાં વિહંગ :
ના કોઈ પૂર્વ-પરિભાવન-યાદ તો ય
હાવાં અહીંનું સહુ તે લહું અંતરંગ !
બ્હોળો કંઈક તટ પૂર્ણ થતાં જ ગાઢ
આવ્યું અરણ્ય તરુગુંફથી દૃષ્ટિરમ્ય.
આછી સુગંધ સહ કો પ્રસરંત ગાન
જેની ન કર્ણશ્રુતિ, જે પણ વૃત્તિગમ્ય.
એમાં પ્રવેશતણી ન્યાળી ન કોઈ કેડી
મેં આમતેમ બહુ ખોજ કરી છતાં ય:
એવી અડોઅડ વનસ્પતિ વિસ્તરેલી
જે છેદી ભેદી કરીને જ ધરાય પાય.
મેં ચાર, છાતી ઊંચી, એડી નીચે દબાવી,
ત્યાં તો કશી ખળભળે વન વ્યગ્ર થાતું !
ચિત્કાર સંગ શત વાનર આંહિં ત્યાંથી
ડોકાય, ધાય, મુખ જેમનું ક્રોધરાતું !
મેં જ્યાં ધર્યો પગ ત્યહીં અટકું ઘડીક,
નિસ્તબ્ધ ત્યાં સકલ વૃક્ષની ડાળ ડાળ :
જે જ્યાં ત્યહીં જ સ્થિર એ કપિનું અનીક,
એકાગ્ર, તત્પર ક્ષણે ભરવા જ ફાળ !
શાં નેત્ર નીલ દ્યુતિથી ચમકે બધાંનાં
જે તીક્ષ્ણ તીર સમ વેધક(દર્શનીય) :
ને બાજુમાં જ ફલ પક્વ લહું મઝાનાં
જેની હતી રુચિ-સ્પૃહા ન મને જરીય.
આ બાજુ સંનિકટ કો થડને વીંટાયો
કર્બૂર વાહસ પ્રલંબ પ્રચંડકાય.
નિશ્ચેષ્ટ ને વળી કહીં કંઈ પત્રછાયો,
સૂતેલ શો, દૃગ છતાં ઊઘડે મીંચાય !
આંહી બધે જ અવરોધન કિંતુ પેલો
ઊંડાણમાંથી અહીંનાં પ્રગટંત સૂર :
હું વિઘ્નને અવગણી ધ્વનિ મેર નેત્રો
માંડું : -ઘટાની મહીં દૂર પ્રકાશપુંજ.
આ તેજમાંથી લહું શ્વેત વિહંગ કોઈ
આવે હવા પર સહેલતું આ દિશામાં.
ક્યારેક સાદ- કલનાદ કરંત, જોઈ
જાણે મને ઇજન દેતું પ્રસન્નતામાં.
ઝૂકી નજીક, ત્રણ ચક્ર લઈ વિશાળ,
રે શાન્ત દૃષ્ટિ-ઋજુ બોલ-તણા ઇશારે
દેખાડતું ન પથ હોય શું એમ જાય.
પાછું ફરી; હું સરું દોરવણી પ્રમાણે.
કેવો પ્રદેશ પદક્રાન્ત કરેલ એનો
કોઈ ન બોધ; પણ હંસનું લુપ્ત લક્ષ્ય
થાતાં, વળી નજર ભૂમિ ભણી, અહીં તો
ખુલ્લો પહાડ ખડકાળ તથૈવ ભવ્ય.
એ શ્યામ શૈલ તણી ભેખડ ખીણ માંહે
કૈં પદ્મરાગ, કહી તો વળી ઇન્દ્રનીલ
જેવા વિભિન્ન બહુ વર્ણની ઝાંય સોહે,
ત્યાં કો ગુહાલય તણા લહું રત્નકીલ.
ને એ જ તે સ્થલથી ઉદ્ભવતું સૂરીલું
વીણાની સંગ મધુ કંઠનું રમ્ય ગાન;
એની પરંપરિત લ્હેરની છોળ ઝીલું
ને સંમુદામય સરું સ્વરને વિધાન.
હું જ્યાં કરું ઉપવને રમતાં પ્રવેશ,
ત્યાં બેઉ બાજુ થકી ક્રુદ્ધ કરાલ વ્યાલ
ફૂત્કારતા ગરલ કાલિયથી વિશેષ;
રે ઘોર ઘોષથી ધ્રૂજંત દિગન્તરાલ.
જેવો સહેજ કરું દંડથી યુક્ત હસ્ત
ઊંચો, ત્યહીં ઊભય શાન્ત વિનમ્ર ભાવે
પાળેલ હોય પશુ તેમ લપાય; સ્વસ્થ
સોપાનશ્રેણી ચડી જાઉં ગુહાની માંહે.
આછી ઢળેલ રજની મહીં શુક્ર તારા
લાવણ્ય શુભ્ર વિકિરન્ત નિહાળું સામે :
ને તેજકંપ થકી બે દલ પદ્મ કેરાં
ખૂલે ન શું? પલક નેત્ર તણી વિરામે.
ખોળાનું બીન નિજ બાજુ વિશે ધરીને
પર્યંકથી ઊતરી સસ્મિત આવકાર
દેતી, સમીપ મુજ આવતી, અન્ય એને
નીલાંચલા અનુસરી રહી અષ્ટ નાર.
પ્રત્યેક વાદ્ય અવ મૌન મહીં તથાપિ
માધુર્યથી સભર ઝંકૃતિ સંભળાય !
ત્યાં સુંદરી અનુનયે શી વશિત્વવાળી
સૌહાર્દઇંગિતથી ભીતર દોરી જાય !
આતિથ્ય કેવલ નહીં, પરિચાર ભિન્ન
પામું હું આર્દ્ર ઉરની રતિપ્રેરણાનો.
એ પાર્શ્વ માંહિ ઉપવિષ્ટ પછી, પ્રસન્ન
રેલે અમી-ઘૂંટ પરસ્પર પૂર્ણતાનો.
એણે ઊંડા ઉમળકાથી અનામિકાની
મુદ્રા મને દીધ સુશોભિત પંચરત્ને :
ને કર્ણગોષ્ટિ સમ મંદ વદંત વાણી
એના રહસ્યની કંઈક સલજ્જ થૈને.
‘જેણે કરાંગુલિ વિષે ધરી મુદ્રિકા આ
એને બધે ય સહેજે મળી જાય માર્ગ;
આ ભૂમિ કે સલિલ, અગ્નિ, પ્રવાતમાં વા
વ્યોમે અલભ્ય સ્થળ કો ન, સદા કૃતાર્થ.’
ઢાળી દઈ નયન ચંચલ એ અબોલ
ઊભી ત્રિભંગમહિં સુંદર ત્યાં જ એના
કૂણા મૃણાલકરને ગ્રહીને અમૂલ
વીંટી પરોવી દીધ મેં; લહી નંદહેલા !
સંસ્પર્શના બલ થકી ધરીને મને જ્યાં
ધીરે પદે લઈ જતી નિજ ગર્ભ ગેહે
રે ધન્ય એ પલ, હું જાગી નિહાળું છું ત્યાં
તો આપણે જ અભિલગ્ન રહેલ નેહે !
આ સ્વપ્નનો સુખદ આસવ તેં જ પાયો,
તારા સુકોમલ કરે કર આ ગ્રહાયો.