નિરંજન ભગતના અનુવાદો/ચિત્રાંગદા: Difference between revisions
No edit summary |
No edit summary |
||
| (2 intermediate revisions by the same user not shown) | |||
| Line 19: | Line 19: | ||
<poem> | <poem> | ||
{{Playscript|ચિત્રાંગદા:|તમે પંચશર? | {{Playscript|ચિત્રાંગદા:|તમે પંચશર?}} | ||
}} | {{Playscript|મદન:|હા, હું એ જ મનસિજ. | ||
{{Playscript|મદન:| | |||
હા, હું એ જ મનસિજ. | |||
બાંધી જાણું નર અને નારીનાં હૃદય | બાંધી જાણું નર અને નારીનાં હૃદય | ||
વેદનાના બંધનથી. | વેદનાના બંધનથી.}} | ||
}} | |||
{{Playscript|ચિત્રાંગદા:|શી વેદના, શું બંધન જાણે છે આ દાસી. | {{Playscript|ચિત્રાંગદા:|શી વેદના, શું બંધન જાણે છે આ દાસી. | ||
પ્રણમું તમારે પદે. | પ્રણમું તમારે પદે. | ||
પ્રભુ, તમે કોણ દેવ? | પ્રભુ, તમે કોણ દેવ? | ||
}} | }} | ||
{{Playscript|વસંત:| | {{Playscript|વસંત:| હું છું ઋતુરાજ. | ||
હું છું ઋતુરાજ. | |||
જરા મૃત્યુ બંને દૈત્ય ક્ષણે ક્ષણે | જરા મૃત્યુ બંને દૈત્ય ક્ષણે ક્ષણે | ||
વિશ્વને કંકાલ કરવાને ચાહે, | વિશ્વને કંકાલ કરવાને ચાહે, | ||
| Line 39: | Line 35: | ||
હું છું અખિલનું એ જ અનંત યૌવન. | હું છું અખિલનું એ જ અનંત યૌવન. | ||
}} | }} | ||
{{Playscript|ચિત્રાંગદા:| | {{Playscript|ચિત્રાંગદા:|પ્રણામ તમને ભગવન્! ચરિતાર્થ | ||
પ્રણામ તમને ભગવન્! ચરિતાર્થ | |||
દેવદર્શને આ દાસી. | દેવદર્શને આ દાસી. | ||
}} | }} | ||
{{Playscript|મદન:| | {{Playscript|મદન:|કલ્યાણી, શા કાજે આ કઠોર વ્રત તારું? | ||
કલ્યાણી, શા કાજે આ કઠોર વ્રત તારું? | |||
તપસ્યાના તાપે કરે છે મલિન ખિન્ન | તપસ્યાના તાપે કરે છે મલિન ખિન્ન | ||
યૌવનકુસુમ. | યૌવનકુસુમ. | ||
| Line 50: | Line 44: | ||
તું કોણ? શું ચાહે, ભદ્રે? | તું કોણ? શું ચાહે, ભદ્રે? | ||
}} | }} | ||
{{Playscript|ચિત્રાંગદા:| | {{Playscript|ચિત્રાંગદા:|દયા કરો, પ્રભુ! સુણો મારો ઇતિહાસ. | ||
દયા કરો, પ્રભુ! સુણો મારો ઇતિહાસ. | |||
ણાવીશ પ્રાર્થના તે પછી. | ણાવીશ પ્રાર્થના તે પછી. | ||
}} | }} | ||
{{Playscript|મદન:| | {{Playscript|મદન:|સુણવાને ઉત્સુક છું. | ||
સુણવાને ઉત્સુક છું. | |||
}} | }} | ||
{{Playscript|ચિત્રાંગદા:| | {{Playscript|ચિત્રાંગદા:|હું છું ચિત્રાંગદા, મણિપુરરાજકન્યા. | ||
હું છું ચિત્રાંગદા, મણિપુરરાજકન્યા. | |||
મારા પિતૃવંશે કદી પુત્રી જનમશે નહીં | મારા પિતૃવંશે કદી પુત્રી જનમશે નહીં | ||
આપી ગયા એવો વર દેવ ઉમાપતિ | આપી ગયા એવો વર દેવ ઉમાપતિ | ||
| Line 68: | Line 59: | ||
હું તો આવી કઠિન છું નારી. | હું તો આવી કઠિન છું નારી. | ||
}} | }} | ||
{{Playscript|મદન:| | {{Playscript|મદન:|સાંભળ્યું છે બહુ તેથી તારો પિતા | ||
સાંભળ્યું છે બહુ તેથી તારો પિતા | |||
તને પુત્રની સમાન પાળી રહ્યો, | તને પુત્રની સમાન પાળી રહ્યો, | ||
શીખવી છે ધનુર્વિદ્યા, રાજદંડનીતિ. | શીખવી છે ધનુર્વિદ્યા, રાજદંડનીતિ. | ||
}} {{Playscript|ચિત્રાંગદા:| | }} {{Playscript|ચિત્રાંગદા:|તેથી પુરુષના વેશે નિત્ય કરું રાજકાજ | ||
તેથી પુરુષના વેશે નિત્ય કરું રાજકાજ | |||
યુવરાજરૂપે, ફરું સ્વૈરપણે. | યુવરાજરૂપે, ફરું સ્વૈરપણે. | ||
જાણું નહીં લજ્જા, ભય, અંતઃપુરવાસ; | જાણું નહીં લજ્જા, ભય, અંતઃપુરવાસ; | ||
| Line 80: | Line 69: | ||
કેવળ ન શીખી, દેવ, કેવી રીતે તાકવાનું | કેવળ ન શીખી, દેવ, કેવી રીતે તાકવાનું | ||
નયનના ખૂણામાંથી તમારું આ પુષ્પબાણ. | નયનના ખૂણામાંથી તમારું આ પુષ્પબાણ. | ||
}} {{Playscript|વસંત:| | }} {{Playscript|વસંત:|સુનયને, નારીને એ વિદ્યા શું કૈં શીખવાની હોય? | ||
સુનયને, નારીને એ વિદ્યા શું કૈં શીખવાની હોય? | |||
નયન તો પોતે કરે નયનનું કામ. | નયન તો પોતે કરે નયનનું કામ. | ||
હૃદયમાં વાગે જેને તે જ જાણે. | હૃદયમાં વાગે જેને તે જ જાણે. | ||
}} {{Playscript|ચિત્રાંગદા:| | }} {{Playscript|ચિત્રાંગદા:|એક દિન ગઈ હતી મૃગલાની શોધે | ||
એક દિન ગઈ હતી મૃગલાની શોધે | |||
એકાકિની ઘનવને પૂર્ણાનદીતીરે. | એકાકિની ઘનવને પૂર્ણાનદીતીરે. | ||
વૃક્ષ સાથે બાંધી અશ્વ, દુર્ગમ કુટિલ વનપથે | વૃક્ષ સાથે બાંધી અશ્વ, દુર્ગમ કુટિલ વનપથે | ||
| Line 115: | Line 102: | ||
એ જ ક્ષણે પ્રથમ મેં જોયો | એ જ ક્ષણે પ્રથમ મેં જોયો | ||
મારી સામે આવી ઊભો કો’ પુરુષ. | મારી સામે આવી ઊભો કો’ પુરુષ. | ||
}} {{Playscript|મદન:| | }} {{Playscript|મદન:|એ તો મારું જ શિક્ષણ સુલક્ષણે! | ||
એ તો મારું જ શિક્ષણ સુલક્ષણે! | |||
જીવનની કોઈ એક શુભ પુણ્ય ક્ષણે | જીવનની કોઈ એક શુભ પુણ્ય ક્ષણે | ||
નારીમાં હું બનું નારી, પુરુષમાં બનું હું પુરુષ! | નારીમાં હું બનું નારી, પુરુષમાં બનું હું પુરુષ! | ||
શું બન્યું તે પછી? | શું બન્યું તે પછી? | ||
}} {{Playscript|ચિત્રાંગદા:| સભય વિસ્મય કંઠે પૂછ્યું : ‘કોણ છે તું?’ | }} {{Playscript|ચિત્રાંગદા:|સભય વિસ્મય કંઠે પૂછ્યું : ‘કોણ છે તું?’ | ||
મળ્યો ત્યાં ઉત્તર : ‘હું છું પાર્થ, કુરુવંશધર.’ | મળ્યો ત્યાં ઉત્તર : ‘હું છું પાર્થ, કુરુવંશધર.’ | ||
ઊભી રહી ચિત્રવત્! ભૂલી ગઈ પ્રણામ કરવાય તે. | ઊભી રહી ચિત્રવત્! ભૂલી ગઈ પ્રણામ કરવાય તે. | ||
| Line 875: | Line 861: | ||
આકાશકુસુમ, | આકાશકુસુમ, | ||
હૃદયમાં ધારવાનું ધન આપો એને | હૃદયમાં ધારવાનું ધન આપો એને | ||
સુખેદુઃખે, સુદિને દુર્દિને! | સુખેદુઃખે, સુદિને દુર્દિને!}} | ||
{{Playscript|ચિત્રાંગદા:|આટલું આ વર્ષ જાય નહીં જાય | |||
એટલામાં શ્રાંતિ? હાય હાય, હવે જ તો જાણ્યું | એટલામાં શ્રાંતિ? હાય હાય, હવે જ તો જાણ્યું | ||
પુષ્પનું આ અલ્પ આયુ તો છે દેવતાનો આશીર્વાદ! | પુષ્પનું આ અલ્પ આયુ તો છે દેવતાનો આશીર્વાદ! | ||
| Line 887: | Line 873: | ||
સ્મૃતિ કેરી ગુહા વિશે પાછા નહીં ફરો! | સ્મૃતિ કેરી ગુહા વિશે પાછા નહીં ફરો! | ||
ગતસંધ્યા કેરી ચ્યુતવૃંત માધવીની આશા રાખી | ગતસંધ્યા કેરી ચ્યુતવૃંત માધવીની આશા રાખી | ||
તૃષિત કો ભ્રમરની જેમ પાછા નહીં ફરો! | તૃષિત કો ભ્રમરની જેમ પાછા નહીં ફરો!}} | ||
{{center|<big>૯<br>'''વનચરગણ અને અર્જુન'''</big><br>}} | {{center|<big>૯<br>'''વનચરગણ અને અર્જુન'''</big><br>}} | ||
{{Playscript|વનચર:|હાય, હાય, રક્ષા કરે કોણ?}} | |||
{{Playscript|વનચર:|હાય, હાય, રક્ષા કરે કોણ? | {{Playscript|અર્જુન:| થયું છે શું?}} | ||
{{Playscript|વનચર:|ઉત્તરપર્વત થકી ધસી રહ્યું દસ્યુદલ | {{Playscript|વનચર:|ઉત્તરપર્વત થકી ધસી રહ્યું દસ્યુદલ | ||
વર્ષાકાલે છલકાતી સરિતાના વેગ જેમ | વર્ષાકાલે છલકાતી સરિતાના વેગ જેમ | ||
નગરનો નાશ કરવાને. | નગરનો નાશ કરવાને. }} | ||
{{Playscript|અર્જુન:| રાજ્યમાં આ રક્ષક શું નથી કોઈ?}} | |||
{{Playscript|વનચર:|રાજકન્યા ચિત્રાંગદા હતી એક | |||
દુષ્ટજન દમવાને કાજ, એથી કરી એકમાત્ર | દુષ્ટજન દમવાને કાજ, એથી કરી એકમાત્ર | ||
યમ વિના | યમ વિના | ||
રાજ્ય મહીં નો’તો કોઈ ભય, સાંભળ્યું છે | રાજ્ય મહીં નો’તો કોઈ ભય, સાંભળ્યું છે | ||
એ તો ગઈ તીર્થયાત્રા કાજ, અજ્ઞાત ભ્રમણવ્રતે. | એ તો ગઈ તીર્થયાત્રા કાજ, અજ્ઞાત ભ્રમણવ્રતે.}} | ||
{{Playscript|અર્જુન:| રાજ્યની આ રક્ષક શું રમણી છે?}} | |||
{{Playscript|વનચર:|વહાલભૂખી પ્રજાની એ એકસાથે માતા ને | {{Playscript|વનચર:|વહાલભૂખી પ્રજાની એ એકસાથે માતા ને | ||
પિતાની સમાન છે, | પિતાની સમાન છે, | ||
સ્નેહમાં એ રાજમાતા, વીર્યમાં એ યુવરાજ.}} | સ્નેહમાં એ રાજમાતા, વીર્યમાં એ યુવરાજ.}} | ||
{{center|(પ્રસ્થાન)<br>(ચિત્રાંગદાનો પ્રવેશ)}} | {{center|(પ્રસ્થાન)<br>(ચિત્રાંગદાનો પ્રવેશ)}} | ||
{{Playscript|ચિત્રાંગદા:| મનમાં શું વિચારો છો, નાથ? | {{Playscript|ચિત્રાંગદા:| મનમાં શું વિચારો છો, નાથ?}} | ||
{{Playscript|અર્જુન:| રાજકન્યા ચિત્રાંગદા કેવી હશે? | |||
એને નથી જાણતો હું. | એને નથી જાણતો હું. | ||
એને વિશે મનમાં હું વિચારું છું. | એને વિશે મનમાં હું વિચારું છું. | ||
દિનપ્રતિદિન સાંભળું છું શતમુખે એની કથા | દિનપ્રતિદિન સાંભળું છું શતમુખે એની કથા | ||
નવ નવ અપૂર્વ સ્વરૂપે. | નવ નવ અપૂર્વ સ્વરૂપે.}} | ||
{{Playscript|ચિત્રાંગદા:| એ તો કુત્સિત ને કુરૂપ છે. | |||
નથી એની આવી બંકિમ ભૃકુટિ, | નથી એની આવી બંકિમ ભૃકુટિ, | ||
નથી એની આવી કૃષ્ણશ્યામ કીકી, | નથી એની આવી કૃષ્ણશ્યામ કીકી, | ||
એના કઠિન સબલ બાહુ શીખ્યા વીંધવાને લક્ષ્ય | એના કઠિન સબલ બાહુ શીખ્યા વીંધવાને લક્ષ્ય | ||
પરંતુ એ આમ બાંધી નહીં શકે વીરનું હૃદય | પરંતુ એ આમ બાંધી નહીં શકે વીરનું હૃદય | ||
એના સુકોમલ નાગપાશે. | એના સુકોમલ નાગપાશે.}} | ||
{{Playscript|અર્જુન:| કિંતુ સાંભળ્યું છે એ તો સ્નેહે નારી, વીર્યે એ પુરુષ.}} | |||
{{Playscript|ચિત્રાંગદા:| છી, છી. એ જ તો છે એનું મંદભાગ્ય. | |||
નારી માત્ર નારી હોય, | નારી માત્ર નારી હોય, | ||
માત્ર ધરિત્રીની શોભા હોય, | માત્ર ધરિત્રીની શોભા હોય, | ||
Latest revision as of 02:43, 28 June 2023
નાટ્યકાવ્ય (બંગાળી)
નાટ્યકાવ્ય (બંગાળી)
ચિત્રાંગદા
[રવીન્દ્રનાથ ટાગોર | બંગાળી | ૧૯૬૫ | ચિત્રાંગદા]
ભૂમિકા
૧૮૯૨માં, રવીન્દ્રનાથે ચિત્રાંગદા પદ્યનાટ્ય ૧૪ અક્ષરના પયાર છંદમાં લખ્યું હતું. મહાભારતના આદિપર્વના ૨૦૭ અને ૨૦૯મા અધ્યાયમાં ૧૩ શ્લોકોમાં વર્ણવેલી અર્જુન અને ચિત્રાંગદાની વાત રવીન્દ્રનાથ પોતાની આગવી રીતે રજૂ કરે છે.
રવીન્દ્રનાથલિખિત નાટ્યકાવ્ય ચિત્રાંગદાનો મૂળ બંગાળીમાંથી નિરંજન ભગતે કરેલો ગુજરાતી અનુવાદ ૧૯૬૫માં દર્પણ એકૅડેમી, અમદાવાદ દ્વારા પ્રગટ થયો હતો. આ અનુવાદ મૃણાલિની સારાભાઈના કહેવાથી કર્યો હતો. તેની બીજી સંવર્ધિત આવૃત્તિ ૨૦૧૯માં નિરંજન ભગત મેમૉરિયલ ટ્રસ્ટના સૌજન્યથી પ્રકાશિત થઈ છે.
૧
અનંગ આશ્રમ
ચિત્રાંગદા મદન અને વસંત
| ચિત્રાંગદા: | તમે પંચશર? |
| મદન: | હા, હું એ જ મનસિજ. બાંધી જાણું નર અને નારીનાં હૃદય |
| ચિત્રાંગદા: | શી વેદના, શું બંધન જાણે છે આ દાસી. પ્રણમું તમારે પદે. |
| વસંત: | હું છું ઋતુરાજ. જરા મૃત્યુ બંને દૈત્ય ક્ષણે ક્ષણે |
| ચિત્રાંગદા: | પ્રણામ તમને ભગવન્! ચરિતાર્થ દેવદર્શને આ દાસી. |
| મદન: | કલ્યાણી, શા કાજે આ કઠોર વ્રત તારું? તપસ્યાના તાપે કરે છે મલિન ખિન્ન |
| ચિત્રાંગદા: | દયા કરો, પ્રભુ! સુણો મારો ઇતિહાસ. ણાવીશ પ્રાર્થના તે પછી. |
| મદન: | સુણવાને ઉત્સુક છું. |
| ચિત્રાંગદા: | હું છું ચિત્રાંગદા, મણિપુરરાજકન્યા. મારા પિતૃવંશે કદી પુત્રી જનમશે નહીં |
| મદન: | સાંભળ્યું છે બહુ તેથી તારો પિતા તને પુત્રની સમાન પાળી રહ્યો, |
| ચિત્રાંગદા: | તેથી પુરુષના વેશે નિત્ય કરું રાજકાજ યુવરાજરૂપે, ફરું સ્વૈરપણે. |
| વસંત: | સુનયને, નારીને એ વિદ્યા શું કૈં શીખવાની હોય? નયન તો પોતે કરે નયનનું કામ. |
| ચિત્રાંગદા: | એક દિન ગઈ હતી મૃગલાની શોધે એકાકિની ઘનવને પૂર્ણાનદીતીરે. |
| મદન: | એ તો મારું જ શિક્ષણ સુલક્ષણે! જીવનની કોઈ એક શુભ પુણ્ય ક્ષણે |
| ચિત્રાંગદા: | સભય વિસ્મય કંઠે પૂછ્યું : ‘કોણ છે તું?’ મળ્યો ત્યાં ઉત્તર : ‘હું છું પાર્થ, કુરુવંશધર.’ |
| મદન: | બોલ્યે જા તું, બાલે! મારી કને સહેજ પણ શરમાતી નહીં. |
| ચિત્રાંગદા: | મનમાં ન ચેન! ત્યાર પછી કહ્યું શું ને સાંભળ્યું શું |
| મદન: | કરીશ હું સહાય તને, શુભે! વિશ્વજયી અર્જુનને જીતી, બંદીરૂપે |
| ચિત્રાંગદા: | સમય જો હોય એકલી હું ધીરે ધીરે એના હૃદયની પરે |
| મદન: | તથાસ્તુ! |
| વસંત: | તથાસ્તુ! એકમાત્ર દિવસને માટે નહીં, એક વર્ષ લગી તારા દેહની ચોમેર |
૨
મણિપુર
અરણ્યમાં શિવાલય
| અર્જુન: | અરે, કોને જોઈ મેં આ? આ તે સત્ય છે કે મિથ્યા? |
| ચિત્રાંગદા: | આર્ય, તમે મારા અતિથિ છો, આ મંદિર છે મારો આશ્રમ. |
| અર્જુન: | અતિથિસત્કાર તમારા દર્શને, હે સુંદરી! તમારું આ શિષ્ટ વાક્ય એ જ તો સૌભાગ્ય મારું, |
| ચિત્રાંગદા: | પૂછો, પૂછો તો નિર્ભયે. |
| અર્જુન: | શુચિસ્મિતે, કયા સુકઠોર વ્રત કાજે જનહીન દેવાલયે લાવ્યાં રૂપરાશિ |
| ચિત્રાંગદા: | ગુપ્ત એક કામનાની સાધનાને કાજ એકમને કરું શિવપૂજા. |
| અર્જુન: | હાય કોને કાજે કામના? તમે સ્વયમ્ તો છો જગતની કામનાનું ધન! |
| ચિત્રાંગદા: | હું તો જેને ચાહું ત્રિભુવને પરિચિત છે એ. |
| અર્જુન: | એવો નર કોણ છે આ ધરા પરે? કોનો યશોરાશિ તમારા આ અમરકાંક્ષિત |
| ચિત્રાંગદા: | જન્મ એનો સર્વશ્રેષ્ઠ નરપતિકુલે, સર્વશ્રેષ્ઠ વીર એ તો. |
| અર્જુન: | મિથ્યા ખ્યાતિ છળી ઊઠે મુખે મુખે, વાતે વાતે; ક્ષણસ્થાયી બાષ્પ જેમ ઉષાનેય છળી શકે |
| ચિત્રાંગદા: | પરકીર્તિ અસહિષ્ણુ, તું કોણ છે હે સંન્યાસી? જે ન જાણે કુરુવંશ આ ભુવન મહીં |
| અર્જુન: | કુરુવંશ! |
| ચિત્રાંગદા: | એ જ વંશે કોણ છે અક્ષયયશ વીરેન્દ્રકેસરી? નામ સુણ્યું છે કે? |
| અર્જુન: | બોલો, સુણું હું તમારે મુખે! |
| ચિત્રાંગદા: | અર્જુન, ગાંડીવધનુ, ભુવનવિજયી. સમસ્ત જગત થકી અક્ષય આ નામ |
| અર્જુન: | અયિ વરાંગને, એ અર્જુન, એ પાંડવ, એ ગાંડીવધનુ |
| ચિત્રાંગદા: | તમે પાર્થ? |
| અર્જુન: | હા, હું પાર્થ. દેવી તમારા હૃદયદ્વારે પ્રેમાર્ત અતિથિ. |
| ચિત્રાંગદા: | સાંભળ્યું છે બ્રહ્મચર્ય પાળે છે અર્જુન બાર વર્ષ લગી. |
| અર્જુન: | તમે તો હા, ભાંગી નાંખ્યું વ્રત મારું! ચંદ્ર ઊગી જેવી રીતે નિમેષમાં ભાંગી નાંખે |
| ચિત્રાંગદા: | ધિક્, પાર્થ, ધિક્! હું કોણ? |
| અર્જુન: | ખ્યાતિ મિથ્યા, વીર્ય મિથ્યા, મેંય તે છે જાણ્યું આજે. આજ મને સપ્તલોક સ્વપ્ન સમા ભાસી રહ્યા. |
| ચિત્રાંગદા: | નથી હું આ, નથી હું આ. હાય, પાર્થ, હાય, કિયાય તે દેવની આ છલના છે! |
૩
વૃક્ષ નીચે ચિત્રાંગદા
| ચિત્રાંગદા: | હાય, હાય, આને કેમ કરી ચાલી જવા કહું? આ જે થરથર વ્યાકુલતા વીરહૃદયની |
| મદન: | કહો, તન્વી, ગઈ કાલે બન્યું જે કૈં. મુક્ત પુષ્પશર મારું કયું કાર્ય ક્યાં જઈને |
| ચિત્રાંગદા: | કાલ સંધ્યા સમે સરસીના તૃણપુંજતીરે પાથરી’તી પુષ્પશય્યા વસંતના ફૂલે છાઈછાઈ, |
| વસંત: | એક જ પ્રભાત મહીં ફૂટ્યું અનંત જીવન, હે સુંદરી. |
| મદન: | સંગીતે જેવી રીતે ક્ષણિકની તાને ગુંજી રડી ઊઠે અંતહીન કથા, ત્યાર પછી શું થયું |
| ચિત્રાંગદા: | વિચારતાં વિચારતાં દક્ષિણનો વાયુ વહી લાવ્યો નિદ્રાનો હિલ્લોલ, સર્વાંગમાં વ્યાપી વળ્યો. |
| મદન: | હાય, માનવનંદિની, સ્વર્ગના કો આનંદના દિવસને સ્વહસ્તે ભાંગીને ધરતીની એક રાત્રિ |
| ચિત્રાંગદા: | કોને, દેવ, કરાવ્યું આ પાન? કોની તૃષા છિપાવી આ? |
| મદન: | કાલની આ રાત્રિ તો હા, વ્યર્થ ગઈ. તટ કને આવી અને આશાભરી નાવ |
| ચિત્રાંગદા: | કાલ રાત્રે કશું ન’તું મન મહીં, દેવ! સુખસ્વર્ગ સાવ જ નિકટ હતું. |
| મદન: | મારો આશીર્વાદ જો હું પાછો લઉં છલનાનું આવરણ ખોલી અને ફગાવીને |
| ચિત્રાંગદા: | એ જ ઠીક, પેલી છદ્મરૂપિણીથી શતગુણ શ્રેષ્ઠ છું હું! |
| વસંત: | સુણ મારી કથા! ફૂલને તો ફૂટ્યા પછી, પરિપક્વ થયા પછી જ તે |
૪
અર્જુન અને ચિત્રાંગદા
| ચિત્રાંગદા: | શું જુઓ છો, વીર? |
| અર્જુન: | જોઉં છું કે પુષ્પવૃન્ત લઈ કોમલ અંગુલિ રચી રહી માલા, |
| ચિત્રાંગદા: | મનમાં શું વિચારો છો? |
| અર્જુન: | વિચારું છું આવી રીતે સુંદર કરે ધરી આ રંગીન સ્પર્શ કેરા રસે પ્રવાસના દિવસોને |
| ચિત્રાંગદા: | આ પ્રેમનું તે ઘર હશે? |
| અર્જુન: | ઘર નથી? |
| ચિત્રાંગદા: | નથી. ઘરે લઈ જશો? ઘરની તો વાત જ ન કરો. ઘર તો નિત્યનું. જે કંઈ નિત્ય તેને ઘરે લઈ જઈ શકો. |
| અર્જુન: | માત્ર આટલું જ? |
| ચિત્રાંગદા: | આટલું જ માત્ર. વીરવર, તને વળી દુઃખ કેવું? નિરાંતના દિને જે કૈં તને ગમી જાય |
| અર્જુન: | સાંભળો તો પ્રિયતમે, વનાંતના દૂર લોકાલયે આરતીનો શાંતિશંખ બજી રહ્યો! |
૫
મદન અને વસંત
| મદન: | હું પંચશર, હે સખા, એક શરે હાસ્ય, અશ્રુ એક શરે, એક શરે આશા, |
| વસંત: | શ્રાંત છું હું, ક્ષાંતિ આપો સખા! હે અનંગ, પૂર્ણ કરો તમારો આ રણરંગ. |
| મદન: | જાણતો જ હતો કે તું અનંતઅસ્થિર ચિરશિશુ! ચિરદિન બંધનવિહીન દ્યુલોકે ભૂલોકે |
૬
અરણ્યમાં અર્જુન
| અર્જુન: | પ્રભાતે જ્યાં નિદ્રામાંથી જાગ્યો સ્વપ્નલબ્ધ અમૂલ્ય રતન પામ્યો, |
| ચિત્રાંગદા: | મનમાં શું વિચારો છો? |
| અર્જુન: | વિચારું છું મૃગયાની કથા. પેલું જુઓ, વૃષ્ટિધારા ઝરી રહી પર્વતના શૃંગે, |
| ચિત્રાંગદા: | હે શિકારી, જે મૃગયા આદરી છે એને એક વાર પૂર્ણ કરો! |
૭
મદન અને ચિત્રાંગદા
ચિત્રાંગદા મદન અને વસંત
| ચિત્રાંગદા: | હે મન્મથ, કોણ જાણે મારાં સહુ અંગેઅંગે શેનોય તે લેપ તમે લેપી દીધો! |
| મદન: | ધીરજ તું ધર! રમત આ મેલી ન દે! આ તો સૌ મારો ખેલ, છૂટ્યું જ્યાં આ બાણ |
૮
અર્જુન અને ચિત્રાંગદા
| અર્જુન: | તારે કોઈ ઘર નથી, પ્રિયે? વિરહમાં તારા કોઈ પ્રિય પરિજન |
| ચિત્રાંગદા: | પ્રશ્ન શાને? આપણો આ આનંદ શું ઓસરતો જાય છે? |
| અર્જુન: | પૃથ્વી પરે એને કોઈ બંધન શું નહીં હોય? એક બિંદુ સ્વર્ગ-શું આ ભૂમિ પરે ભૂલું પડ્યું? |
| ચિત્રાંગદા: | એમેયે તે હોય! માત્ર ક્ષણેક જ પોતાની સૌ ઉજ્જ્વલતા |
| અર્જુન: | એથી જ તો આ પ્રાણ મારો સદાય તે ‘ખોવાઈ તું, ખોવાઈ તું’ રટી રહ્યો, |
| ચિત્રાંગદા: | નથી, નથી, નથી. જેને બાંધવાને ચાહો એ તો ક્યારેય તે બંધનને જાણતી જ નથી. |
| અર્જુન: | એવાને જે ચાહે તે સાચે દુર્ભાગી! પ્રિયે, પ્રેમના આ કર વિશે ધરો નહીં |
| ચિત્રાંગદા: | આટલું આ વર્ષ જાય નહીં જાય એટલામાં શ્રાંતિ? હાય હાય, હવે જ તો જાણ્યું |
૯
વનચરગણ અને અર્જુન
| વનચર: | હાય, હાય, રક્ષા કરે કોણ? |
| અર્જુન: | થયું છે શું? |
| વનચર: | ઉત્તરપર્વત થકી ધસી રહ્યું દસ્યુદલ વર્ષાકાલે છલકાતી સરિતાના વેગ જેમ |
| અર્જુન: | રાજ્યમાં આ રક્ષક શું નથી કોઈ? |
| વનચર: | રાજકન્યા ચિત્રાંગદા હતી એક દુષ્ટજન દમવાને કાજ, એથી કરી એકમાત્ર |
| અર્જુન: | રાજ્યની આ રક્ષક શું રમણી છે? |
| વનચર: | વહાલભૂખી પ્રજાની એ એકસાથે માતા ને પિતાની સમાન છે, |
(પ્રસ્થાન)
(ચિત્રાંગદાનો પ્રવેશ)
| ચિત્રાંગદા: | મનમાં શું વિચારો છો, નાથ? |
| અર્જુન: | રાજકન્યા ચિત્રાંગદા કેવી હશે? એને નથી જાણતો હું. |
| ચિત્રાંગદા: | એ તો કુત્સિત ને કુરૂપ છે. નથી એની આવી બંકિમ ભૃકુટિ, |
| અર્જુન: | કિંતુ સાંભળ્યું છે એ તો સ્નેહે નારી, વીર્યે એ પુરુષ. |
| ચિત્રાંગદા: | છી, છી. એ જ તો છે એનું મંદભાગ્ય. નારી માત્ર નારી હોય, |
| અર્જુન: | આજ નહીં, પ્રિયે! |
| ચિત્રાંગદા: | એમ કેમ, નાથ? |
| અર્જુન: | સાંભળ્યું છે દસ્યુદલ ધસી રહ્યું જનપદ સંહારવા, મારે સહુ ભીતજન રક્ષવા છે. |
| ચિત્રાંગદા: | કશો ભય નથી, પ્રભુ! તીર્થયાત્રાકાલે રાજકન્યા ચિત્રાંગદા સ્થાપી ગઈ કુશળ પ્રહરી |
| અર્જુન: | તોયે હવે આજ્ઞા કરો, પ્રિયે! અલ્પકાળ કર્તવ્યપાલન કરું. |
| ચિત્રાંગદા: | અને જો હું નહીં જવા દઉં! અને બાંધી રાખું! બંધન શું તોડી જશો? |
| અર્જુન: | વિચારું છું વીરાંગના કોને કાજે ધરી રહી આટલું કઠોર આ વ્રત? એને શેનો અભાવ છે? |
| ચિત્રાંગદા: | એને શેનો અભાવ છે? એ તો અભાગિની! એની પાસે હતું જ શું? |
| અર્જુન: | બોલો, બોલો! મારી શ્રવણની લાલચ આ વધી રહી ક્રમે ક્રમે. |
| ચિત્રાંગદા: | હવે તે શું સાંભળશો? |
| અર્જુન: | જોઈ શકું એને, ડાબે હાથે અશ્વરશ્મિ ધરી અવહેલે, |
| ચિત્રાંગદા: | હે કૌંતેય, આ લાલિત્ય, કોમલભીરુતા, સ્પર્શભયે સંકોચાતા શિરીષના ફૂલ જેવું રૂપ |
| અર્જુન: | સમજતો નથી તારું રહસ્ય આ. આટલાય દિન પછી પામું ન સંધાન. |
૧૦
મદન, વસંત અને ચિત્રાંગદા
| મદન: | છેલ્લી રાત્રિ આજ. |
| વસંત: | આજ રાત્રિ–અવસાને તારી દેહશોભા વસંતના અક્ષય ભંડાર મહીં લુપ્ત થશે. |
| ચિત્રાંગદા: | હે અનંગ, હે વસંત, તો તો આજ રાત્રે મુમૂર્ષુ આ રૂપ મારું છેલ્લી રજનીમાં શ્રાંત પ્રદીપની |
| મદન: | ભલે તેમ થાઓ! સખા, દક્ષિણનો વાયુ વહી જા તું પ્રાણપૂર્ણ વેગે. |
૧૧
છેલ્લી રાત્રિ
અર્જુન અને ચિત્રાંગદા
| ચિત્રાંગદા: | પ્રભુ, છીપી છે કે તૃષા? આ જે સુલલિત સુગઠિત નવનીતકોમલ |
| અર્જુન: | પ્રિયે, આજ હું તો ધન્ય. |
નોંધ
૧. બંગાળીમાં ‘સ્પર્ધા’નો અર્થ ‘ધૃષ્ટતા’ થાય છે. તેથી રવીન્દ્રનાથે આ પંક્તિનો અંગ્રેજી અનુવાદ કર્યો છે : ‘Ah, foolish heart, whither fled thy presumption?’
મહાદેવ દેસાઈ અને નરહરિ પરીખનો ગુજરાતી અનુવાદ :
‘અરે નાદાન, ક્યાં ગઈ તારી એ ધૃષ્ટતા?’
૨. ‘અપરૂપ’ શબ્દનો ઉપયોગ બંગાળીમાં ‘અદ્ભુત’ના પર્યાય તરીકે થાય છે, જ્યારે ગુજરાતીમાં તેનો અર્થ ‘કદરૂપું’ અથવા ‘બેડોળ’ થાય છે. અંગ્રેજી અનુવાદમાં રવીન્દ્રનાથે આ વિશેષણનો ઉપયોગ નથી કર્યો. મહાદેવ દેસાઈ અને નરહરિ પરીખ અહીં તેમજ ૪. અને ૫.માં ‘અદ્ભુત’નો પ્રયોગ કરે છે.
૩. ‘સ્વપ્નલબ્ધ અમૂલ્ય રતન’ને સાચવવાની મુશ્કેલીને કારણે ફેંકી દેનારને ગુજરાતીમાં ‘નરાધમ’ તો ન જ કહેવાય. એને ‘બુદ્ધિહીન’ કહેવાય કે ‘વિવેક-શૂન્ય’ પણ કહી શકાય. બંગાળીમાં ‘નરાધમ’ શબ્દનો એક અલ્પ-પ્રચલિત અર્થ ‘વિવેક-શૂન્ય’ થાય છે એમ પ્રતિષ્ઠિત બંગાળી કવિ, વિવેચક અને પ્રખર રવીન્દ્રજ્ઞ શ્રી શંખ ઘોષ જણાવે છે. રવીન્દ્રનાથ પોતે આ પંક્તિનો અંગ્રેજી અનુવાદ આમ કરે છે :
‘I have not the heart to throw it away.’
મહાદેવ દેસાઈ અને નરહરિ પરીખને ‘નરાધમ’નો ઉપયોગ ટાળતો રવીન્દ્રનાથનો અંગ્રેજી અનુવાદ વધુ તર્કસંગત લાગતાં તેમણે અંગ્રેજી ઉપરથી અનુવાદ કર્યો છે :
‘તેને તજવાની મારામાં હામ નથી.’
૪. આગળ ૨. માં જણાવ્યા મુજબ. રવીન્દ્રનાથ અંગ્રેજી અનુવાદમાં ‘અપરૂપ દેશ’ને
‘a strange city’ કહે છે.
૫. આગળ ૨.માં જણાવ્યા મુજબ. અંગ્રેજી અનુવાદમાં રવીન્દ્રનાથ ‘અપરૂપ રૂપ’ને
‘the most radiant form’ કહે છે.