અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાનુપ્રસાદ ત્રિવેદી/પૂછીએ કોને જઈને ?: Difference between revisions
HardikSoni (talk | contribs) (Created page with "<poem> આ માટીમાંથી મ્હેક વૃષ્ટિની કેમ કરી ખોવાણી {{space}}— પૂછીએ કોને જઈને?...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|પૂછીએ કોને જઈને ?|ભાનુપ્રસાદ ત્રિવેદી}} | |||
<poem> | <poem> | ||
આ માટીમાંથી મ્હેક વૃષ્ટિની કેમ કરી ખોવાણી | આ માટીમાંથી મ્હેક વૃષ્ટિની કેમ કરી ખોવાણી | ||
Line 26: | Line 28: | ||
{{space}}{{space}}{{space}}— પૂછીએ કોને જઈને? | {{space}}{{space}}{{space}}— પૂછીએ કોને જઈને? | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાનુપ્રસાદ ત્રિવેદી/વાવોલ | વાવોલ ]] | જળ જંપે ત્યાં કોઈ રે આવી રૅણ-ઢબૂર્યાં નૅણમાં]] | |||
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાનુપ્રસાદ ત્રિવેદી/અમારો વાંક! | અમારો વાંક!]] | વનમાં ગ્હેક્યા મોર, અમારો વાંક!]] | |||
}} |
Latest revision as of 09:42, 22 October 2021
ભાનુપ્રસાદ ત્રિવેદી
આ માટીમાંથી મ્હેક વૃષ્ટિની કેમ કરી ખોવાણી
— પૂછીએ કોને જઈને?
આ કલ કલ ડૂંડે દૂધ ફૉરતી નગરીઓ રોળાણી
— પૂછીએ કોને જઈને?
રમતિયાળ એ આંગણ પંખિલ
વાતી લહર ખણકતી,
સાકરની કિંકણીઓ ખિલ ખિલ
ઘરની કુંજ રણકતી;
આ આભ તણી પાંપણ મધરાતી શ્રાવણ થઈ તોળાણી
— પૂછીએ કોને જઈને?
થપ્પો રમતી હવા કેટલી
થાકી ગોતી ગોતી,
દાવ-અધીરી ખડી એકલી
સાંઝ વાટ ર્હૈ જોતી;
આ અચમચ છોડી રમત, પાંખડી કયે દેશ પ્રોવાણી?
— પૂછીએ કોને જઈને?
ઊગતી આથમતી હરિણીઓ
ફેરફુદરડી ફરતી,
કલરવ કરતી સૌ પંખિણીઓ
નીડ વિશે જઈ ઠરતી;
આ હજીય ઊભી બારસાખમાં આંગળીઓ કોરાણી
— પૂછીએ કોને જઈને?