શાંત કોલાહલ/ધરુ: Difference between revisions
Jump to navigation
Jump to search
ધરુ
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
(formatting corrected.) |
||
Line 2: | Line 2: | ||
<poem>છલોછલ | {{block center|<poem>છલોછલ | ||
ભરેલ ક્યારા મહીં ભાતના | ભરેલ ક્યારા મહીં ભાતના | ||
ધરુ ચોપી રહ્યાં બેઉ અમે લળી લળી. | ધરુ ચોપી રહ્યાં બેઉ અમે લળી લળી. | ||
Line 24: | Line 24: | ||
(વિદાયના મંગલ પર્વનું) | (વિદાયના મંગલ પર્વનું) | ||
અને | અને | ||
એને હું ન્યાળું ત્યહીં શસ્ય ધારતી.</poem> | એને હું ન્યાળું ત્યહીં શસ્ય ધારતી.</poem>}} | ||
{{HeaderNav2 |previous =શાન્તિ |next = વૈશાખી વંટોળ}} | {{HeaderNav2 |previous =શાન્તિ |next = વૈશાખી વંટોળ}} |
Latest revision as of 01:00, 16 April 2023
છલોછલ
ભરેલ ક્યારા મહીં ભાતના
ધરુ ચોપી રહ્યાં બેઉ અમે લળી લળી.
શેઢે ત્યહીં
જાંબુની ડાળ-દોરડે
હિંડોલતી ટ્હૌકતી વન્યપંખિણી સમી
અમારી દુહિતા...
અસીમ આ એકાન્ત એના થકી છે ભર્યું ભર્યું.
આવી—
ઘડી શ્રાવણ કેરું અંબર ભરી-
પળે વાદળ
(તેજછાંયના તરંગને લોલ વહેણ)
ખેતરે ઝીલાય એની જલતાપ ઝર્મર.
આમૂલ આણ્યાં
અહીં નવ્ય ભૂમિમાં ચોપી રહ્યાં તે ધરુ !
ના, ધરુ નહીં...
રે ન્યાળું એમાં સુકુમાર કન્યકાતણું
સમુત્ફુલ્લ ગભીર આનન
(વિદાયના મંગલ પર્વનું)
અને
એને હું ન્યાળું ત્યહીં શસ્ય ધારતી.