દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૮૨. અંધેરી નગરી: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૮૨. પુરી એક અંધેરી નગરી ને ગંડુ રાજા|}} <poem> પુરી એક અંધેરી ને ગંડુ રાજા. ટકે શેર ભાજી ટકે શેર ખાજા; બધી ચીજ વેચાય ત્યાં ભાવ એકે, કદી સારી બુરી ન વેચે વિવેકે. તહાં જઈ ચડ્યાં બે ગુરુ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 2: | Line 2: | ||
{{Heading|૮૨. પુરી એક અંધેરી નગરી ને ગંડુ રાજા|}} | {{Heading|૮૨. પુરી એક અંધેરી નગરી ને ગંડુ રાજા|}} | ||
Line 67: | Line 66: | ||
દેશ સુધારાની તહાં, તો આશા શી થાય. | દેશ સુધારાની તહાં, તો આશા શી થાય. | ||
</poem> | </poem> | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૮૧. અટકચાળો છોકરો | ||
|next = | |next = ૮૩. રાજ મળ્યું તો શું થયું | ||
}} | }} |
Latest revision as of 05:27, 23 April 2023
પુરી એક અંધેરી ને ગંડુ રાજા.
ટકે શેર ભાજી ટકે શેર ખાજા;
બધી ચીજ વેચાય ત્યાં ભાવ એકે,
કદી સારી બુરી ન વેચે વિવેકે.
તહાં જઈ ચડ્યાં બે ગુરુ એક ચેલો,
ગયો ગામમાં માગવા શિષ્ય પેલો;
લીધી સૂખડી હાટથી આપી આટો,
ગુરુ પાસ જૈને કહે ખૂબ ખાટ્યો.
ગુરુજી કહે રાત રહેવું ન આંહી,
સઉ એક ભાવે ખપે ચીજ જ્યાંહી;
હશે ચોર ને શાહનો ન્યાય એકે,
નહીં હોય શિક્ષા ગુનાની વિવેકે.
કદી ગામ એવા વિશે ના વશીજે,
ચલો સદ્ય ચેલા જેવું ગામ બીજે;
કહે શિષ્ય ખાવા પીવા ખૂબ આંહી,
તજી તેહ હું તો ન આવીશ ક્યાંહી.
ગુરુએ બહુ બોધ કીધો જ ખાસો,
નહીં યોગ્ય આંહી રહે રાત વાસો;
ન માની કશી વાત તે શિષ્ય જ્યારે,
ગુરુજી તજીને ગયા આમ ત્યારે.
રહ્યા શિષ્યજી તો ત્યહાં દિન ઝાઝા,
બહુ ખાઈ પીને થયા ખૂબ તાજા;
પછીથી થયા તેહના હાલ કેવા,
કહું છું હવે હું સુણો સર્વ તેવા.
તસકર ખાતર પાડવા, ગયા વણિકને દ્વાર;
તહાં ભીંત તૂટી પડી, ચોર દબાયા ચાર.
માત પ્રભાતે ચોરની, ગઈ નૃપને ફરિયાદ;
શૂળી ઠરાવી શેઠને, ડોશીની સુણી દાદ.
એવું ઘર કેવું ચણ્યું, ખૂન થયાં તે ઠાર;
રાતે ખાતર ખોદતાં, ચોર દબાયા ચાર.
વણિક કહે કડિયાતણો, એમાં વાંક અપાર;
ખરેખરી એમાં નથી, મારી ખોડ લગાર.
કડિયાણ શૂળી ઠરી, વણિક બચ્યો તે વાર;
ચુક ગારો કરનારની, કડિયે ફરી ઉચ્ચાર.
ગારો કરનારો કહે, પાણી થયું વિશેષ;
એતો ચૂક પખાલીની, મારી ચૂક ન લેશ.
પૂરપતિ કહે પખાલીને, જો તું શૂળીએ જાય;
આજ પછી આ ગામમાં, એવા ગુના ન થાય.
મુલ્લા નિસર્યા મારગે, મેં જોયું તે દીશ;
પાણી અધિક તેથી પડ્યું, રાજા છાંડો રીસ.
મૂલ્લાજીને મારવા, કરી એવો નિરધાર;
શૂળી પાસે લઈ ગયા, મુલ્લાને તે વાર.
ફળ જાડું શૂળીતણું, મુલ્લા પાતળે અંગ;
એવી હકીકત ચાકરે. જૈ કહી ભૂપ પ્રસંગ.
ભૂપ કહે શું હરઘડી, પૂછો હાજર હોય;
શોધી ચઢાવો શૂળીએ, જાડા નરને જોય.
જોતાં જોતાં એ જડ્યો, જોગી જાડે અંગ;
બહુ દિન ખાઈને બન્યો, રાતે માતે રંગ.
શિષ્ય મુદત માગી ગયો, ગુરુ પાસે પસ્તાય;
ગુરુએ આવી ઉગારીઓ, અદ્ભુત કરી ઉપાય.
જોગી શૂળી પાસ જઈ, કહે ભૂપ સુણ કાન;
આ અવસર શૂળીએ ચડે, વેગે મળે વિમાન.
ચેલો બોલ્યો હું ચડીયે અમો, પૂરણ મળે પ્રતાપ.
ગુરુ ચેલાને ગામથી, પહોંચાડવા ગાઉ પાંચ;
રાજા શૂળી પર રહ્યો, અંગે વેઠી આંચ.
જહાં ભણેલ ન ભૂપતિ, નિપજે એવા ન્યાય;
દેશ સુધારાની તહાં, તો આશા શી થાય.