નિરંજન ભગતના અનુવાદો/તે સમય: Difference between revisions

Created page with "{{SetTitle}} {{center|<big>''' તે સમય'''</big>}} હું જો કાલિદાસના કાળમાં જન્મ્યો હોત તો ભાગ્યયોગે નવરત્નની માળમાં હું દશમું રત્ન બનત, એક જ શ્લોકમાં સ્તુતિ ગાઈને રાજા પાસેથી ઉજ્જયિનીના નિર્જન છેડે વનથી ઘેર..."
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}  
{{SetTitle}}  
{{center|<big>'''
{{center|<big>'''તે સમય'''</big>}}
તે સમય'''</big>}}

હું જો કાલિદાસના કાળમાં જન્મ્યો હોત તો ભાગ્યયોગે નવરત્નની માળમાં હું દશમું રત્ન બનત, એક જ શ્લોકમાં સ્તુતિ ગાઈને રાજા પાસેથી ઉજ્જયિનીના નિર્જન છેડે વનથી ઘેરાયલું ઘર માગી લેત, રેવાના તટ પર ચંપાના વૃક્ષની નીચે સંધ્યા સમયે સભા બેસત ત્યારે ક્રીડાશૈલ પર મનની મોજ પ્રમાણે કંઠ મોકળો મૂકત, મંદાક્રાન્તા તાલમાં જીવનનૌકા વહી જાત — જો હું કાલિદાસના કાળમાં જન્મ્યો હોત.

Line 26: Line 25:

હમણાં તો હવે એ આનંદથી હું ગર્વથી નાચતો ફરું છું કે કાલિદાસ તો માત્ર નામથી (જીવે) છે પણ હું તો (ખરેખર) જીવતો છું. એના કાળના સ્વાદ, ગંધ હું તો થોડાં થોડાં પણ પામું છું. પણ મારા કાળનો તો કણ પણ એ મહાકવિ પામ્યા નથી. વેણી ઝુલાવતી આ આધુનિક વિનોદિની જે ચાલી જાય છે મહાકવિની કલ્પનામાં એની છબી ન હતી. હે પ્રિયે, તારા તરુણ નેત્રનો પ્રસાદ યાચી યાચીને હું કાલિદાસને હરાવી ગર્વથી નાચતો ફરું છું.

<br> {{HeaderNav2 |previous = યથાસ્થાન |next = છબિ}}